પાકિસ્તાનની અફઘાનિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક:હુમલામાં 40થી વધુ લોકોના મોતનો દાવો, તાલિબાન સરકારે કહ્યું- પાકિસ્તાન ધીરજની કસોટી ન કરે

3 મહિનો પહેલા

શનિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર પેસા મિલા અને મીર સફર બોમ્બ વિસ્ફોટમાં 5 બાળકો અને 1 મહિલાના મોત થયા છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે આ હુમલો ખોસ્તના સ્પેરા જિલ્લામાં થયો હતો, જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે. હવાઈ ​​હુમલા બાદ અફઘાનિસ્તાનના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો.

આ હુમલા અંગે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે, ત્યાંના મીડિયાનું કહેવું છે કે એરસ્ટ્રાઈક મારફતે તહરીક-એ-તાલિબાન (TTP) પર હુમલો કરવામાં આવ્યો હતો.

એરસ્ટ્રાઈક બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના રાજદૂત મનસૂર અહમદ ખાન (ડાબે)નો સંપર્ક કર્યો છે
એરસ્ટ્રાઈક બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના રાજદૂત મનસૂર અહમદ ખાન (ડાબે)નો સંપર્ક કર્યો છે

એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાની રાજદૂતનો સંપર્ક કરાયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી છે. હવાઈ ​​હુમલા બાદ તાલિબાન સરકારે પાકિસ્તાનના રાજદૂત મન્સૂર અહેમદ ખાનનો સંપર્ક કર્યો છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી અને નાયબ રક્ષા મંત્રી અલ્હાજ મુલ્લા શિરીન અખુંદ હાજર હતા.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટ કરી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની નિંદા કરી છે
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટ કરી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની નિંદા કરી છે

અફઘાનિસ્તાનની ધીરજની કસોટી ન કરે પાકિસ્તાન
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે ટ્વીટ કરીને પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું- અફઘાનિસ્તાનની સરકાર પાકિસ્તાન પાસેથી માંગ કરે છે કે તે આવા મામલામાં અફઘાનિસ્તાનની ધીરજની કસોટી ન કરે. જો ફરી આવી ભૂલ થશે તો તેના ખરાબ પરિણામો આવશે. બંને દેશો વચ્ચેની સમસ્યાઓ રાજકીય માધ્યમથી ઉકેલવી જોઈએ.

એરસ્ટ્રાઈક મારફતે TTPને નિશાન બનાવ્યા
પાકિસ્તાની મીડિયાલ અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને પશ્તુન ઈસ્લામિક જૂથને હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે અફઘાનિસ્તાનના ગોર્બજ જિલ્લામાં પાકિસ્તાની અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...