અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો મજબૂત બની રહ્યો છે. બુધવારે તાલિબાની આતંકીઓએ કુંદુઝ એરપોર્ટ પર હુમલો કરીને તેના પર કબજો જમાવી દીધો છે. અહીં તાબિલાનોના હાથમાં MI-24 અટેક હેલિકોપ્ટર આવી ગયું છે. આવા 4 હેલિકોપ્ટર ભારતે 2019માં અફઘાનિસ્તાન એરફોર્સને ભેટમાં આપ્યાં હતાં.
તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહે હેલિકોપ્ટર પર કબજો કર્યો હોવાની વાત કન્ફર્મ કરી છે. જોકે તેમણે કહ્યું હતું કે હાલ અમે તે વાતની પુષ્ટિ ન આપી શકીએ કે આ ભારત પાસેથી મળેલું જ હેલિકોપ્ટર છે કે નહીં. આ પહેલાં ભાસ્કર સાથેના ઈન્ટરવ્યૂમાં જબીઉલ્લાહે કહ્યું હતું કે ભારત પાસેથી મળેલા હેલિકોપ્ટરનો ઉપયોગ સામાન્ય લોકો પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે. તેઓએ કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનને હથિયાર ન આપે. જબીઉલ્લાહનું એમ પણ કહેવું છે કે અફઘાનિસ્તાનમાં તમામ વિદેશ એમ્બેસી અને વિદેશીઓ સુરક્ષિત છે. તાલિબાન કોઈ વિદેશી પત્રકારને નિશાન નથી બનાવતા. રિપોટ્સ મુજબ હજુ સુધી અફઘાનિસ્તાનના 85% શહેરો પર તાલિબાન કબજો કરી ચુક્યું છે.
3 મહિનાની અંદર કાબુલ પર કબજો કરી શકે છે તાલિબાન
બુધવારે તાલિબાની આતંકીઓએ કુંદુઝ પ્રોવિન્સના આર્મી હેડક્વાર્ટર પર કબજો કર્યો છે. આ વચ્ચે અમેરિકાના એક્સપર્ટ્સનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાન 3 મહિનાની અંદર કાબુલ પર કબજો જમાવી શકે છે.
અમેરિકી સરકારના અધિકારીએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે તાલિબાન અમેરિકાની આશાથી વધુ ઝડપથી અફઘાનિસ્તાનના શહેરો પર કબજો કરી રહ્યા છે. 10 ઓગસ્ટે તાલિબાને ઉત્તર પૂર્વી પ્રોવિન્સની રાજધાની ફૈઝાબાદ પર પણ કબજો કર્યો હતો.
5 દિવસની અંદર 5 રાજધાની પર કબજો
તાલિબાન 5 દિવસની અંદર પાંચ પ્રોવિન્સની રાજધાની પર કબજો કરી ચુક્યા છે. ઉત્તરમાં કુંદુઝ, સર-એ-પોલ અને તાલોકાન પર હવે આતંકીઓએ કબજ કર્યો છે. આ શહેરોના નામ તેમના પ્રોવિન્સના નામ પરથી છે. તાલિબાને દક્ષિણમાં ઈરાનની સરહદ સાથે સંલગ્ન નિમરોઝ પ્રોવિન્સની રાજધાની જરાંજ પર પણ કબજો કરી લીધો છે. ઉઝ્બેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન સરહદ સાથે સંલગ્ન નોવઝ્ઝાન પ્રોવિન્સની રાજધાની શબરઘાન સાથે પણ તાલિબાનીઓએ અફઘાન સેનાને ભગાડી ચુકી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.