તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:અફઘાની રાષ્ટ્રપતિ ગનીએ ના આપ્યું રાજીનામું; લોકોને મેસેજ આપતાં કહ્યું- 20 વર્ષમાં જે મેળવ્યું છે એને ગુમાવીશું નહીં

એક મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની આજે રાજીનામું આપે એવી શક્યતાને તેમણે નકારી દીધી છે. શનિવારે તેમણે દેશને રેકોર્ડેડ સંદેશ આપતાં કહ્યું હતું કે હું વિશ્વાસ અપાવું છું કે આગામી સમયમાં દેશમાં અસ્થિરતા નહીં રહે. અમે દેશ-વિદેશમાં આ વિશે ઘણી ચર્ચાવિચારણા કરી છે અને ટૂંક સમયમાં જ તેનાં પરિણામ જાહેર કરવામાં આવશે. છેલ્લાં 20 વર્ષમાં આપણે જે મેળવ્યું છે એને ગુમાવીશું નહીં.

રાષ્ટ્રપતિ ગનીએ વધુમાં કહ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં અફઘાન સૈન્યને પુનર્ગઠિત કરવું પ્રથમ પ્રાથમિકતા છે. યુદ્ધમાં અફઘાન સેનાને મરવા નહીં દીએ. એવો ક્યાસ લગાવવામાં આવતો હતો કે તેઓ આજે દેશની પરિસ્થિતિને કારણે રાજીનામું આપી દેશે. જ્યારે ગઈકાલે મોડી રાત સુધી તેમની સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે ગની અંતિમ સમય સુધી રાષ્ટ્રપતિ જ રહેશે.

તાલિબાન અને અફઘાનીઓ સામ-સામે
અત્યારે તાલિબાન અને અફઘાન સેના વચ્ચે મેદાન વિસ્તારમાં ગવર્નર કમ્પાઉન્ડ પાસે ભીષણ લડાઈ ચાલી રહી છે. આ મેદાન વિસ્તારને કાબુલનો ગેટવે પણ કહેવામાં આવે છે. શનિવારે સવારે તાલિબાનોએ પત્કિયા રાજ્યના શરના શહેર પર પણ કબજો કરી લીધો છે. ત્યાર પછી તાલિબાન કાબુલથી માત્ર એક કલાકના અંતરે જ છે.

19 રાજ્ય પર તાલિબાનોનો કબજો
આતંકી સંગઠન તાલિબાન હવે કાબુલથી એક કલાકના અંતરે જ છે. શુક્રવારે 6 રાજ્ય પર કબજો કર્યા પછી આતંકીઓએ દાવો કર્યો છે કે તેમણે શનિવારે સવારે પત્કિયા રાજ્યના પાટનગર શરના પર કબજો કરી લીધો છે. અહીંથી ભારે હથિયાર ભેગાં કરવામાં આવ્યાં છે.

હવે તાલિબાન અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ એરપોર્ટથી એક કલાકના અંતરે જ છે. આ સંજોગોમાં આશંકા છે કે આતંકી સંગઠન અહીં કોઈ હુમલો કરી શકે છે. બે દિવસ પહેલાં સુધી અંદાજ લગાવવામાં આવતો હતો કે આતંકીઓને કાબુલ પહોંચવામાં 90 દિવસનો સમય લાગશે. એક દિવસ પછી જ તાલિબાનોએ કાબુલ સુધીનું 30 દિવસનું અંતર ઘટાડી દીધું અને હવે તે ટૂંક સમયમાં કાબુલ પર કબજો કરી લેશે.

પત્કિયા આતંકીઓના કબજામાં આવનારું 19મું રાજ્ય છે. છેલ્લા 7 દિવસમાં આતંકીએ 18 રાજ્ય પર કબજો કર્યો છે. તાલિબાન પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, અહીં ભીષણ લડાઈ પછી કબજો કરવામાં આવ્યો છે.

પત્કિયા આતંકીઓના કબજામાં આવનારું 19મું રાજ્ય છે.
પત્કિયા આતંકીઓના કબજામાં આવનારું 19મું રાજ્ય છે.

અમેરિકન સૈનિકોનું પહેલું ગ્રુપ કાબુલ પહોંચ્યું
તાલિબાનોને ટક્કર આપવામાં અફઘાનિસ્તાનની સેના નિષ્ફળ રહી છે. ઘણાં રાજ્યોમાં સૈનિકોએ લડ્યા વગર જ હથિયાર હેઠાં મૂકી દીધાં છે. તાલિબાનની ઝડપને ધ્યાનમાં રાખીને અમેરિકન સરકારે તેમના નાગરિકોને કાબુલમાંથી કાઢવા માટે સેના મોકલી છે. એમાંનું પહેલું જૂથ ત્યાં પહોંચી ગયું છે.

પત્કિયામાંથી મોટી માત્રામાં હથિયારનો જથ્થો મળ્યો છે.
પત્કિયામાંથી મોટી માત્રામાં હથિયારનો જથ્થો મળ્યો છે.

બલ્ખમાં ભારતથી મળેલું વિમાન તોડી પાડ્યાનો દાવો
જે તાલિબાનો સૂત્રો સંપર્કમાં છે તેમણે બલ્ખ રાજ્યમાં કોદ-એ-બર્ક વિસ્તારમાં ભારત પાસેથી મળેલા વિમાનને તોડી પાડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ વિશે હજી કોઈ તસવીર શેર કરવામાં આવી નથી. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે અફઘાનિસ્તાનનું એક ઉચ્ચ પ્રતિનિધિમંડળ પાકિસ્તાન જઈ રહ્યું છે.

હેરાંત પ્રાંતની સરકારે કર્યું સરન્ડર
હેરાત પ્રાંતની સમગ્ર સરકારે તાલિબાન આગળ સરન્ડર કરી દીધું છે. અફઘાનિસ્તાનમાં હેરાત પ્રાંતના ગવર્નર, પોલીસ ચીફ, એનડીએસ ઓફિસના હેડની તાલીબાનોએ અટકાયત કરી છે. તાલિબાન સામે યુદ્ધમાં પ્રતીક રહેલા મોહમ્મદ ઈસ્માઈલ ખાન પણ તાલિબાનની પકડમાં છે.

અન્ય સમાચારો પણ છે...