તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનને તાલિબાની ઝાટકો:તાલિબાને કહ્યું- તહરીક-એ-તાલિબાનની સાથેનો પોતાની સમસ્યા જાતે જ સમાધાન લાવે, અફઘાનિસ્તાન દરમિયાનગીરી નહીં કરે

ઈસ્લામાબાદ18 દિવસ પહેલા

અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરનાર તાલિબાને પાકિસ્તાન સરકારને સલાહ આપી છે. તાલિબાન પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે જિયો ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ની સાથેની સમસ્યા જાતે જ ઉકેલવી જોઈએ. જો કે તેઓએ TTPને પણ સલાહ આપી છે કે જો તેઓ તાલિબાનને પોતાના ગણે છે તો તેઓએ અમારી વાત સાંભળવી જોઈએ.

જબીઉલ્લાહ મુજાહિદ્દે શનિવારે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે એક દિવે તો પાકિસ્તાને તહરીક-એ-તાલિબાનની સાથે વાતચીત કરવી જ પડશે. અફઘાનિસ્તાનમાં આ વાતને લઈને તેમાં કોઈ જ હસ્તક્ષેપ નહીં કરે. સાથે જ મુજાહિદે તે વાતને ફરી જણાવી કે તાલિબાન, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશ વિરૂદ્ધ નહીં કરવા દે. અફઘાનિસ્તાનમાં શાસન કરનારી આગામી તાલિબાન સરકાર આ મુદ્દે નિર્ણય કરશે.

અફઘાનિસ્તાનની જેલમાં બંધ હતા TTPના લોકો
તહરીક-એ-તાલિબાનના ઘણાં આતંકી અફઘાનિસ્તાનની જેલમાં બંધ હતા. જેઓે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ છોડ્યા છે. અફઘાનિસ્તાનમાં નવી સરકારની સ્થાપના ક્યારે થશે, તે સવાલ અંગે મુઝાહિદે જણાવ્યું કે થોડાં જ દિવસોમાં તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે. તમામ પક્ષો સાથે વાત થઈ ગઈ છે. સરકાર બનાવવામાં મોડું થવાને કારણે તાલિબાનને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનાથી ટ્રેડ અને ડિપ્લોમેસીમાં પણ મુશ્કેલીઓ પડી રહી છે.

સરકાર બનાવવાને લઈને ચાલી રહી છે ચર્ચા
જબિઉલ્લાહ મુજાહિદે કહ્યું કે નવી સરકારના ગઠન પહેલાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી, ડૉ. અબ્દુલ્લા અબ્દુલ્લા ઉપરાંત પૂર્વ ઉપરાષ્ટ્રપતિ યુનુસ કનુની અને અબ્દુલ રાશિદ દોસ્તમ સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

કાબુલ એરપોર્ટ પર ફરી આતંકી હુમલાનો ખતરો
ISIS-ખુરાસાનના ફિદાયીન કાબુલ એરપોર્ટને ફરીથી નિશાન બનાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ચેતાવણી આપી હતી કે આગળના 24થી 36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલો થઈ શકે છે. બાઈડેને કહ્યું હતું કે સ્થિતિ ખૂબ જ જોખમી છે અને એરપોર્ટ પર જોખમ ખૂબ જ વધી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ શનિવારે વોશિંગ્ટનમાં પોતાની રાષ્ટ્રિય સુરક્ષા ટીમના અધિકારીઓ સાથે ચર્ચા પછી આ નિવેદન જાહેર કર્યુ છે.

ત્યારબાદ અમેરિકન દૂતાવાસે સતત ત્રીજા દિવસે એરપોર્ટ ઉપર હુમલાની ચેતવણી જાહેર કરી હતી. નવી ચેતવણી આપતાં અમેરિકાએ તેના નાગરિકોને કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલિક ખસી જવા જણાવ્યું છે. અમેરિકાએ ગુરુવારે કાબુલ એરપોર્ટ પર ધમકી ને લઈને પોતાનું પહેલું એલર્ટ જાહેર કર્યુ હતું અને તે જ સાંજે આતંકવાદી જૂથ ISIS-ખુરાસન (ISIS-K)એ એરપોર્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 170 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં 13 અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે.