તાલિબાનના બે જૂથમાં તિરાડ:મુલ્લા બરાદરની ખલીલ-ઉર-રહમાન હક્કાની સાથે ઝપાઝપી, જીતનો શ્રેય લેવા અને સત્તાની વહેંચણી વિશે વિવાદ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવ્યા પછી તાલિબાનના બે જૂથમાં એક વાર ફરી તિરાડ પડી હોવાની વાત સામે આવી છે. બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે સરકાર બનાવ્યાના થોડા દિવસ પછી જ કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં જ તાલિબાનના બે જૂથમાં ઝપાઝપી થઈ હતી. વિવાદ એ વાતને લઈને થયો હતો કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાને હટાવવામાં કોનું મહત્વનું યોગદાન કહ્યું અને નવી સરકારમાં સત્તાની વહેંચણી કેવી રીતે કરવામાં આવશે? જોકે તાલિબાનોએ આ રિપોર્ટ નકારી દીધો છે.

આ ઝઘડો ત્યારે સામે આવ્યો છે જ્યારે તાલિબાનના કો-ફાઉન્ડર મુલ્લા અબ્દુલ ગની બરાદર ઘણાં દિવસોથી ગૂમ છે. બીબીસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાની સરકારમાં ડેપ્યૂટી PM બનેલા બરાદર સરકાર ગઠનની પદ્ધતિથી નાખુશ હતા. આ વાત વિશે તેની ખલીલ-ઉર-રહમાન હક્કાની સાથે ગયા સપ્તાહમાં ઉગ્ર ચર્ચા થઈ હતી અને બંને સમર્થકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. નોંધનીય છે કે, આતંકી સંગઠન હક્કાની નેટવર્કના સભ્ય ખલીલ-ઉર-રહમાન હક્કાનીને તાલિબાની સરકારમાં શરણાર્થી મુદ્દે મંત્રી બનાવવામાં આવ્યા છે.

ઝઘડો એ વાત વિશે પણ હતો કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતની ક્રેડિટ કોને આપવી? એક બાજુ બરાદર એવું માને છે કે, તેમના લોકો દ્વારા અપનાવવામાં આવેલી રાજનીતિને ક્રેડિટ મળવી જોઈએ, જ્યારે હક્કાની નેટવર્ક કહે છે કે, અફઘાનિસ્તાનને યુદ્ધથી જીતવામાં આવ્યું છે.

મુલ્લા બરાદર પહેલો તાલિબાની નેતા છે જેણે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે સીધી વાત કરી હતી. તેણે 2020માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર ચર્ચા કરી હતી.
મુલ્લા બરાદર પહેલો તાલિબાની નેતા છે જેણે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે સીધી વાત કરી હતી. તેણે 2020માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર ચર્ચા કરી હતી.

અફઘાનિસ્તાનમાં થયેલા મોટા હુમલામાં હક્કાની નેટવર્કનો હાથ
હક્કાની નેટવર્ક છેલ્લાં અમુક વર્ષોમાં અફઘાનિસ્તાનમાં થયેલા મોટા હુમલામાં સામેલ હતું. આ હુમલા અફઘાની સેના અને તેમનો સાથે આપતા અમેરિકન સૌનિકોને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા હતા. અમેરિકાએ હક્કાની નેટવર્કને આતંકી સંગઠન જાહેર કર્યું ચે, પરંતુ તેના નેતા સિરાઝુદ્દીન હક્કાની તાલિબાની સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.

તાલિબાનીઓએ કહ્યું- સલામત છે મુલ્લાબરાદર
મુલ્લા બરાદર છેલ્લા એક સપ્તાહથી ગુમ હોવાથી ઘણાં ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો અટકળો શરૂ થઈ ગઈ છે કે, કદાચ બરાદરનું મોત થયું છે. જોકે બીબીસીના તાલિબાનો સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, વિવાદ થયા પછી બરાદર કાબુલથી કંધાર જતો રહ્યો હતો. જ્યારે સોમવારે બરાદરનો એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં તે કહી રહ્યો છે કે, તે યાત્રા પર છે અને સલામત છે.

તાલિબાને એવો પણ દાવો કર્યો છે કે, બરાદરની કોઈની સાથે ઉગ્ર ચર્ચા નથી થઈ. પરંતુ તેના કંધાર જવા વિશે તાલિબાનોના નિવેદનમાં ફરક દેખાયો છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે, તાલિબાનના એક પ્રવક્તાનું કહેવું છે કે, તાલિબાનના મુખ્ય નેતાઓને મળવા માટે બરાદર કંધાર ગયો છે, પરંતુ ત્યારપછી કહેવામાં આવ્યું હતું કે, તે થાકી ગયો છે અને થોડા દિવસ આરામ કરવા માંગે છે.

તાલિબાન સરકારની જાહેરાતો માટે અત્યાર સુધી તેના પ્રવક્તા જ સામે આવ્યા છે. કોઈ મોટો નેતા દુનિયાની સામે આવ્યો નથી
તાલિબાન સરકારની જાહેરાતો માટે અત્યાર સુધી તેના પ્રવક્તા જ સામે આવ્યા છે. કોઈ મોટો નેતા દુનિયાની સામે આવ્યો નથી

તાલિબાનનો સુપ્રીમ લીડર હિબ્તુલ્લાહ અખુંદજાદા પણ ગુમ
અખુંદજાદા વિશે તાલિબાનોએ કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં જ દુનિયાની સામે આવશે. પરંતુ આ નિવેદન આવ્યાના 15 દિવસ પછી પણ તે દેખાયો નથી. ચર્ચા એવી પણ છે કે, અખુંદજાદાને મારી દેવામાં આવ્યો છે અથવા તે ગંભીર રીતે બીમાર છે. જો આવું નથી તો અત્યાર સુધી તે સામે કેમ નથી આવ્યો.
અખુંદજાદા 2016માં તાલિબાનનો મુખિયા હતો. 5 વર્ષમાં તેનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. ગયા વર્ષે એવી વાત સામે આવી હતી કે અખુંદજાદા ઘણો બીમાર છે અને તેનું મોત પેશાવરમાં થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...