તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનના ચુંગાલમાંથી નીકળેલી પત્રકારની આપવીતી:તલિબાન તેમના કબજાવાળા વિસ્તારમાં છોકરીઓના આતંકીઓ સાથે બળજબરીથી લગ્ન કરાવી રહ્યાં છે, ઘણી યુવતીઓ ઘર છોડીને ભાગી

કાબુલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસ્વીર બુધવારે અફઘાનિસ્તાનના ફરા શહેરની છે. - Divya Bhaskar
આ તસ્વીર બુધવારે અફઘાનિસ્તાનના ફરા શહેરની છે.
  • ધ ગાર્ડિયનના 22 વર્ષીય મહિલા પત્રકારની આપવીતી પ્રકાશમાં આવી
  • ઘરમાં ગોળીબાર અને રોકેટનો અવાજ સંભળાતો હતો

અફઘાનિસ્તાનમાં મહિલા પર તાલિબાનની ક્રૂરતાની કહાનીઓ બહાર આવી રહી છે. ધ ગાર્ડિયનના આવા જ એક 22 વર્ષીય મહિલા પત્રકારની આપવીતી પ્રકાશમાં આવી છે. આ પત્રકાર કહે છે કે તાલિબાને ઉત્તર અફઘાનિસ્તાનમાં મારા શહેર પર કબજો કરી લીધો હતો.

આ ઘટનાના બે દિવસ પછી મારે ઘર છોડીને ભાગવું પડ્યું. હું હાલ પણ પોતાના શહેરથી દૂર સુરક્ષિત જગ્યાની શોધમાં છું. ગત સપ્તાહ સુધી હું રિપોર્ટર હતી. હવે હું મારા નામથી ન લખી શકું. થોડ જ દિવસમાં મારી જીંદગી બરબાદ થઈ ગઈ. હું ડરેલી છું. મને એ પણ ખ્યાલ નથી કે હું ઘરે પરત ફરીશ કે નહિ. માતા-પિતાને ફરી જોઈ શકીશ કે નહિ. તમામ રસ્તાઓ બંધ છે. મારા સમગ્ર પ્રાંત પર તાલિબાનનો કબજો થઈ ચૂક્યો છે.

પત્રકાર વધુમાં જણાવે છે કે તાલિબાન અફઘાનિસ્તાનની છોકરીઓના લગ્ન જબરજસ્તીથી આતંકવાદીઓ સાથે કરાવી રહ્યાં છે. હું સુરક્ષિત નથી. મારા માટે પ્રાર્થના કરો. તાલિબાન મારી અને મારા સહયોગીઓની શોધ કરતા અમારા સુધી પહોંચી જશે. મારા મેનેજરે મને ફોન પર કહ્યું હતું કે કોઈ પણ અજાણીયા નંબર પરથી કોલ આવે જવાબ ન આપતા. ક્યાંક છુપાઈ જજો.

હું જ્યારે હું ઘરમાંથી ભાગી નીકળવા માટે સામાન બાંધી રહી હતી, ત્યારે મને ગોળીબાર અને રોકેટનો અવાજ સંભળાઈ રહ્યો હતો. વિમાન અને હેલિકોપ્ટર મારા માથા પરથી ઉડી રહ્યાં હતા. ઘરની બહાર રસ્તાઓ પર મારપીટ થઈ રહી હતી. મારા કાકાએ મને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની વાત કરી. એટલે હું ફોન અને બુરખો લઈને ત્યાંથી નીકળી ગઈ.

એક થઈને પોતાના દેશ માટે લડો અફઘાન નેતાઃ બાઈડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે તેમને અફઘાનિસ્તાનમાંથી સૌનિકોને પરત બોલાવવા પર અફસોસ નથી. અફઘાનિસ્તાનના નેતાઓએ એક થઈને દેશ માટે લડવું જોઈએ. વ્હાઈટહાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં બાઈડને કહ્યું કે અફઘાનિસ્તાનને કરવામાં આવેલા વાયદા અમેરિકા પુરુ કરતુ રહેશે. તેમાં હવાઈ સહાયતા, સેનાનું વેતન અને ઉપકરણોનો સપ્લાઈ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...