તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનનું શાસન LIVE:તાલિબાને પંજશીરમાં કર્યો જીતનો દાવો, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાલેહ તઝાકિસ્તાન ભાગી ગયા હોવાના સમાચાર આવતા તેઓએ વીડિયો જાહેર કરી કર્યું ખંડન

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા તાલિબાન સરકારનો પ્રમુખ બની શકે છે

તાલિબાને શુક્રવારે પંજશીર જીતી ગયા હોવાનો દાવો કર્યો છે. સમાચાર એજન્સી રોયટર્સે એક તાલિબાની કમાન્ડરના અહેવાલથી જણાવ્યું કે હવે સમગ્ર અફઘાનિસ્તા પર તાલિબાનનું નિયંત્રણ છે. પંજશીરમાં તાલિબાન વિરૂદ્ધ અહમદ મસૂદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ્લાહ સાલેહના નેતૃત્વમાં રેજિસ્ટેન્સ ફોર્સ લડાઈ કરે છે.

તાલિબાની કમાન્ડરનો દાવો છે કે રેજિસ્ટેન્સ ફોર્સની સેનાએ હવે પીછેહટ કરી છે અને પંજશીર સહિત સમગ્ર અફઘાનિસ્તાન પર તેમનું નિયંત્રણ થઈ ગયું છે. આ વચ્ચે કાબુલમાં ફાયરિંગના સમાચાર છે. જો કે આ ફાયરિંગ કોને કર્યું તે અંગે કોઈ જ જાણકારી નથી.

તાલિબાનનો દાવાને સાલેહે ખોટો ગણાવ્યો
કેટલાંક રિપોટ્સમાં એવા દાવો કરાયો છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ્લાહ સાલેહ પંજશીર છોડીને તઝાકિસ્તાન ભાગી ગયા છે. જો કે સાલેહએ આ દાવાનું ખંડન કર્યું છે. તેમનું કહેવું છે કે તેઓ હજુ પણ પંજશીરમાં જ છે અને તાલિબાનીઓનો મુકાબલો કરી રહ્યાં છે.

સાલેહએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરી આ દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું કે તે આજીવન તાલિબાનીઓનો વિરોધ કરતા રહેશે. પંજશીરમાં તાલિબાનીઓના કબજાનો દાવો ખોટો છે. અમારી સેના તાલિબાનીઓનો જોરદાર સામનો કરી રહી છે. તેઓએ પાકિસ્તાન પર પોતાની હત્યા કરાવવાનો પણ આરોપ લગાવ્યો છે. સાલેહ દ્વારા એક વીડિયો જાહેર કરી પોતાની વાત રજૂ કરી છે.

પંજશીર કાં તો આજે રાત્રે કે કાલ સવાર સુધીમાં સમર્પણ કરી દેશે
તાલિબાન શુક્રવારે સરકારની જાહેરાત કરવાનું હતું પરંતુ પંજશીરની લડાઈના કારણે તેઓ ન કરી શક્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પંજશીર કાં તો આજે રાત સુધીમાં કે શનિવારની સવાર સુધીમાં સમર્પણ કરી દેશે. તે બાદ જ તાલિબાન સરકારની જાહેરાત કરશે. તાલિબાને પંજશીરને ચારે બાજુથી ઘેરી લીધું છે. આજે ભીષણ લડાઈ થઈ છે. બંને તરફથી પોતપોતાના દાવાઓ થઈ રહ્યાં છે. પરંતુ હકિકત એ છે કે બહારના લોકોની મદદ વગર પંજશીર તાલિબાન સામે વધુ સમય સુધી ટકી નહીં શકે. પંજશીર દ્વારા આત્મસમર્પણની જાહેરાત થતાંની સાથે જ તાલિબાન નવી સરકારની જાહેરાત કરી દેશે.

તાલિબાન મિલિટ્રી વાહનને મસૂદની સેનાએ રોકેટથી ઉડાવ્યું
પંજશીરમાં તાલિબાનીઓને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. હામિદ મસૂદની રેજિસ્ટેન્સ ફોર્સે તાલિબાનના લડવૈયાઓને પંજશીરમાં ઘુસવાનું મુશ્કેલ બનાવી દીધું છે. આ પહાડી પ્રાંતમાં મસૂદના લડવૈયાઓએ દરેક જગ્યાએ એમ્બૂશ લગાવી રાખ્યા છે. પંજશીર સમર્થકોએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમના યૌદ્ધાઓ તાલિબાનીના સૈન્ય વાહનને રોકેટથી ઉડાવતા જોવા મળે છે. રોકેટ છોડ્યા બાદ સૈન્ય વાહન ભંગારમાં ફેરવાય ગયું હતું. એટલું જ નહીં રોકેટથી હુમલો કર્યા બાદ પંજશીરના યૌદ્ધાઓ ફાયરિંગ કરતા પણ જોવા મળ્યા. આ વીડિયો કઈ જગ્યાનો છે તેની કોઈ જ પુષ્ટિ થઈ નથી.

