તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનની હિટલરશાહી:નવા બંધારણમાં અફઘાનિસ્તાનમાં સંગીત પર મુકાશે પ્રતિબંધ, મહિલાઓ માટે બનશે નવા નિયમો

22 દિવસ પહેલા

તાલિબાનોએ અફઘાનિસ્તાન માટે નવા બંધારણની જાહેરાત કરી દીધી છે અને એ પ્રમાણે આખા દેશમાં ગીત-સંગીત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તાલિબાનના એક નેતાએ જાહેરાત કરતાં કહ્યું હતું કે આખા અફઘાનિસ્તાનમાં મ્યુઝિક પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. મહિલાઓ માટે પણ નવા નિયમો બનાવવામાં આવશે. જો મહિલા ત્રણ દિવસ કરતાં વધારે સમય માટે બહાર નીકળે તો તેમણે પરિવારના કોઈ પુરુષ સાથે જ બહાર નીકળવું ફરજિયાત છે. તાલિબાની નેતાઓએ કહ્યું હતું કે અમારી સરકાર ગઈ સરકારની સરખામણીએ ઉદાર હશે.

તાલિબાનનો નવો કાયદો
તાલિબાનના એક નેતાએ જાહેરાત કરી હતી કે અફઘાનિસ્તાનમાં સંગીત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને જો કોઈ મહિલાને ત્રણ દિવસ કરતાં વધારે દિવસની મુસાફરી માટે બહાર નીકળવું હશે તો પરિવારના કોઈ પુરુષને સાથે રાખવો પડશે. એ સાથે જ તાલિબાનના નેતાએ વાયદો કર્યો હતો કે તેમની નવી સરકાર 20 વર્ષ જૂની સરકારની સરખામણીએ ઉદાર હશે. ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેના એક ઈન્ટરવ્યુમાં તાલિબાન પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યું હતું કે મહિલાઓને થોડા સમય પછી કામ પર પરત ફરવાની અને સ્કૂલ-હોસ્પિટલમાં જવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ જો તેમણે 3 દિવસ કરતાં વધારે સમયની મુસાફરી કરવી હશે તો ઘરના પુરુષની સાથે જ નીકળવાનું રહેશે.

તાલિબાન શાસનમાં હાલ મહિલાઓને દરેક છૂટ આપવામાં આવી નથી.
તાલિબાન શાસનમાં હાલ મહિલાઓને દરેક છૂટ આપવામાં આવી નથી.

અફઘાનિસ્તાનમાં સંગીત પર પ્રતિબંધ
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સંગીત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. ઈસ્લામમાં સંગીતની મનાઈ છે, પરંતુ અમને આશા છે કે અમે આ વાત મનાવવા માટે લોકોને રાજી કરી શકીએ, કારણ કે અમે તેમના પર કોઈ દબાણ લાવવા નથી માગતા. ત્યાર પછી જબીહુલ્લાહે કહ્યું હતું કે ગયા શાસનની સરખામણીએ આ વખતના તાલિબાન શાસનની સ્થિતિ અલગ હશે. અમે નવા ભવિષ્યનું નિર્માણ કરવા માગીએ છીએ અને ભૂતકાળને ભુલાવવા માગીએ છીએ. આ સાથે જ તાલિબાની પ્રવક્તાએ એ રિપોર્ટ નકારી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન તે લોકો સાથે બદલો લેશે, જેમણે તાલિબાનનો વિરોધ કર્યો છે.

તાલિબાનો ઈચ્છે છે કે લોકો સમજીને જ અફઘાનિસ્તાનમાં સંગીતનો શોખ છોડી દે.
તાલિબાનો ઈચ્છે છે કે લોકો સમજીને જ અફઘાનિસ્તાનમાં સંગીતનો શોખ છોડી દે.

મહિલા અધિકારોમાં થશે થોડા ફેરફારો
તાલિબાન પ્રવક્તાએ કહ્યું હતું કે સમય આવશે ત્યારે અફઘાનિસ્તાનની મહિલાઓને નોકરી પર જવાની મંજૂરી આપવામાં આવશે અને તેમના કામ માટે થોડા નિયમો બનાવવામાં આવશે. મહિલાઓએ પોતાનો ચહેરો ઢાંકીને ઓફિસ જવું પડશે. આ વખતે તેમની સરકારમાં મહિલાઓને ઘરની અંદર રહેવાનો અથવા ચહેરો ઢાંકીને બહાર નીકળવા માટે મજબૂર નહીં કરાય. આ પ્રકારની બધી ખબરો નિરાધાર છે. નોંધનીય છે કે તાલિબાનના પાછલા શાસનમાં મહિલાઓને આખું શરીર ઢાંકીને બહાર નીકળવું પડતું હતું અને જોવા માટે આંખો પાસે જાળી બનાવવામાં આવી હતી.

