ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ઈકોનોમિસ્ટમાંથી...:તાલિબાને અફઘાન સૈનિકોના રાશન પર કબજો કરી કમર ભાંગી નાખી, ભૂખી સેના સરેન્ડર કરવા મજબૂર

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 મહિનામાં તસવીર બદલાઈ
  • અફઘાન સેનાને મજબૂત કરવા અમેરિકાએ 6.25 લાખ કરોડ ખર્ચ કર્યા પણ બધા નકામા ગયા
  • દહેશતની વાપસી : જ્યાં તાલિબાનનો કબજો થઈ રહ્યો છે ત્યાં દુર્દાંત સજા આપવાની ઝલક જોવા મળી રહી છે

અફઘાનિસ્તાનના શહેરો પર તાલિબાન ઝડપથી કબજો કરતું જઈ રહ્યું છે. તે હવે કાબુલથી 11 કિમી દૂર છે. સૈન્યના સરેન્ડર કરવાથી તાલિબાનને હેલિકોપ્ટરો, અમેરિકી સપ્લાયવાળા કરોડો રૂપિયાના ઉપકરણો પણ મળી ગયા છે. તાલિબાનના ઝડપથી આગળ વધવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકાનો અફઘાનની સેનાને મજબૂત અને યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર કરવાનો પ્રયાસ નિષ્ફળ થઈ ગયો છે.

20 વર્ષમાં અફઘાન સુરક્ષાદળો માટે હથિયારો, ઉપકરણો અને ટ્રેનિંગ પર કરાયેલો તેનો 6.25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આજે નકામો સાબિત થઇ ગયો છે. આમ તો અમેરિકાએ અફઘાનિસ્તાનથી હટવાની રણનીતિ ઓબામા સરકારના દોરમાં જ બનાવી હતી. ત્યારે કહેવાઈ રહ્યું હતું કે અફઘાની સેનાને ટ્રેનિંગ અને શસ્ત્ર સરંજામથી સજ્જ કરી દેશની સુરક્ષાની જવાબદારી સોંપી દેવાશે. એવું કર્યા બાદ અમેરિકા તેની સેનાને પાછી બોલાવી લેશે.

તાજેતરમાં અફઘાન સેનાનું પતન એ અઠવાડિયા પહેલા નહીં પણ રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા એપ્રિલમાં સેનાને 11 સપ્ટેમ્બર સુધી પાછી બોલાવવાની જાહેરાત સાથે થયું હતું. તેને ખબર હતી કે હવાઈ માર્ગથી ખાણી-પીણીનો સપ્લાય સંભવ નથી એટલા માટે તેણે રોડ મારફતે થતી સેનાની ખાણી-પીણી અને અન્ય રાશન અટકાવીને દૂર દૂરની ગ્રામીણ ચોકીઓ પર તહેનાત હથિયારધારી દળો અને પોલીસવાળાને સરેન્ડર કરવા મજબૂર કરી દીધા.

તેનાથી ચોકીઓ પર હાજર વિસ્ફોટકો અને અન્ય યુદ્ધક શસ્ત્ર સરંજામ તાલિબાનને મળવા લાગ્યા. તેનો ઉપયોગ અફઘાની સૈનિકો પર જ થવા લાગ્યો. એક સમયે અફઘાની સેનામાં જવાનોની સંખ્યા 3 લાખથી વધુ હતી. આજે તે ઘટીને 50 હજારથી પણ ઓછી બચી છે.

ડર દેખાવા લાગ્યો : લોકો ભોજન એકઠું કરી રહ્યા છે, બુરખાની ખરીદી પણ વધી, પુસ્તકો પણ છુપાવી રહ્યાં છે

અફઘાનિસ્તાની નાગરિકો માનવા લાગ્યા છે કે હવે તાલિબાનનું દેશ પર શાસન આવી જશે. લોકોએ તેના કાયદાને અનુરૂપ પોતાની જાતને ઢાળવાની તૈયારી શરૂ કરી દીધી છે. લોકો ઘરોમાં દાળ, ચોખા, શાકભાજી સહિત ખાણી-પીણીની વસ્તુઓ એકઠી કરવા લાગ્યા છે. અનેક લોકોએ બુરખો ખરીદવાની શરૂઆત કરી દીધી છે. અમુક તો બચાવ માટે ઈંટ-પથ્થર એકઠા કરી રહ્યાં છે. અમુક લોકોએ શહેરમાં તેમના બીજા સંબંધીઓ સાથે રહેવા માટે ઘર છોડી દીધા છે જેથી બોમ્બમારાથી બચી શકે. અમુક લોકો તેમના ઘરના દરવાજાને મજબૂત કરવા લાગ્યા છે જેથી ધક્કા કે બંદૂકની બટથી તે ન તૂટે. અમુકે તો ભોંયરાને લુડો રમવાના હિસાબે તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે.

