તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Taliban Occupation Of One third Of Afghanistan's Districts; Afghan Soldiers Flee To Neighboring Country To Save Lives

તાલિબાનનો ફરી દબદબો:અફઘાનિસ્તાનના એક તૃતીયાંશ જિલ્લાઓમાં તાલિબાનનો કબજો; અફઘાન સૈનિક જીવ બચાવવા પાડોશી દેશમાં ભાગ્યા

હેરાત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજકિસ્તાન પછી અફઘાન સુરક્ષાદળના જવાન સીમા પાર કરીન ઈરાન પહોંચી રહ્યાં છે
  • તાલિબાને ગુરુવારે ઈરાન સાથે જોડાયેલી વધુ એક મહત્ત્વપૂર્ણ અફઘાન સીમા પર કબ્જો કર્યો

અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી પરત જવાની શરૂઆત થઈ ગયા પછી અહીં સતત તાલિબાનનો કબ્જો વધી રહ્યો છે. ઘણા વિસ્તારમાં તાલિબાનના ત્રાસના પગલે અફઘાન સુરક્ષાદળના જવાન જીવ બચાવીને પાડોશી દેશમાં ભાગી રહ્યાં છે. તાજકિસ્તાન પછી અફઘાન સુરક્ષાદળના જવાન સીમા પાર કરીન ઈરાન પહોંચી રહ્યાં છે. તાલિબાન હવે અઘાનિસ્તાનના તમામ 421 જિલ્લા અને જિલ્લા કેન્દ્રોમાંથી લગભગ એક તૃતીયાંશ પર કબ્જો કરી ચુક્યા છે

અફઘાન સૈનિક ઈરાન તરફ ભાગ્યાઃ મીડિયા રિપોર્ટ
ન્યુયોર્ક ટાઈમ્સ માટે ઈરાનથી રિપોટિંગ કરનાર પત્રકાર ફરનાજ ફસ્સીહએ ટ્વિટ કર્યું કે ઈરાન સીમાની પાસે સીમા શુલ્ક ચોકી પર તાલિબાનનું નિયંત્રણ છે અને અફઘાન સૈનિક ઈરાન તરફ ભાગી રહ્યાં છે. આ અંગેની માહિતી ઈરાની સરકારના મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ઈરાન તાલિબાન અને સરકારી પ્રતિનિધિની સાથે અફઘાનિસ્તાન શાંતિ વાર્તાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

તાલિબાને વધુ એક મહત્ત્વપૂર્ણ અફઘાન સીમા પર કબ્જો કર્યો
તાલિબાને ગુરુવારે ઈરાન સાથે જોડાયેલી વધુ એક મહત્ત્વપૂર્ણ અફઘાન સીમા પર કબ્જો કર્યો. અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પરત ફરવાની શરૂઆત થયા પછી તાલિબાન ઝડપથી અફઘાનમાં પોતાનો કબ્જો જમાવી રહ્યાં છે. અફઘાનિસ્તાનને લગતી આ ત્રીજી સીમા છે, જેની પર તાલિબાને કબ્જો કર્યો છે. આ પહેલા તાજિકિસ્તા અને ઉજ્બેકિસ્તાનની સીમા પર તાલિબાન કબ્જો કરી ચૂક્યા છે. તાલિબાનના દબદબાને ધ્યાનમાં રાખીને તાજિકિસ્તાને પોતાની સીમા પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ઘણા દેશોએ આ ક્ષેત્રમાં સ્થિત પોતાની વાણિજ્ય એમ્બેસીને બંધ કરી દીધી છે.

અફઘાન સૈનિક પોતાની ચોકી છોડીને શરણ લેવા માટે ઈરાન ભાગ્યા
એક અફઘાન અધિકારીએ ઓળખ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે તાલિબાને ગુરુવારે પશ્ચિમી હેરાત પ્રાંતમાં ઈસ્લામ કલા ક્રોસિંગ પોઈન્ટ પર કબ્જો કરી લીધો છે. ઈરાની મીડિયાના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાન અને ઈરાનની વચ્ચે ક્રોસિંગ તરીકે ઉપયોગ કરાતા પોઈન્ટ ઈસ્લામ કલાના સીમાવર્તી ક્ષેત્રમાં તહેનાત અફઘાન સૈનિક પોતાની ચોકી છોડીને શરણ લેવા માટે ઈરાન ભાગી ગયા. આ ક્રોસિંગ પોઈન્ટ પ્રાંતીય રાજધાની હેરાત શહેરના પશ્ચિમમાં લગભગ 120 કિલોમીટરના અંતરે છે.

તાલિબાન પ્રવકતાએ વીડિયો પોસ્ટ કર્યો
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે ઈસ્લામ કલા પર કબ્જાની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વિટ કરી અને કહ્યું કે તાલિબાન ફાઈટરે ઈસ્લામ કલા શહેરમાં દાખલ થયા, અને સ્થાનિકોએ સ્વાગત કર્યું. મુજાહિદે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તાલિબાન ફાઈટરને ઈસ્લામ કલામાં ટ્રકમાં બેઠેલા અને આનંદમાં આવીને હવામાં ગોળીબાર કરતા દર્શાવવામાં આવ્યા છે.

