આતંકી બનાવશે સેના:તાલિબાને કહ્યું- ટૂંક સમયમાં જ રેગ્યુલર આર્મી તૈયાર કરીશું, પૂર્વ સૈનિકોને પણ તેમાં સામેલ કરાશે

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાન પર કબજો કર્યાને એક મહિના પછી તાલિબાને જાહેરાત કરી છે કે તેઓ પોતાના દેશ માટે સેના તૈયાર કરવા જઈ રહ્યાં છે અને આ કામ ટૂંક સમયમાં જ પુરું કરાશે. કેરટેકર ગર્વમેન્ટના ચીફ ઓફ સ્ટાફ કારી ફસીઉદ્દીન મુજબ જે નવી અફઘાન સેના તૈયાર કરવામાં આવશે તેમાં પૂર્વ સૈનિકોને પણ સામેલ કરવામાં આવશે જેઓ છેલ્લી સરકારમાં આર્મીમાં રહી ચુક્યા છે. કારીએ કહ્યું- અફઘાનિસ્તાનમાં બહાર અને અંદરથી પણ ખતરો દેખાશે તો અમારી સેના તેનો મુકાબલો કરવા માટે તૈયાર રહેશે.

દેશની સુરક્ષા પર ફોકસ
તાલિબાને પોતાની સેના બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કારીએ ટોલો ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે- અમે અમારા દેશને ખુબ જ પ્રેમ કરીએ છીએ. બાકી દેશોની જેમ અમારી પાસે પણ રેગ્યુલર આર્મી હોવાની જોઈએ અને તે ટૂંક સમયમાં જ હશે. તેની મદદથી અમે પણ અમારી સરહદોની સુરક્ષા કરીશું.

કારીએ વધુમાં કહ્યું- છેલ્લી સરકારમાં જે સેના હતી તેમાં જે લોકો હાલ લાયક હશે તેઓને સામેલ કરવામાં આવશે. સેનામાં પ્રશિક્ષિત તાલિબાનો પણ હશે. જૂનાં સૈનિકોએ સામે આવવું જોઈએ અને પોતાની ડ્યૂટી ફરી જોઈન કરવી જોઈએ. એક પૂર્વ આર્મી ઓફિસર શકૂરઉલ્લાહ સુલ્તાનીએ કહ્યું- તાલિબાને તે 3 લાખ પૂર્વ સૈનિકો અંગે વિચાર કરવો જોઈએ જે હાલ ખાલી છે.

અફઘાનિસ્તાનમાં હાલ રેગ્યુલર આર્મી નથી. શહેરો અને સરહદો પર તાલિબાનીઓ જ તહેનાત છે. તેમની પાસે કેટલાંક નવા અને કેટલાંક જૂનાં હથિયારો છે.
અફઘાનિસ્તાનમાં હાલ રેગ્યુલર આર્મી નથી. શહેરો અને સરહદો પર તાલિબાનીઓ જ તહેનાત છે. તેમની પાસે કેટલાંક નવા અને કેટલાંક જૂનાં હથિયારો છે.

તાલિબાનનું આ નિવેદન મહત્વનું કેમ
કાર્યવાહક સરકારની જાહેરાત પછીથી અનેક રીતે એવો સવાલ પૂછવામાં આવે છે કે પૂર્વ સરકારની સિક્યોરિટી, ડિફેન્સ અને ઈન્ટેલિજન્સ યુનિટમાં કામ કરી ચુકેલા લોકોનું શું થશે? શું તાલિબાની સરકાર આના પર કોઈ નિર્ણય લેશે? શું સેના અને ગુપ્તચર વિભાગને એક્ટિવ કરવામાં આવશે.

ડૂરંડ લાઈનને નથી માનતા તાલિબાન
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરનારી સરહદને ડૂરંડ લાઈન કહેવામાં આવે છે. આમ તો પાકિસ્તાન સરકાર, સેના અને ISI તાલિબાનની સાથે જ છે પરંતુ હકિકત એ પણ છે કે તાલિબાન ડૂરંડ લાઈનને નથી માનતા. તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં જેટલાં પણ પશ્તૂન વિસ્તાર કે ક્ષેત્ર છે તે બધાં જ અફઘાનિસ્તાનના છે.

પાકિસ્તાને આ લાઈન પર 90% સુધી કાંટાળી તારની ફેન્સિંગ કરી છે પરંતુ તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે હાલમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ હરકતને સહન કરવામાં નહીં આવે. બ્રિટિશ શાસન દરમિયાન 12 નવેમ્બર 1893નાં રોજ તત્કાલિન અફઘાન શાસક આમિર અબ્દુલ રહમાન અને ત્યાંના બ્રિટિશ ઈન્ચાર્જ હેનરી મર્ટિમેર ડૂરંડ વચ્ચે એક સરહદ સમજૂતી કરી હતી. બ્રિટિશ અધિકારીના નામ પર તેને ડૂરંડ લાઈન કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...