તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાન ભરોસે પાકિસ્તાન!:ઇમરાન ખાનની પાર્ટીના નેતા નીલમ શેખે આપ્યું નિવેદન, તાલિબાનો અમને કાશ્મીર જીતીને આપશે

એક મહિનો પહેલા
  • આ નિવેદન સાંભળ્યા પછી એન્કર પણ હસવા લાગ્યા
  • પાકિસ્તાનમાં તાલિબાની ધ્વજ લહેરાઈ રહ્યા છે

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી જો સૌથી વધારે કોઈ રાષ્ટ્ર ખુશ થયું હોય તો તે પાકિસ્તાન છે. આ વાત ત્યાંના નેતાઓનાં નિવેદનથી સ્પષ્ટ થાય છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(PTI)ની નેતા નીલમ ઈરશાદ શેખના નિવેદનથી પાકિસ્તાનના ઈરાદા સ્પષ્ટ થઈ જાય છે. નીલમે એક લાઈવ ટીવી ડિબેટ દરમિયાન કહ્યું હતું, તાલિબાન અમારું સાથી છે અને તે અમને કાશ્મીર જીતીને આપશે. નીલમ માત્ર પીટીઆઈની મોટી નેતા જ નથી, સાથે જ તેમના ઈમરાન ખાનના પરિવાર સાથે પણ સંબંધ છે. ઈમરાનની પત્ની બુશરા બીબી અને નીલમ નજીકના મિત્ર છે. તાલિબાનના કાબુલ પર કબજા પછી પાકિસ્તાનના દરેક વિસ્તારમાં જશ્નનો માહોલ છે. એવી સ્થિતિ છે કે લાલ મસ્જિદમાં પણ તાલિબાનનો ધ્વજ લહરાવવામાં આવી રહ્યો છે.

તાલિબાન પાસે આશા
રવિવારે 'બોલ ટીવી'ના એક લાઈવ શો દરમિયાન એન્કરે PTI નેતા નીલમથી ઈમરાન સરકારીની ઉપલબ્ધિઓ પર સવાલ કર્યો. એ દરમિયાન શેખે ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો. એ જ સમયે તેણે કહ્યું, તાલિબાન અમને કહે છે કે અમે તમારી સાથે છે અને અમને કાશ્મીર જીતીને આપશે.

તેમનું આ નિવેદન સાંભળ્યા પછી એન્કર નૂર-ઉલ-આફરીન અને અન્ય પેનાલિસ્ટ્સ પણ હસવા લાગ્યા. એન્કરે કહ્યું- મેડમ, જરૂર તમારા પર વ્હોટ્સએપ મેસેજ આવ્યો હશે. તમને કોણે આ સપનું બતાવ્યું કે તાલિબાન આપણને કાશ્મીર જીતીને આપશે. જો આવું જ છે તો આપણી સેના શું કરી રહી છે? આ પ્રોગ્રામને દુનિયા જોઈ રહી છે. જાણે છે કે તમે શું કહી દીધું. આ નિવેદન પછી આપણી શું હાલત થશે? એન્કરોએ તેમનું આ નિવેદન વખોડી કાઢ્યું.

પાકિસ્તાનમાં તાલિબાની ધ્વજ લહેરાઈ રહ્યા છે
અફઘાનિસ્તાન પર તાલિબાનોનું શાસન આવ્યા પછી પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં કટ્ટરપંથી અને આતંકીઓ તાલિબાનના ધ્વજ લહેરાવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો સમર્થનમાં રેલીઓ નીકળી રહી છે, પરંતુ સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ઈસ્લામાબાદની સૌથી પ્રસિદ્ધ મસ્જિદ ઉપર તાલિબાનના ધ્વજ લહેરાઈ રહ્યા છે. પ્રશાસને એને એકવાર હટાવી લીધો હતો, પરંતુ પછી એને ફરી લગાવવાનો પ્રયત્ન થયો હતો.

અફઘાનિસ્તાનની જનતા પાકિસ્તાનવિરોધી
અફઘાનિસ્તાનમાં અશરફ ગનીની ભૂતપૂર્વ સરકાર જ નહીં, પરંતુ સામાન્ય જનતા પણ દેશમાં આતંક માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવી રહી છે. ગનીએ લગભગ બે મહિના પહેલાં દુશાન્બેમાં અફઘાનિસ્તાનના બાબતો પરની બેઠક દરમિયાન ઇમરાન ખાનને કહ્યું હતું કે પાકિસ્તાન તેના દેશમાં હિંસા અને વિનાશ માટે જવાબદાર છે અને વિશ્વ એ જાણે છે.

ગની સરકાર દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા હમદુલ્લા મોહિબે પાકિસ્તાનને વેશ્યાલય ગણાવ્યું હતું. મોહિબે કહ્યું હતું કે જો પાકિસ્તાન તાલિબાનને મદદ કરવાનું બંધ કરશે તો અફઘાનિસ્તાન બે મહિનામાં પ્રગતિના માર્ગને અનુસરવાનું શરૂ કરશે, પરંતુ તે પ્રભાવ પાડવા માટે આમ કરી રહ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...