તાલિબાનના કબજાની 10 તસવીરો:અફઘાની જેલો અને સરકારી ઓફિસો પર કબજો કરી રહ્યા છો તાલિબાન; પાકિસ્તાનમાં શરૂ થઈ ઉજવણી
અફઘાનિસ્તાનના 65%થી વધારે વિસ્તારો પર તાલિબાનોએ કબજો કરી લીધો છે. શનિવારે સવારે તાલિબાનીઓએ પત્કિયા રાજ્યના પાટનગર શરના ઉપર પણ કબજો કરી લીધો છે. ત્યારપછી તાલિબાન કાબુલથી માત્ર એક કલાકના અંતરે જ રહ્યું છે. તાલિબાની લડાકુઓએ અફઘાનિસ્તાનની જેલોમાં બંધ તેમના લડાકુઓને છોડાવ્યા છે. બીજી બાજુ અમેરિકા સહિત અન્ય દેશો તેમના દૂતાવાસમાંથી સ્ટાફ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 10 તસવીરોમાં જુઓ તાલિબાનના શિકંજામાં અફઘાનિસ્તાનની સ્થિતિ...
તાલિબાનના પત્કિયા જેલ તોડી દીધી છે. તે ઉપરાંત 20 વર્ષ પછી ફરી કંધાર સ્ટેડિયમ સ્ટેશન ઉપર પણ કબજો કરી લીધો છે
ફોટો અફઘાનિસ્તાનના કુનાર રાજ્યનો છે, તાલિબાને કુનારના 4 જિલ્લા પર શનિવારે કબજો કરી લીધો છે
કુનારના જે જિલ્લા પર તાલિબાનોએ કબજો કર્યો છે ત્યાં ગલીઓ-સોસાયટીઓમાં પણ તાલિબાનો જોવા મળી રહ્યા છે
અફઘાનિસ્તાનના લોગાર રાજ્યમાં તાલિબાને સરકારી ઓફિસો પર કબજો જમાવવાનું શરૂ કરી દીધું છે, ત્યાં તાલિબાની ઝંડા લગાવી દેવાયા છે
આ તસવીર લોગારની એક સરકારી ઓફિસની છે. તાલિબાને દાવો કર્યો છે કે, બીજા દેશોના દીતાવાસ અને અધિકારીઓને કોઈ જોખમ નથી
પાકિસ્તાનમાં ઉજવણી- અફઘાનિસ્તાનના પ્રમુખ શહેરો પર તાલિબાનોએ કબજો કર્યો હોવાની ખુશીમાં પાકિસ્તાની ક્વેટામાં જમિયત ઉલેમા-એ-ઈસ્લામ નજરયાતે પાર્ટીના નેતાએ મીઠાઈ વહેંચી
આ તસવીર તહકર રાજ્યની છે. ત્યાં વિસ્થાપિતોના કેમ્પમાં ઘણાં બાળકો અને સ્કૂલ ટીચર પણ છે. અફઘાનિસ્તાનના 2/3 હિસ્સા પર તાલિબાનોએ કબજો કરી લીધો છે
તાલિબાને શનિવારે સવારે પત્કિયા રાજ્યના પાટનગર શરના પર કબજો કર્યાનો દાવો કર્યો છે. અહીં મોટી માત્રામાં હથિયાર મળી આવ્યા છે, તાલિબાન પ્રવક્તાનું કહેવું છે કે અહીં ભીષણ લડાઈ પછી કબજો કરવામાં આવ્યો છે.
હેરાતની આ તસવીર તાલિબાને જાહેર કરી છે . તાલિબાનના જણાવ્યા પ્રમાણે આ લોકો સૂચના વિભાગના કર્મચારીઓ છે જે કામ પર પરત ફર્યા છે. તાલિબાને હેરાતમાં સક્રિય દરેક મીડિયા આઉટલેટને કહ્યું છે કે, તેઓ જનસંપર્ક વિભાગ સાથે સંપર્ક કરે
ફોટો કંધારના સિટી ગેટ પર જમા થયેલી ભીડનો છે. સિટી ગેટ પર શનિવારે કાલિબાની ઝંડો લહેરાવામાં આવ્યો છે. તાલિબાને ગુરુવારે રાતે કંધાર પર કબજો કર્યો છે.