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અંગેનો નિર્ણય શનિવારે લેવાય શકે છે
અફઘાનિસ્તાનમાં શુક્રવારે નવી સરકારની જાહેરાત થવાની હતી, પરંતુ તાલિબાનના ટોચના નેતાઓએ આ અંગેનો નિર્ણય આજે ટાળી દીધો છે. હવે નવી સરકારના ગઠનને લઈને આવતીકાલે એટલે કે 4 સપ્ટેમ્બરે નિર્ણય લેવામાં આવશે. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદ મુજબ નવી સરકારની જાહેરાત હવે શનિવારે કરવામાં આવશે.

આ પહેલાં ન્યૂઝ એજન્સી રોયટર્સના સૂત્રોએ જણાવ્યું કે મુલ્લા બરાદર અફઘાનિસ્તાનની નવી સરકારની કમાન સંભાળશે. તો તાલિબાનના ફાઉન્ડર મુલ્લા ઉમરના દીકરા મુલ્લા મોહમ્મદ યાકૂબઅને સાથે જ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઇને પણ તાલિબાની સરકારમાં મહત્વનું પદ આપવામાં આવશે. આ તમામ કાબુલ પહોંચી ગયા છે. ભાસ્કરના સૂત્રોના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાનની વાસ્તવિક સત્તા શૂરા સમિતિના હાથમાં જ રહેશે.

મુલ્લા બરાદાર કોણ છે?

  • તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા બરાદર સંગઠનમાં બીજા નંબરનો નેતા છે. મુલ્લા બરાદરે 1996થી 2001 સુધી તાલિબાન શાસનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકાએ 2001માં હુમલો કર્યો એ સમયે તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારમાં સંરક્ષણમંત્રી હતા. 2001 પછી જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે મુલ્લા બરાદર પાકિસ્તાન ચાલ્યો ગયો.
  • 2010માં પાકિસ્તાને મુલ્લા બરાદરને જેલમાં ધકેલી દીધો, કારણ કે તેના પર આરોપ લાગ્યા હતા કે પાકિસ્તાનને વિશ્વાસમાં લીધા વગર અફઘાન સરકાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યા હતા. જોકે બાદમાં પાકિસ્તાને બરાદારને મુક્ત કર્યો હતો.
  • 2018માં તાલિબાને કતારના દોહામાં પોતાનું રાજકીય કાર્યાલય ખોલ્યું હતું. ત્યાં અમેરિકા સાથે શાંતિ મંત્રણા માટે ગયેલા લોકોમાં બરાદર અગ્રણી હતો. તેમણે હંમેશાં અમેરિકા સાથે વાતચીતનું સમર્થન કર્યું છે.

તાલિબાને કહ્યું- કાશ્મીર સહિત સમગ્ર વિશ્વના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો તાલિબાનને અધિકાર
તાલિબાન આજે અફઘાનિસ્તાનમાં તેની સરકારની જાહેરાત કરી શકે છે. એ પહેલાં તેણે રંગો બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારત સાથે સારા સંબંધો જાળવવા તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને ગુરુવારે સાંજે એક મુલાકાતમાં કહ્યું હતું કે તાલિબાનને કાશ્મીર સહિત સમગ્ર વિશ્વના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે.

તાલિબાન આજે અફઘાનિસ્તાનમાં તેની સરકાર બનાવવાની જાહેરાત કરી શકે છે. આ માટે કાબુલમાં મંચ તૈયાર કરવામાં આવ્યા છે અને બેનરનાં પોસ્ટરો છાપવામાં આવ્યાં છે. તાલિબાન ઈરાનની જેમ નવી સરકાર બનાવવા પર વિચાર કરી રહ્યું છે અને મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા તાલિબાન સરકારનો પ્રમુખ બની શકે છે. માનવામાં આવે છે કે શુક્રવારની જુમ્માની નમાઝ બાદ એની જાહેરાત કરવામાં આવશે.

તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત લગભગ તમામ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, પરંતુ તેના લડવૈયાઓને પંજશીરમાં પ્રવેશવામાં મુશ્કેલી પડી રહી છે. પંજશીર સમર્થકોએ હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે પહાડો પરથી તાલિબાન લડવૈયાઓ પર ગોળીઓ અને રોકેટ છોડવામાં આવી રહ્યાં છે. આ લડાઈમાં 40થી વધુ તાલિબાન માર્યા ગયા છે, જ્યારે 19 તાલિબાનને પંજશીરની સેનાએ પકડી લીધા છે.

ચીને તાલિબાનને મદદની ખાતરી આપી
તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીનના જણાવ્યા અનુસાર તાલિબાનની રાજકીય કાર્યાલયના નાયબ નિયામક અબ્દુલ સલામ હનફીએ ચીનના નાયબ વિદેશ મંત્રી વુ જિયાંગહાઓ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, બંને પક્ષોએ અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યમાં અફઘાનિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો પર ચર્ચા કરી. ચીને કહ્યું છે કે તે કાબુલમાં તેના દૂતાવાસને કાર્યરત રાખશે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પ્રાદેશિક સુરક્ષામાં અફઘાનિસ્તાનની ભૂમિકા મહત્વની રહેશે. ચીન અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય ચાલુ રાખશે અને વિસ્તૃત કરશે. ચીન અફઘાનિસ્તાનમાં કોવિડ-19 મહામારીની સારવારમાં પણ સહકાર આપશે.

ભારતે કહ્યું- આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થવો જોઇએ
કાબુલ એરપોર્ટ પરથી જ્યારે ફ્લાઇટ ઓપરેશન શરૂ થશે ત્યારે ભારત ફરી એક વખત પોતાના લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે મીડિયા સાથે વાત કરતી વખતે આ માહિતી આપવામાં આવી છે. બાગચીએ કહ્યું હતું કે હાલમાં કાબુલ એરપોર્ટ બંધ છે. જલદી ત્યાં ઓપરેશન ફરી શરૂ થશે, તેઓ કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કરશે.

અફઘાનિસ્તાનમાં કેવા પ્રકારની સરકાર બનશે? આ સવાલ પર બાગચીએ કહ્યું હતું કે અમે અનુમાન કરી શકતા નથી. અફઘાનિસ્તાનમાં કેવા પ્રકારની સરકાર બની શકે છે તેની અમને કોઈ જાણકારી નથી. કોઈ નક્કર માહિતી નથી. તાલિબાન સાથે ભારતની આગામી મંત્રણાના રોડ મેપના પ્રશ્ન પર બાગચીએ કહ્યું હતું કે એ હા અને ના ની વાત નથી. અમારો ઉદ્દેશ છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થાય નહીં.

કાબુલ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પરથી જલદી ફ્લાઇટ્સ શરૂ થવાની ધારણા છે. કતારની એક ટેક્નિકલ ટીમ એરપોર્ટ પર આતંકવાદી હુમલાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી રહી છે. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટના રોજ અમેરિકી સેનાએ કાબુલ એરપોર્ટ પરથી પોતાનો કબજો છોડ્યા બાદ ત્યાંથી ફ્લાઈટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. અમેરિકા સહિત અન્ય દેશો કાબુલ એરપોર્ટ પરથી આર્મી પ્લેન દ્વારા પોતાના લોકોને એરલિફ્ટ કરી રહ્યા હતા, પરંતુ 31 ઓગસ્ટથી કાબુલ એરપોર્ટ તાલિબાનના કબજામાં છે અને હવે એરપોર્ટને ફરીથી શરૂ કરવાની ટેક્નિકલ ખામીઓને દૂર કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનની કબૂલાત: અમે તાલિબાન માટે બધું જ કર્યું
પાકિસ્તાનના એક મંત્રીએ આ વખતે તાલિબાન સાથેની તેમની નિકટતા વિશેની વાત કબૂલ કરી છે. ઇમરાન સરકારના મંત્રી શેખ રશીદે ખુલ્લેઆમ તાલિબાનનું સમર્થન કરતાં તેને ટેકો આપ્યો છે. રાશિદે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે તાલિબાનના નેતાઓને લાંબા સમય સુધી સુરક્ષિત રાખ્યા છે. તાલિબાન નેતાઓએ અમારે ત્યાં આશરો લીધો હતો, શિક્ષણ લીધું અને અહીં ઘર બનાવ્યું. અમે તાલિબાન માટે બધું જ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...