• Gujarati News
  • International
  • Taliban Government In Afghanistan | Taliban Try To Form New Government In Afghanistan With Shura Council May Lead The System

અફઘાનિસ્તાનમાં બનશે નવી સરકાર:દેશ ચલાવવા તાલિબાન શૂરા-કમિટી બનાવશે, તેના વડાપ્રધાન માટે રઈસ-ઉલ-વજીરા શબ્દ વપરાશે, તાલિબાનના લીડર અખુંદઝાદા સર્વોપરિ રહેશે

2 મહિનો પહેલા
  • તાલિબાનના શાસનમાં શૂરા સૌથી શક્તિશાળી હશે, જેનું નેતૃત્વ પણ તાલિબાન જ કરશે- સૂત્રો

અફઘાનિસ્તાન પર તાલિબાન શાસન અને અમેરિકન સૈન્ય પરત ફર્યા પછી કાબુલમાં તાલિબાને નવી સરકાર રચવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. તાલિબાને ઘણીવાર કહ્યું હતું કે તે દેશની વસતિ અને અન્ય વસાહતોને સરકારમાં જગ્યા આપવા માગે છે, પરંતુ અત્યારસુધી આ મુદ્દે યોગ્ય દિશા મળી શકી નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે, તાલિબાન એક શૂરા કાઉન્સિલની સહાયતાથી દેશની શાસન વ્યવસ્થાનું નિર્માણ કરવા ઇચ્છે છે અને એના માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેમાં એક વડાપ્રધાન અને કેબિનેટ પણ હશે, જે સરકારનાં કાર્યોને યોગ્ય દિશા સૂચવશે. ઈરાનની જેમ એક સુપ્રીમ લીડર પણ હોઇ શકે છે.

શૂરા અને અન્ય વ્યવસ્થાઓ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાલિબાનના શાસનમાં શૂરા સૌથી શક્તિશાળી હશે, જેનું નેતૃત્વ પણ તાલિબાન જ કરશે. તાલિબાનના વડા શેખ હિબતુલ્લાહ અખુંદઝાદા સુપ્રીમ લીડર રહેશે, જેમાં એક વડાપ્રધાન પણ હશે, જેમને રઈસ-ઉલ-વજીરા કહેવાશે. તેમની પાસે કેબિનેટ પણ હશે, જે શૂરા હેઠળ કામ કરશે.

વિવિધ પ્રાંતોમાં કેવી રીતે સરકારની રચના કરવા મુદ્દે હજુ ઘણી અસમંજસ રહેલી છે. અહીં ન્યાયિક વ્યવસ્થાને પણ ઊંડાણપૂર્વક અને કડક દેખરેખ હેઠળ લાગુ કરાશે. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે આના માટે શરિયા કાયદાઓની સહાયતા લેવાશે.

શૂરા એટલે શું અને એ કયા કયા દેશોમાં છે?
શૂરા અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ એક કમિટી થાય છે, જે સલાહ અને માર્ગદર્શન પૂરાં પાડે છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, અત્યારે કોઇપણ ઇસ્લામિક દેશમાં સંપૂર્ણપણે શૂરા લાગુ કરાયો નથી. હા, ઘણા દેશો એવા છે, જ્યાં આનું અસ્તિત્વ છે, પરંતુ ત્યાં એના આદેશને સંપૂર્ણપણે આચરણમાં લેવાય એવો ગણાતો નથી.

1990ના દશકામાં ક્વેટા કરીને એક શબ્દ હતો, જે ઘણો પ્રચલિત હતો. આમ જોવા જઇએ તો તાલિબાનના ઘણા નેતા પાકિસ્તાન સાથે જોડાયેલા છે અને તેમના ક્વેટા શહેર સાથે ઘણા સારા સંબંધો પણ છે. આવા નેતાઓ અહીં બેસીને આદેશો આપતા હોવાથી આને ક્વોટા શૂરા કહેવામાં આવે છે. અશરફ ગની અને હામિદ કરઝઈએ પણ આનો ઉલ્લેખ કર્યો, પરંતુ પાકિસ્તાન ક્વેટા શૂરાના અસ્તિત્વને નકારી રહ્યું હતું.

અન્ય કયા કયા પ્રદેશમાં શૂરા કાઉન્સિલ છે
ઘણા દેશોમાં આંશિક અથવા પ્રતીકાત્મક રૂપે શૂરા કાઉન્સિલ કાર્યરત છે. તેમનું કામ સરકાર અથવા શાસનવ્યવસ્થાને સલાહ આપવાનું હોય છે. આ કાઉન્સિલનાં નામોનો પ્રયોગ પણ વિવિધ રૂપે કરવામાં આવે છે. પાકિસ્તાની સંસદને મજલિસ-એ-શૂરા પણ કહેવાય છે. મિસ્ત્રમાં સંસદના ઉચ્ચ સદનને શૂરા કાઉન્સિલ કહેવાય છે. ઈન્ડોનેશિયામાં પણ આવી જ પરિસ્થિતિ છે. સાઉદી અરબમાં રાજાશાહી છે, પરંતુ ત્યાં પણ એડવાઇઝરી કાઉન્સિલ રૂપે શૂરા કાઉન્સિલ કાર્યરત છે. ઓમાનમાં પણ આ પ્રમાણે વ્યવસ્થા છે. શૂરા કાઉન્સિલ ત્યાં સલાહ-સૂચન આપી શકે છે, પરંતુ સુલતાન ઇચ્છે તો આનું પાલન કરવા માટે પણ મનાઈ ફરમાવી શકે છે. કતારમાં પણ શૂરા કાઉન્સિલ છે.

ઈરાનમાં પણ શૂરા વ્યવસ્થા છે. જોકે મોટા ભાગે મુસ્લિમ દેશોમાં શરિયાત સાથે જોડાયેલી વાતોને કાયદાકીય રૂપ આપી અમલમાં મુકાય છે. આને લિગલ સિસ્ટમનો ભાગ બનાવાયો છે.

તાલિબાનના પહેલા શાસનના કાયદા

  • પુરુષો માટે દાઢી રાખવી ફરજિયાત હતી. મહિલાઓ માટે અબાયા અથવા બુરખો અનિવાર્ય હતો.
  • મનોરંજનનાં સાધનો એટલે કે સિનેમા, ટીવી અથવા સંગીત સામે સંપૂર્ણ પ્રતિબંધ.
  • 10 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓને શિક્ષાનો અધિકાર નહોતો. નોકરી કરવા પર પણ પ્રતિબંધ.
  • મહિલાઓ જ્યારે પણ ઘરની બહાર કોઇ કારણોસર જાય ત્યારે તેની સાથે એક પુરુષ સભ્યની હાજરી અનિવાર્ય હતી.
  • પુરુષ ડોકટર મહિલાઓની સારવાર કરી શકતા નહોતા.
  • પથ્થરોથી માર-મારીને મોતને ઘાટ ઉતારવા અને ગળું કાપવાથી લઇને ચાબુક મારવી અને જાહેરમાં ફાંસી આપવાની સજાઓ પણ અપાતી હતી.
અન્ય સમાચારો પણ છે...