તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Taliban's Edict: Women Should Not Go Out Alone, Men Should Keep Beards; Black Laws Apply To Occupied Territories In Afghanistan

US સેના પરત જતાં જ તાલિબાન આક્રમક:તાલિબાનનું ફરમાન- મહિલાઓ એકલી બહાર ન નીકળે, પુરુષ દાઢી રાખે; અફઘાનિસ્તાનમાં કબજાવાળા વિસ્તારોમાં કાળા કાયદા લાગુ

કાબુલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનમાં તાલિબાને પોતાના કાળા કાયદા લાગુ કરવાનું શરૂ કરી દીધું
  • 50 હજારથી વધુ અફઘાન નાગરિકો દેશ છોડીને જવા માગે છે

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસી થતાંની સાથે જ તાલિબાને પોતાના કાળા નિયમ- કાયદા લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે અફઘાનિસ્તાનના 10થી વધુ જિલ્લાઓ પર કબજો કર્યાનો દાવો કર્યો છે. પૂર્વોત્તર ક્ષેત્રના તખાર સહિત પોતાના કબજાવાળા જિલ્લામાં આદેશ જાહેર કર્યા છે કે મહિલાઓ એકલી ઘરેથી બહાર ન નીકળે. આ સાથે જ પુરુષોને પણ ફરજિયાત દાઢી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

મહિલાઓ ઘરેથી એકલી બહાર ન નીકળે એ માટે તાલિબાનો દ્વારા આદેશ જાહેર કરાયો છે.
મહિલાઓ ઘરેથી એકલી બહાર ન નીકળે એ માટે તાલિબાનો દ્વારા આદેશ જાહેર કરાયો છે.

એરિયાના ન્યૂઝે સામાજિક કાર્યકર્તા મેરાજુદ્દીન શરીફના હવાલેથી આ રિપોર્ટ આપ્યો છે. શરીફે જણાવ્યું હતું કે તાલિબાને યુવતીઓ માટે દહેજ આપવા બાબતે પણ નવા નિયમ બનાવ્યા છે. તાલિબાને કોઈ પુરાવા વિના જ કેસ ચલાવવાનું શરૂ કરી દીધું છે. સ્કૂલો અને ક્લિનિકો વગેરે બંધ થઈ ગયાં છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે.

તાલિબાન અનુસાર, તેણે દેશના 419માંથી 140થી વધુ જિલ્લાઓ પર કબજો કરી લીધો છે. તખરના ગવર્નર અબ્દુલ્લા કારકુલે કહ્યું હતું કે તાલિબાને પોતાના કબજાવાળા વિસ્તારોમાં સરકારી ઇમારતોને નષ્ટ કરી નાખી છે.

તાલિબાને યુવતીઓ માટે દહેજ આપવા બાબતે પણ નવા નિયમ બનાવ્યા છે.
તાલિબાને યુવતીઓ માટે દહેજ આપવા બાબતે પણ નવા નિયમ બનાવ્યા છે.

તાલિબાનના વર્ચસ્વનો ડર: 50 હજાર અફઘાનીઓને પડોશી દેશોમાં આશ્રય આપવાની શોધમાં છે અમેરિકા
હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો દબદબો છે. લગભગ 50 હજારથી વધુ અફઘાન નાગરિકો દેશ છોડીને જવા માગે છે. યુ.એસ. સૈન્યને મદદ કરતા અનુવાદકો સહિત અન્ય અફઘાનીઓને પડોશી દેશોમાં આશરો આપવાની યોજના છે. અમેરિકાએ આની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. મધ્ય એશિયાના ત્રણ દેશો- કઝાકિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે આ મામલે વાતચીત ચાલી રહી છે, જ્યારે કાબુલમાં તુર્કી સહિત અન્ય દૂતાવાસોમાં હજારો વિઝા અરજીઓ આવી છે.

લગભગ 50 હજારથી વધુ અફઘાન નાગરિકો દેશ છોડીને જવા માગે છે.
લગભગ 50 હજારથી વધુ અફઘાન નાગરિકો દેશ છોડીને જવા માગે છે.

સેનાના ઓપરેશનમાં 143 તાલિબાની માર્યા ગયા
અફઘાન સૈન્ય અને તાલિબાન વચ્ચે લડાઈ શરૂ ગઈ છે. સેનાએ જણાવ્યું હતું કે 24 કલાકમાં નાંગરહાર, કાનધાર, હેરાત, ગોર, ફરાહ, સમાંગન, હેલમંદ, બદખ્શાં અને કાબુલ ક્ષેત્રોમાં 143 તાલિબાન આતકીઓ માર્યા ગયા છે.