અફઘાનિસ્તાનમાં મહિલાઓનું પ્રદર્શન:જે તાલિબાનીઓ આગળ 3 લાખ સૈનિક ઝૂકી ગયા, ત્યાં 5 મહિલાઓ અડીખમ; કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શકે

3 મહિનો પહેલા
  • મહિલાઓ કહ્યું 20 વર્ષથી જે અધિકારો અમને મળી રહ્યા હતા તે અધિકારો અમે માગીએ છે
  • રાજકારણમાં ભાગીદારીએ મહિલાઓનો હક છે

તાલિબાને ગયા રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પણ કબજો કર્યો છે. તેનાથી સંપૂર્ણ દેશ પર તાલિબાનીઓનું શાસન લાગી ગયું છે. જે તાલિબાનિઓ આગળ 3 લાખ અફઘાન સૈનિકો ઝૂકી ગયા તે તાલિબાનીઓ વિરુદ્ધ પાંચ મહિલા પ્રદર્શન કરી રહી છે. તેમને તાલિબાની શાસન મંજૂર નથી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાના ત્રીજા દિવસે કાબુલમાં 5 મહિલાઓ પ્રદર્શન કરતી જોવા મળી. તેમના સામે સશસ્ત્ર લડાકુઓ પણ હતા તો પણ મહિલાઓ ગભરાઈ નહી અને તેમના સામે વિરોધ કરતી રહી.

આ પ્રદર્શન કરતી મહિલાઓ કહ્યું 20 વર્ષથી જે અધિકારો અમને મળી રહ્યા હતા તે અધિકારો અમે માગીએ છે. અમે શિક્ષણ અને કામ કરવાની સ્વતંત્રતા ઈચ્છીએ છે. રાજકારણમાં ભાગીદારીએ અમારો હક છે. સોશિયલ એક્ટિવિટીનો અધિકાર પણ મળવો જોઈએ.

અફઘાનિસ્તાન મહિલાઓને અવગણી ના શકે
હાથમાં પોસ્ટર પકડેલી એક મહિલાએ કહ્યું વર્તમાન બંધારણ પ્રમાણે અફઘાનિસ્તાનની મહિલાઓને તમામ અધિકારો આપવામાં આવે. અફઘાનિસ્તાન મહિલાઓને અવગણી ના શકે. અફઘાનિ મહિલાઓનો અવાજ કોઈ પણ સત્તા દબાવી નહી શકે. 20 વર્ષમાં અફઘાન મહિલાઓએ જે પણ હાસંલ કર્યુ છે, તેને ભૂલી ના શકે. અમે લડતા રહીશું.

મહિલાઓની સ્વતંત્રતા પર તાલિબાનનું નિવેદન
તાલિબાને મંગળવારે મહિલાઓની સ્વતંત્રતા, મીડિયાની આઝાદી અને સૌને માફ કરી દેવાની વાત કહી હતી. મહિલાઓને સરકારમાં સામેલ થવાની પણ અપીલ કરી હતી, તાલિબાને કહ્યું કે મહિલાઓને શરિયા કાયદા પ્રમાણે હક મળશે. બુર્ખો પહેરીને ભણવા તેમજ કામ કરવાની પરવાનગી મળશે.

આ ઈસ્લામી કાયદા સાથે જોડાયેલ બાબત, સિદ્ધાંત બદલવામાં નહી આવે: તાલિબાની પ્રવક્તા તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે કહ્યું કે આ ઈસ્લામી કાયદાના સિદ્ધાંતોને બદલી ના શકીએ. કેટલાક તાલિબાની નેતાઓનો પહેરવેશ બદલાયેલો જોઈ શકાય છે પરંતુ સંગઠનની વિચાકધારા નથી બદલાઈ.

કાબુલ છોડીને બીજા પ્રાંતોમાં મહિલાઓની સ્થિતિ ખરાબ
તાલિબાને પોતાની ઓળખાણ બદલવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કાબુલમાં મહિલાઓને કામ કરવા પર, બજારમાં જવાની છૂટ આપી છે, પરંતુ તે માત્ર દુનિયા સામે દેખાડો કરવા માટે જ છે. બીજા પ્રાંતોમાં હજી આવું નથી. ત્યાં મહિલાઓ બજાર તો દૂરની વાત છે પણ પોતાના ઘરની બહાર પણ નહી નિકળી શકતી.

હસ્તિઓના ફેન્સી તસવીરોવાળા બ્યૂટી પાર્લર બંધ
કાબુલના રસ્તાઓ પર ચાલતા લાગી રહ્યું છે કે બજાર ધીમે-ધીમે ખુલી રહ્યું છે. ટોપ હસ્તિઓના ફેન્સી ફોટાવાળા બ્યૂટી પાર્લર બંધ છે. શહેરના કેટલાક ભાગોમાં માર્ગોના કિનારે તાલિબાન લડાકુઓ અફઘાન પોલીસના વાહનોમાં ફરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...