અફઘાન સૈનિકોએ તાલિબાનની સામે હથિયાર હેઠા મુકી દીધા
આ પહેલો રિપોર્ટ્સ આવ્યો હતો કે ઘણી જગ્યાઓએ અફઘાન સૈનિકોએ તાલિબાનની સામે હથિયાર હેઠા મુકી દીધા. ડેલી મેલના જણાવ્યા મુજબ, એવા વીડિયો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અફઘાન સૈનિક તાલિબાન ફાઈટર સમક્ષ સરન્ડર કરી રહ્યાં છે. તાલિબાન આવા વીડિયોનો ઉપયોગ પ્રોપેગન્ડા માટે કરી રહ્યું છે. તાલિબાનનો સંદેશ સ્પષ્ટ છે કે અફઘાન સૈનિક આત્મસમર્પણ કરશે તો તેમની વિરુદ્ધ હિંસા નહિ કરીએ.

સૈનિક અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંત બખ્શામાંથી તાજિકિસ્તાન ભાગી ગયા
રવિવારે તાલિબાન સાથેના સંઘર્ષ પછી એક હજારથી વધુ અફઘાન રાષ્ટ્રીય સેનાના સૈનિક અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંત બખ્શામાંથી તાજિકિસ્તાન ભાગી ગયા. તાલિબાને અફઘાન સૈનિકના ભાગ્યા પછી ઘણા જિલ્લા પર કબ્જો કરી લીધો છે. આ અંગે અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટો સૈનિકના કમાન્ડર જનરલ ઓસ્ટિન સ્કોટ મિલરે કહ્યું કે તે એ વાતથી હેરાન છે કે અફઘાન રાષ્ટ્રીય સેનાના જવાનોએ તાલિબાન સામે કેટલુ ઝડપથી આત્મસમર્પણ કર્યું. એબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું મને દોસ્તોને જરૂરિયાતના સમયે છોડવાનું પસંદ નથી. આપણે આ વિસ્તારમાં થનાર નુકસાનને લઈને ચિંતિત થવું જોઈએ. તમે સુરક્ષા સ્થિતિને જોવો તે યોગ્ય નથી.

અમેરિકન સૈનિક અને સૈન્ય ઉપકરણ પરત લેવાનું કામ 90 ટકા પુરુ
કમાન્ડર જનરલ ઓસ્ટિન સ્કોટ મિલરે કહ્યું તાલિબાન આગળ વધી રહ્યાં છે. યુદ્ધ મેદાનમાં લડાઈ રહ્યું છે, જેનો એક મનોવૈજ્ઞાનિક કે નૈતિક અર્થ પણ થાય છે, અને આશા વાસ્તવમાં મહત્ત્વ ધરાવે છે. તમે જે નથી ઈચ્છતા તે એ છે કે લોકો આશા ગુમાવી રહ્યાં છે. અમેરિકા અને નાટો પાછા જવાના કારણે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો દબદબો વધ્યો છે. મંગળવારે અમેરિકાએ કહ્યું કે અમેરિકન સૈનિક અને સૈન્ય ઉપકરણ પરત લેવાનું કામ 90 ટકા પુરુ થઈ ગયું છે. અમેરિકાના જણાવ્યા મુજબ ઓગસ્ટ સુધીમાં બાકી રહેલા સૈનિક પણ પરત આવી જશે.

તાલિબાને ઘણા જિલ્લા વગર લડાઈએ પ્રાપ્ત કર્યા
એપ્રિલના મધ્યમાં જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનમાં હમેશા માટે યુદ્ધની સમાપ્તિની જાહેરાત કરી, ત્યારથી તાલિબાનનો દબદબો વધી ગયો છે. તાલિબાને ઉત્તરી અફઘાનિસ્તાન પર સૌથી મહત્ત્વની જીત પ્રાપ્ત કરી છે. તાલિબાને અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાતમાં ઘણા જિલ્લા વગર લડાઈએ જ પ્રાપ્ત કરી લીધા. મજાર-એ-શરીફમાં તુર્કી અને રશિયાના વાણિજય દૂતાવાસને બંધ કરવામાં આવ્યા છે. તાલિબાન હવે અઘાનિસ્તાનના તમામ 421 જિલ્લા અને જિલ્લા કેન્દ્રોમાંથી લગભગ એક તૃતીયાંશ પર કબ્જો કરી ચુક્યા છે. તેમની જીતની પ્રાંતીય શહેરો પર પણ અસર દેખાઈ રહી છે. ઘણા રસ્તાઓ પર તાલિબાનનો કબ્જો થઈ ચુક્યો છે.

ઈસ્લામ કલા ફેબ્રુઆરીથી સમાચારમાં
ઈસ્લામ કલા ફેબ્રુઆરીમાં સમાચારમાં આવ્યું હતું, જ્યારે એક ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ પછી આગ લાગી હતી. તેમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા અને પ્રાકૃતિક ગેસ અને ઈંધણ લઈ જઈ રહેલા ક્રોસિંગ પર ઉભેલા ઘણા ટ્રકોમાં આગ લાગી હતી. આ ટ્રકોમાં લાગેલી આગને ઓલવવામાં ત્રણ દિવસ દિવસ લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...