તાલિબાને અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો કરી લીધો છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા મુજબ, તાલિબાને અત્યારસુધીમાં 34માંથી 12 પ્રાંત પર કબજો કર્યો છે. કંધાર પર તાલિબાને ગુરુવારે મોડી રાતે કબજો કર્યો છે. આ અંગે ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ગુરુવારે એક વખત ફરી એડવાઈઝરી બહાર પાડી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ફલાઈટ બંધ થતાં પહેલાં ભારતીયો પરત ફરવાની વ્યવસ્થા કરે.
કંધારની જીત તાલિબાનની અત્યારસુધીની સૌથી મોટી સફળતા
એક એજન્સીને નામ ન આપવાની શરતે અફઘાનિસ્તાનના અધિકારીઓએ આ ઘટનાક્રમની માહિતી આપી છે. તાલિબાને ગુરુવારે અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર અને કાબુલની પાસે રણનીતિક પ્રાંતીય રાજધાની કંધાર પર કબજો કરી લીધો છે. કંધારમાં થોડા સપ્તાહ પહેલાં જ અમેરિકન સૈન્યનું મિશન સમાપ્ત થયું હતું. એ પછીથી અહીં તાલિબાને કબજો કર્યો છે. હેરાત પર કબજો જમાવ્યા પછી કંધારને જીતવું એ તાલિબાનની અત્યારસુધીની સૌથી મોટી સફળતા છે. તાલિબાને કંધાર પહેલાં અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીમાંથી 12ને એક સપ્તાહમાં જ કબજે કરી લીધી છે.
કાબુલનો સંપર્ક દેશના દક્ષિણ પ્રાંતોથી કપાઈ ગયો
તાલિબાને ઐતિહાસિક શહેરમાં મહાન મસ્જિદ પર કબજો કરી લીધો છે. આ મસ્જિદ ખૂબ જૂની છે. એને એક સમયે સિકંદરે લૂંટી લીધી હતી. તાલિબાને કંધારની સરકારી ઈમારતો પર કબજો કરી લીધો છે. ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું, ઈમારતમાંથી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો, જ્યારે બાકીનું શહેર વિદ્રોહીઓના નિયંત્રણમાં ચાલ્યુ ગયું છે. ગજની પર કબજો કરવાને પગલે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનો સંપર્ક દેશના દક્ષિણ પ્રાંતોથી કપાઈ ગયો છે, કારણ કે કાબુલને દક્ષિણી પ્રાંતો સાથે જોડનારા એક હાઈવે પર તાલિબાને કબજો કર્યો છે. એક સમયે આ હાઈવેની મદદથી અમેરિકા અને નાટો સૈનિકો તાલિબાનને પાછળ ધકેલવામાં સફળ રહેતા હતા.
કર્મચારીઓને બચાવવા USએ 3000 સૈનિકને મોકલ્યા
અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ઝડપથી બગડ્યા પછી અમેરિકાએ કાબુલમાં તેની એમ્બેસીના કેટલાક કર્મચારીઓને નીકળવામાં મદદ કરવા માટે 3000 સૈનિકોને મોકલ્યા છે. અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગનના પ્રવકત્તા જોન કિર્બીએ જણાવ્યું હતું કે નેવીને બે બટાલિયન આગામી બે દિવસની અંદર કાબુલ એરપોર્ટ પર પહોંચી જશે. જે એમ્બેસીમાંથી કર્મચારીઓ અને અધિકારીઓને નીકળવામાં મદદ કરશે. આ રીતે બ્રિટને કહ્યું હતું કે અફઘાનિસ્તાન છોડનારા બ્રિટિશ નાગરિકોની મદદ માટે થોડા સમય માટે લગભગ 600 સૈનિકોને તહેનાત કરાશે.
અમેરિકાના એક રિપોર્ટ મુજબ, કાબુલ 30 દિવસની અંદર તાલિબાનના દબાણ હેઠળ આવી શકે છે. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો તાલિબાન આ જ રીતે લડાઈ આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે તો સમગ્ર દેશમાં પૂર્ણ નિયંત્રણ થોડા મહિનાઓમાં જ મેળવી લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.