• Gujarati News
  • International
  • Taliban Live | Biden's Claim: Americans Trapped In Afghanistan Must Be Brought Back; Earlier These People Had Decided To Stay There

તાલીબાનનું શાસન LIVE:એરપોર્ટ બંધ થતા હજારો લોકો પહાડો અને રેતાળ માર્ગોથી 1500 કિમી ચાલીને તુર્કી અને ઈરાન ભાગી રહ્યા છે, તેમાં ગર્ભવતી મહિલાઓ પણ સામેલ

2 મહિનો પહેલા

અમેરિકન સેનાના કાબુલ એરપોર્ટ છોડ્યા પછી અફઘાનિસ્તાનમાંથી લોકોની હિજરત અટકવાનું નામ લેતી નથી. તાલિબાનની ક્રૂરતા અને ભયને કારણે લોકો ગમે તેમ કરીને દેશ છોડવા માંગે છે. એરપોર્ટ બંધ છે, પરંતુ લોકોના પગ નહીં.

તાજેતરનો કિસ્સો અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાન, તુર્કી અને ઈરાનનો છે. આ વિસ્તાર પર્વતો અને રેતાળ માર્ગો મારફતે પાડોશી દેશની સરહદોને સ્પર્શે છે. કાબુલ એરપોર્ટ પર તાલિબાન લડાકુઓના કબ્જા બાદ લોકો આ માર્ગો દ્વારા આ દેશોમાં જીવ માટે રડતા-રડતા આશ્રય લઈ રહ્યા છે.

ડેઇલી મેઈલે એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં હજારો મહિલાઓ (ગર્ભવતી સહિત), બાળકો, વૃદ્ધો અને યુવાન આ માર્ગો દ્વારા તાલિબાનથી દૂર જતા જોવા મળે છે. રિપોર્ટ અનુસાર ભીડમાં એવા ઘણા લોકો છે જે 1,500 કિલોમીટર પગપાળા તુર્કી, ઈરાન ભાગી રહ્યા છે.

જોવો, અફઘાનિસ્તાનથી હિજરતની દયનીય તસવીરો........

પંજશીરના શુતૂલ પર તાલિબાનનો કબજો, નોર્ધન અલાયન્સનો દાવો- યુદ્ધમાં 350 તાલિબાનીઓ માર્યા ગયા; 40થી વધુને બંધક બનાવ્યા
પંજશીરમાં તાલિબાન અને નોર્ધર્ન અલાયન્સ વચ્ચે મંગળવારે રાત્રે ફરીથી જંગ શરૂ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાલિબાને ગોલબહારથી પંજશીરને જોડતા પુલને ઉડાવી દીધો છે. આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થતાં પંજશીરને પરવાન પ્રાંતથી જોડતા માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. તાલિબાને જાહેર માર્ગોને કન્ટેનરોથી બંધ કરી દીધા છે અને શુતૂલ પર કબજો કરી લીધો છે. નોર્ધન અલાયન્સે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યારસુધી 350 તાલિબાનીઓ માર્યા ગયા છે અને મોટા પ્રમાણમાં હથિયારો અને અમેરિકી ગાડીઓ પર કબજો કરી લીધો છે.

જોકે હજુ સુધી નોર્ધન અલાયન્સના દાવાની પુષ્ટી થઈ શકી નથી. પરંતુ તાલિબાન સાથે જોડાયેલા સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા પંજશીરમાં લડત આપી રહેલા મુઝાહિદ્દીન માટે પ્રાર્થના કરવાના સંદેશાઓ વાઇરલ થઈ રહ્યા છે. આવી પોસ્ટના કારણે તાલિબાનની સ્થિતિ નબળી પડી હોવાના સંકેતો મળી રહ્યા છે.

પરવાન પ્રાંતના જબાલ સરાજ જિલ્લા, બગલાન પ્રાંતના અંદરાબ જિલ્લા અને ખવાક પંજશીરમાં પણ યુદ્ધ થયું છે. તાલિબાની પંજશીર ઘાટીમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વિદ્રોહી લડાકુઓ તેમને રોકવામાં સફળ રહ્યા છે. ગત રાત્રે લગભગ 11 વાગ્યે પંજશીરના ગોલબહાર વિસ્તારમાં ઘર્ષણ થયું હતું. તેવામાં અત્યારે નોર્ધન અલાયન્સને અહમદ મસૂદ લીડ કરી રહ્યા છે.

બાઈડનનો દાવો- અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને પરત લાવીશું જ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવ્યા બાદ વ્હાઈટ હાઉસમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને પાછા લાવવાનો દાવો કર્યો અને કહ્યું હતું કે હાલમાં ત્યાં લગભગ 100-200 અમેરિકી નાગરિકો ફસાયેલા છે. સૈન્ય પરત બોલાવ્યા બાદ ત્યાં ફસાયેલા અમેરિકી લોકો મુદ્દે જો બાઇડનની ટીકા થઈ રહી હતી.

