• Gujarati News
  • International
  • Afghan TV Channels Do Not Show Programs Featuring Female Actors, Women Journalists Are Required To Wear Veils

તાલિબાનનું ફરમાન:અફઘાન ટીવી ચેનલ એ પ્રોગ્રામ ન બતાવે, જેમાં મહિલા કલાકાર હોય, વુમન જર્નલિસ્ટે બુરખો પહેરવો પણ જરૂરી

કાબુલ14 દિવસ પહેલા
  • રવિવારે તાલિબાન સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે
  • ટીવી ચેનલ્સને કડકાઈથી તેનું પાલન કરવા ટકોર પણ કરવામાં આવી છે

અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે દેશની તમામ ટીવી ચેનલ્સને આદેશ આપ્યો છે કે તે એવા પ્રોગ્રામને બિલકુલ ટેલિકાસ્ટ ન કરે, જેમાં મહિલા કલાકાર હોય. રવિવારે બહાર પાડવામાં આવેલા ફરમાનમાં બીજી પણ ઘણી વાતો કહેવામાં આવી છે. ન્યુઝ ચેનલ્સને એ કહેવામાં આવ્યું છે કે તે એ પણ નક્કી કરે કે તેમની દરેક મહિલા પત્રકારે પોતાનો રિપોર્ટ ટેલિકાસ્ટ કરતી વખતે પરંપરાગત બુરખો પહેર્યો હોય.

થોડા દિવસો પહેલા અફઘાનિસ્તાનના માહિતી અને પ્રસારણ વિભાગે કહ્યું હતું કે દેશમાં ચાલતી તમામ ટીવી ચેનલ્સે તેમની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કરવાની સાથે સમગ્ર દેશમાં કબજો કર્યો હતો. તે પછી ઘણા નિયમોને લાગુ કરવામાં આવ્યા છે.

હવે નવી ગાઈડલાઈન્સ
રવિવારે તાલિબાન સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. તેને રિલિજિયસ ગાઈડલાઈન કહેવામાં આવે છે. દેશની તમામ ટીવી ચેનલ્સને કહેવામાં આવ્યું છે કે તે સખ્તીથી તેનુ પાલન કરે. સખ્ત શરત એ જ છે કે અહીં હવે માત્ર એ જ ડ્રામા કે પ્રોગ્રામને ટેલિકાસ્ટ કરી શકાશે, જેમાં મહિલા એક્ટર્સ ન હોય.

ન્યુઝ ચેનલ્સને કહેવામાં આવ્યું છે કે તે એ એન્કર્સ કે જર્નલિસ્ટ્સનો રિપોર્ટ્સ ટેલિકાસ્ટ ન કરે, જેમાં તેમણે બુરખો પહેર્યો ન હોય. એવી ફિલ્મો કે પ્રોગ્રામને પ્રસારિત કરી શકાશે નહિ, જેમાં ઈસ્લામ સાથે સંબંધિત ચિત્ર દેખાડવામાં આવ્યા હોય.

તાલિબાને સત્તામાં આવ્યા પછી વાયદો કર્યો હતો કે તે મહિલા પત્રકારોને કામની આઝાદી આપશે.
તાલિબાને સત્તામાં આવ્યા પછી વાયદો કર્યો હતો કે તે મહિલા પત્રકારોને કામની આઝાદી આપશે.

પરંપરાઓનું ધ્યાન રાખો
ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે એવા પ્રોગ્રામ કે ફિલ્મો ન દેખાડી શકાય જે ઈસ્લામ કે અફઘાનિસ્તાનની પરંપરાઓની વિરુદ્ધ હોય. તાલિબાન પ્રવકતા હાકિફ મોહાજિરે કહ્યું- અમે અહીં સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે આ નિયમ નથી પરંતુ ગાઈડલાઈન્સ છે. અમે આશા રાખીએ છીએ કે દેશની ટીવી ચેનલ્સ તેનુ પાલન કરશે. તાલિબાને નવી ગાઈડલાઈન્સ સોશિયલ મીડિયા પર બહાર પાડી છે, જેથી આમ લોકો પણ તેને સમજી શકે.

મહિલાઓને અધિકાર નથી
તાલિબાને સત્તા સંભાળ્યા પછી એવો વાયદો કર્યો હતો કે આ વખતે મહિલાઓને ઈસ્લામની હદમાં રહીને તમામ અધિકાર આપવામાં આવશે. જોકે હજુ સુધી આવું થઈ રહ્યું નથી. યુનિવર્સિટી અને સ્કુલોમાં મહિલાઓ માટે નિયમ ખૂબ જ સખ્ત છે. મહિલા જર્નલિસ્ટ્સને રોડ પર મારવામાં આવી.

અફઘાનિસ્તાનમાં બે દાયકાથી પ્રાઈવેટ મીડિયા ચેનલ્સ છે. તાલિબાનના સત્તામાં આવ્યા પછી તેની પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તે પછી ઘણી ચેનલ્સો બંધ થઈ ગઈ છે. તાલિબાને 1996થી 2001 સુધી પ્રથમ વખત અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. ત્યારે મીડિયા ન હોવા સમાન હતું. ફિલ્મો અને મ્યુઝીક પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...