બદલાની કાર્યવાહી નહીં
તાલિબાન પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે તેમની સરકારમાં બદલાની કાર્યવાહી નહીં કરાય અને તે લોકો સામે કોઈ પગલાં નહીં લેવાય, જેમણે અમેરિકન સેનાની મદદ કરી હતી. તેમની સરકારમાં અમેરિકન સેનાના ટ્રાન્સલેટર્સ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરાય. આમ, અત્યારે તો તાલિબાનો ઉદારતાના દાવા કરી રહ્યા છે, પરંતુ તેમના આ તમામ દાવા ખોટા એટલા માટે લાગી રહ્યા છે, કારણ કે છેલ્લા એક મહિના દરમિયાન તાલિબાન ઘણા ટ્રાન્સલેટર્સને મારી ચૂક્યા છે. એ ઉપરાંત અમેરિકન સેનાની મદદ કરનારનું લિસ્ટ બનાવીને તેઓ તેમને કંદહાર રાજ્યમાં શોધી રહ્યા છે. જોકે તાલિબાનના દાવા ખોટા છે.

વાણી અને વર્તનમાં ફેર
તાલિબાન પ્રવક્તા મુઝાહિદની ટિપ્પણી એ સમયે આવી, જ્યારે આગલા જ દિવસે તાલિબાનની એક પ્રેસ-કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમે મહિલાઓ માટે નવા નિયમો ના બનાવીએ ત્યાં સુધી તેમને ઘરની અંદર જ રહેવું પડશે. તાલિબાનમાં સામેલ નવા લડાકુઓ વિશે આશંકા છે કે તેઓ મહિલાઓ સાથે કોઈ ખરાબ વર્તન કરી શકે છે, કારણ કે હજી સુધી તેઓ સંપૂર્ણ પ્રશિક્ષિત થયા નથી. તેથી ત્યાં સુધી મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ. એ ઉપરાંત તાલિબાનના સાંસ્કૃતિક મુદ્દાઓની એક સમિતિના ડેપ્યુટી અહમુલ્લા વાસેકે ટાઈમ્સને જણાવ્યું હતું કે તાલિબાનને કામ કરતી મહિલાઓ સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તેઓ શક્ય હોય ત્યાં સુધી હિજાબ જ પહેરે.

મહિલાઓના નિયમો બાબતે તાલિબાનો ઉદારતા દેખાડી રહ્યા છે, પણ હકીકતમાં એ નથી.
મહિલાઓના નિયમો બાબતે તાલિબાનો ઉદારતા દેખાડી રહ્યા છે, પણ હકીકતમાં એ નથી.

પાકિસ્તાન અમારું ઘર છે, ધર્મ પણ એક: તાલિબાન
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે કહ્યું હતું કે પાકિસ્તાન અમારું બીજું ઘર છે. અમારી સીમા એક છે અને ધર્મ પણ, તેથી અમે ભવિષ્યમાં પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા રાખી રહ્યા છીએ. જબીહુલ્લાની આ વાતથી ખ્યાલ આવે છે કે, પાકિસ્તાન-તાલિબાન વચ્ચેના સંબંધો કેટલા ખાસ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવ્યો છે, એમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાને ક્યારેય અફઘાનિસ્તાનના કોઈપણ મુદ્દામાં દખલગીરી કરી નથી.

તાલિબાન ભારત સાથે પણ સારા સંબંધો રાખવા ઈચ્છે છે
તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાએ કહ્યું હતું કે તાલિબાન ભારત સહિત દુનિયાના તમામ દેશો સાથે સારા સંબંધો રાખવા ઈચ્છે છે. આટલું જ નહીં, ભારત અને પાકિસ્તાનના સંબંધો વિશે પણ તાલિબાનોએ તેમનો પ્રતિસાદ રજૂ કર્યો છે. ભારત અને પાકિસ્તાને સાથે બેસીને આ મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...