તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ CIA ચીફની ચેતવણી:તાલિબાન ભારત માટે બની શકે છે ખતરો, પાકિસ્તાની આર્મીની હક્કાની નેટવર્ક સાથેની નજીકતા ભારત માટે ચિંતાજનક

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડગલસ લંડન 34 વર્ષના અનુભવ પછી વરિષ્ઠ સીઆઈએના અધિકારી તરીકે રિટાયર્ડ થયા હતા
  • પાકિસ્તાન સમર્થિત આ જેહાદી સમુહ તેમના નિયંત્રણની બહાર થઈ શકે છે

અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ પછી આ દેશમાં ઘટી રહેલા ઘટનાક્રમ પર વિશ્વની નજર છે. અમેરિકાની જાસૂસી એજન્સી(CIA)ના પ્રમુખ રહી ચુકેલા ડગલસ લંડને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન પરત ફરવું તે ભારત માટે ઘણી બાબતોમાં ચિંતાજનક હોઈ શકે છે.

પાકિસ્તાની સેનાની હક્કાની નેટવર્કની સાથેની નજીકતા ભારત માટે ચિંતાનો વિષય
ડગલસ વર્ષ 2016-18 દરમિયાન દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આતંકવાદ નિરોધ માટે સીઆઈએના પ્રમુખ તરીકે અફઘાનિસ્તાનમાં હતા. 34 વર્ષના અનુભવ પછી વરિષ્ઠ સીઆઈએના અધિકારી તરીકે વર્ષ 2019માં તે રિટાયર્ડ થયા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું તાલિબાનને સમર્થન અને પાકિસ્તાની સેનાની હક્કાની નેટવર્કની સાથેની નજીકતા ભારત માટે ચિંતાનો વિષય છે.

અમેરિકાના ઈતિહાસનો સૌથી ખરાબ કરાર
ડગલસ આ મહિને રિલિઝ થવા જઈ રહેલા તેમના સંસ્મરણ ધ રિક્રૂટરઃ સ્પાયઈંગ એન્ડ ધ લોસ્ટ આર્ટ ઓફ અમેરિકન ઈન્ટેલિજન્સના પગલે સમાચારોમાં છે. ડગલસે આ સંસ્મરણમાં એ વાતને લઈને ઘણી ચર્ચા કરી છે કે કઈ રીતે વર્ષ 2020માં અમેરિકા-તાલિબાનની વચ્ચે થયેલો શાંતિ કરાર, અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખરાબ કરાર છે. એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મને લાગે છે ભારત પાસે ચિંતિત થવાનું વ્યાજબી કારણ છે. તાલિબાનની સાથે ઘણા જેહાદી સંગઠનોને સમર્થન આપવાની પાકિસ્તાનની નીતીઓ, ભારત-પાક પ્રતિસ્પર્ધાના દ્રષ્ટિકોણ મુજબ બનતી રહે છે. પાકિસ્તાન ભારતને એક ખતરા તરીકે જોવે છે અને કોઈ પણ મુદ્દા કે પડકારના તે દ્વષ્ટિકોણથી જોવામાં આવે છે.

પાકિસ્તાનના શાસન માટે પણ બની શકે છે ખતરો
ડગલસે કહ્યું કે મને એ વાતનો ડર છે કે પાકિસ્તાન દ્વારા સમર્થિત આ જેહાદી સમુહ તેમના નિયંત્રણથી બહાર થઈ શકે છે અને ત્યાં સુધી કે પાકિસ્તાનમાં જનરલના શાસન માટે ખતરો પણ બની શકે છે. જો જનરલોને જિહાદી, ધાર્મિક કે આઈએસઆઈએસ જેવા સંગઠનો દ્વારા ઉખાડીને ફેંકવામાં આવે છે તો ઘણું ચિંતાજનક હશે. તેમણે વધુમાં કહ્યું કે મને લાગતુ નથી કે ભારતે છેલ્લા થોડા વર્ષોમાં ઈસ્લામ વિરોધી અભિયાનો અને રાજકીય લાભ માટે રાષ્ટ્રવાદ અને ધર્મના ઉપયોગથી પોતાની કોઈ પણ રીતની મદદ કરી હોય. મારા હિસાબથી આ બધી ઘટનાઓ ભારતને આંતરિક અને બહારથી ખૂબ જ સંવેદનશીલ બનાવી રહી છે.

ચીન હાલ અફઘાનિસ્તાન સાથે પણ નજીકતા વધારવાની કોશિશ કરે છે
ડગલસે વધુમાં કહ્યું કે ભારતનો ચીન સાથેનો તણાવ સ્પષ્ટ રીતે વધી રહ્યો છે. ચીન પાકિસ્તાનની નજીકનું પાર્ટનર પણ છે અને તે હવે અફઘાનિસ્તાનની સાથે પણ સારો સંબંધ સ્થાપિત કરવાની કોશિશમાં છે. જોકે ચીન એ વાતને લઈને પણ ખૂબ ચિંતિત થઈ શકે છે કે જો તાલિબાન ચીનમાં ઉઈગર મુસ્લિમોના અલગાવવાદનું સમર્થન કરે છે તો કેવી સ્થિતિ સર્જાશે. ચીન તાલિબાનને આવું ન કરવા માટે પ્રેરશે, જોકે મને લાગે છે કે તાલિબાની અન્ય જિહાદી સમુહને પ્રોત્સાહન આપવાની કોશિશ કરશે. મને લાગતુ નથી કે સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનનોની સાથે પોતાના સંબંધોને તોડશે. એવામાં ભારત અને સમગ્ર સેન્ટ્રલ એશિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

મારા હિસાબથી ભારત, પાકિસ્તાન, ઈરાન અને સેન્ટ્રલ એશિયાના દેશોને એ અહેસાસ કરાવવાની જરૂરિયાત છે કે તેમણે થોડો ફેરફાર કરવાની જરૂરિયાત છે અને સાથે જ કામ કરવાની જરૂરિયાત છે, જેથી એ તાકાતોને રોકી શકાય જે ક્ષેત્રમાં અશાંતિ અને અસ્થિરતા સર્જવાની કોશિશમાં છે. પાકિસ્તાની જનરલને એ અહેસાસ કરાવવાની જરૂરિયાત છે કે તેમની પાસે વધુ સમય નથી કારણ કે તેમણે ઘણી તાકાતોને પ્રોત્સાહન આપ્યું છે અને જે તેમનો પોતાનો પણ નાશ કરી શકે છે

અન્ય સમાચારો પણ છે...