તાલિબાનોએ ખાનગી માહિતી આપતી અમેરિકન મિલિટરીની બાયોમેટ્રિક ડિવાઈસને તેમના કબજામાં લઈ લીધી છે. આ ડિવાઈસમાં અમેરિકન સેના અને અફઘાની નાગરિકોની મહત્ત્વની માહિતી છે, જેમણે યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આ સંજોગોમાં તાલિબાનો તેમને ખૂબ સરળતાથી ઓળખી શકે છે, જેમણે તાલિબાન વિરુદ્ધ અમેરિકાની મદદ કરી હતી.
ડિવાઈસનું નામ હેન્ડહેલ્ડ એન્ટ્રાએજન્સી આઇડેન્ડિટી ડિટેક્શન ઈક્વિપમેન્ટ એટલે કે હાઈડ (HIIDE) છે. જોઈન્ટ સ્પેસન ઓપરેશન્સ કમાન્ડના એક અધિકારી અને ત્રણ પૂર્વ અમેરિકન સૈન્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તાલિબાનોએ ગયા સપ્તાહે જ એના પર કંટ્રોલ કરી લીધો હતો. અમેરિકાના ધી ઈન્ટરસેંપ્ટના રિપોર્ટ પ્રમાણે, આ અધિકારીઓને ચિંતા છે કે તાલિબાનો આ સંવેદનશીલ ડેટાનો ઉપયોગ કરી શકે છે.
ડિવાઈસમાં બાયોલોજિકલ ઈન્ફોર્મેશન
આ ડિવાઈસમાં આંખની કીકીનું સ્કેન, ફિંગરપ્રિન્ટ અને બાયોલોજિકલ માહિતી સામેલ છે. આ ડેટાનો ઉપયોગ કરીને સૌથી મોટા ડેટાબેઝને એક્સેસ કરી શકાય છે. જોકે હજીએ સ્પષ્ટતા નથી થઈ કે કેટલો ડેટા તાલિબાનને મળ્યો છે. ડિવાઈસમાં તે અફઘાનોનો પણ બાયોમેટ્રિક ડેટા છે, જેમણે યુદ્ધ દરમિયાન અમેરિકાને મદદ કરી હતી. હવે તાલિબાન નિર્દોષ અફઘાનોને નુકસાન પહોંચાડી શકે છે.
અમેરિકન હથિયારો પર પણ તાલિબાનનો કબજો
અમેરિકાના નેશન સિક્યોરિટી સુપરવાઈઝર જેક સુલિવને મંગળવારે જણાવ્યું હતું કે અમને ચોક્કસ રીતે નથી ખબર કે અમેરિકા તરફથી અફઘાન સેનાને આપવામાં આવેલા ડિફેન્સ મટીરિયલની એક-એક વસ્તુ ક્યાં છે, પરંતુ એટલી ચોક્કસ ખબર છે કે તેમનાં મોટી માત્રાનાં હથિયારો તાલિબાનોને મળ્યાં છે. અને અમને એ વાતનો અંદાજ છે કે તાલિબાનો અમને એ હથિયાર પરત નહીં કરે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.