તાલિબાનના આગળ વધવા અંગે જાણવા માટે લોકો ફેસબુક પેજને ચકાસી રહ્યા છે. કંધારમાં એ જાતીય પશ્તૂન સમૂહનું વર્ચસ્વ છે જેનાથી તાલિબાનનો ઉદય થયો હતો. અભ્યાસના શોખીન કંધારના સેવાનિવૃત્ત શિક્ષક અબ્દુલે નક્કી કર્યું કે તે તેમના પુસ્તકોને છુપાવી દેશે.

તેમને ડર છે કે તાલિબાની સત્તામાં આવતા જ બદલો લેવાની શરૂઆત કરશે. કંધારમાં લાઈબ્રેરી નથી. આ કારણે અબ્દુલ એ બુક ક્લબના સભ્ય છે જ્યાં લોકો એકબીજાના પુસ્તકો અદલા-બદલી કરી શકે છે. તેમણે કહ્યું કે મારી રાતોની ઉંઘ ઉડી ગઈ છે. સરકાર અમારા દેશને બચાવવામાં નિષ્ફળ રહી. હું નથી ઈચ્છતો કે તાલિબાન કંધારમાં આવીને મારા ઘરની તપાસ કરે.

તાલિબાનના હિસાબે ચીન તૈયારી કરી રહ્યું છે
ચીનને પણ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતું દેખાઈ રહ્યું છે. તે એ સ્થિતિના હિસાબે આગળ વધી રહ્યું છે. આ સંકેત ગત મહિને ચીનના વિદેશમંત્રી વાંગ યીની તાલિબાની અધિકારી સાથે ખભાથી ખભો મિલાવી ઊભા થવાની તસવીર સામે આવી છે. કહેવાય છે કે ચીને તે જ સમયથી ઝડપથી બદલાતા સંભવિત પરિદૃશ્યમાં તાલિબાનને માન્યતા આપવાનું મન બનાવી લીધું છે. નિયૂતાંકિત છમ્મ નામે લખનારા ચીનની વિદેશનીતિના જાણકાર અનુસાર અમેરિકા કે રશિયાથી વિપરીત ચીનને એ ફાયદો છે કે તેનો તાલિબાન સાથે મુકાબલો નથી થયો.જ્યારે તાલિબાન છેલ્લીવાર 1996-2001 વચ્ચે સત્તામાં હતા ત્યારે ચીને અફઘાનિસ્તાન સાથેના સંબંધોનો પહેલાથી અંત લાવી દીધો હતો.

પાકિસ્તાને તાલિબાનના દબાણમાં સરહદ ખોલી
તાલિબાન દ્વારા સરહદો બંધ કરાયા બાદ અફઘાની નાગરિકો સરહદ પાર કરી પાકિસ્તાન જવા આગળ વધી રહ્યાં છે. તેમને શુક્રવારે પાકિસ્તાની દળોએ રોકવા પ્રયાસ કર્યો કેમ કે તેણે 6 ઓગસ્ટે વિઝા ફ્રી એન્ટ્રી પર રોક લગાવી હતી. રોકાયા બાદ તે પાકિસ્તાની દળો સાથે ઝઘડી પડ્યા. ઘટના ચમન સ્પિન બોલ્ડકની સરહદ ચોકીની છે. આ સંઘર્ષમાં એક 56 વર્ષની વ્યક્તિનું મોત નીપજ્યું. બીજી બાજુ તાલિબાન માગ કરી રહ્યું છે કે અફઘાની નાગરિકોને પાકિસ્તાન સરહદ પાર કરવા દે. તે ઈચ્છે તો તેમને એક શરણાર્થી કાર્ડ આપી દે. તેના દબાણમાં આવેલા પાકિસ્તાને શનિવારે આ પોસ્ટ અફઘાનિસ્તાની નાગરિકો માટે ફરી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...