બાઈડનને જ્યારે આ મુદ્દે સવાલ કરાયો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ત્યાં જેટલા પણ અમેરિકી નાગરિકો ફસાયા છે તેમની પાસે અફઘાનિસ્તાનની નાગરિકતા પણ છે. પહેલાં તેમણે અફઘાનિસ્તાની હોવાની વાતને ટાંકીને ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે તેઓ અહીં પરત આવવા માગે છે. અફઘાનિસ્તાનમાં જેટલા પણ અમેરિતી હતા તેના 90 ટકા લોકો પરત ફરી ચૂક્યા છે. હવે જે ત્યાં ફસાયેલા છે તેમના માટે કોઇપણ પ્રકારની ડેડલાઈન જેવું નથી, અમે તેમને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

ભારત અને તાલિબાન વચ્ચે પહેલી ઔપચારિક વાતચીત
ભારત અને તાલિબાન વચ્ચે મંગળવારે પહેલીવાર ઔપચારિક વાતચીત થઈ હતી. કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે તાલિબાનના લીડર શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઈ સાથે વાતચીત કરી હતી. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, મિત્તલ અને શેર મોહમ્મદ વચ્ચે આ મુલાકાત તાલિબાનની પહેલ મુદ્દે થઈ છે.

ભારતમાં રહી ચૂક્યા છે શેર મોહમ્મદ
અબ્બાસ તાલિબાનના પોલિટિકલ વિંગનો હેડ છે અને ભારત સાથે તેના સંબંધો પણ વર્ષો જૂના છે. એક નિવેદન દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે તેમના વચ્ચે આ મુલાકાત દોહાસ્થિત ઈન્ડિયન એમ્બેસીમાં થઈ હતી. શેર મોહમ્મદ 1980ના દશકામાં ભારત દેશમાં રહી ચૂક્યો હતો. તેણે દેહરાદૂન સ્થિત મિલિટરી એકેડમીમાં તાલીમ પણ લીધી હતી. ત્યાર પછી શેર મોહમ્મદ અફઘાન મિલિટરીમાં રહ્યા, પરંતુ ત્યાર પછી તે તાલિબાન સાથે જોડાઈ ગયો હતો.

આતંકવાદી સંગઠન ISIS-ખોરાસન પર હવાઈ હુમલાની તૈયારીમાં બ્રિટન
બ્રિટને કહ્યું છે કે તે કોઈપણ સમયે ISIS-Kના અડ્ડાઓ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. તાજેતરમાં પેન્ટાગને ખુલાસો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં અત્યારે લગભગ 2 હજાર ISIS ખોરાસનના આતંકીઓ હાજર છે. બ્રિટનના એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ સર માઇક વિગ્સ્ટને સોમવારે જણાવ્યું હતું કે બ્રિટન ISIS-K વિરુદ્ધ કાર્યવાહીમાં જોડાઇ શકે છે.

કાબુલ એરપોર્ટ પર 73 એરક્રાફ્ટ્સને ડિસલોકેટ કરીને અમેરિકન સેના પરત ફરી
કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે આ દુઃખની ઘડીમાં બ્રિટન તેના ગઠબંધન ભાગીદારો સાથે છે. અમે આ આતંકવાદી સંગઠનને સમાપ્ત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું. મીડિયા રિપોર્ટ અનુસાર, UK સરકારના અધિકારીઓએ એરસ્ટ્રાઈક માટે લોજિસ્ટિક્સની તપાસ કરી છે.

તેમણે રોયલ એરફોર્સ (RAF) ફાઇટર એરક્રાફ્ટનાં લક્ષ્યો, રિફ્યુલિંગ અને બેઝ શરતોનું નિરીક્ષણ કર્યું છે. વિગ્સ્ટને કહ્યું હતું કે અમે સેના મોકલીને અથવા કોઈપણ દેશનાં સાધનોનો ઉપયોગ કરીને આતંકવાદી સંગઠન પર હુમલો કરી શકીએ છીએ.

અમેરિકી સેનાએ કાબુલ એરપોર્ટ પર રાખવામાં આવેલાં 73 એરક્રાફ્ટ્સનો નાશ કર્યો
અમેરિકી સેનાએ સોમવારે રાત્રે અફઘાનિસ્તાન છોડી દીધું હતું. તેમના અમેરિકા પરત ફર્યા પછી જ તાલિબાને કાબુલ એરપોર્ટ પર કબજો કરી લીધો છે, પરંતુ અહીં જેટલાં પણ વિમાનો રહેલાં છે એનો ઉપયોગ તાલિબાન ક્યારેય પણ કરી શકશે નહીં, કારણ કે અમેરિકી સેના આને ડિસલોકેટ કરીને જતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...