તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Taliban Capture Indian Photojournalist Danish Siddiqui Alive, Brutally Kill Him After His Identity Is Revealed

અમેરિકાના મેગેઝિનનો દાવો:તાલિબાને ભારતીય ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીને જીવતો પકડ્યો હતો, ઓળખ જાહેર થયા પછી ક્રૂર રીતે હત્યા કરી

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • પત્રકાર અમને કહ્યા વગર યુદ્ધના વિસ્તારમાં આવી રહ્યા છેઃ તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ

ભારતના ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીના અફઘાનિસ્તાનમાં મૃત્યુના મામલામાં એક અમેરિકન મેગેઝિને એક નવો દાવો કર્યો છે. વોશિંગ્ટન એક્ઝામિનર નામના મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ મુજબ, દાનિશનું મૃત્યુ ક્રોસ ફાયરિંગમાં થયું નથી. જોકે તાલિબાનન આતંકીઓએ તેમની હત્યા કરી હતી. આ પહેલાં એવી માહિતી પ્રકાશમાં આવી હતી કે પુલિત્ઝર અવોર્ડ વિનર દાનિશની 16 જુલાઈએ તાલિબાન અને અફઘાન સેનાની ક્રોસ ફાયરિંગમાં મૃત્યુ થયુ હતું. તે રોઇટર્સ તરફથી આ સંઘર્ષને કવર કરી રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે દાનિશ પાકિસ્તાનની નજીક આવેલા વિસ્તારમાં અફઘાન આર્મીની સાથે હતા. ત્યારે તેમની પર તાલિબાનના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. મેગેઝિનના જણાવ્યા મુજબ, સિદ્દીકીના મૃત્યુની સ્થિતિ હવે સ્પષ્ટ છે. તેઓ માત્ર ફાયરિંગમાં મૃત્યુ પામ્યા ન હતા. તાલિબાને તેમની ખરાબ રીતે હત્યા કરી હતી.

હુમલા દરમિયાન સેનાના યુનિટથી અલગ થઈ ગયા હતા દાનિશ
રિપોર્ટ મુજબ, અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું કે દાનિશ નેશનલ આર્મીની એક ટીમની સાથે સ્પિન બોલ્ડક એરિયામાં ગયા હતા. અહીં તાલિબાનની સાથે અફઘાન સેનાનો જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન તાલિબાન આતંકીઓએ હુમલો કરીને ટીમને બે હિસ્સામાં વહેંચી નાખી હતી. અફઘાન કમાન્ડર અને ત્રણ અફઘાન સૈનિક બાકીના યુનિટથી અલગ થઈ ગયા હતા.

આ હુમલા દરમિયાન દાનિશને ઈજા થઈ હતી. એને પગલે તેઓ અને તેમની ટીમે એક સ્થાનિક મસ્જિદમાં જતા રહ્યા હતા. ત્યા તેમની સારવાર કરવામાં આવી હતી. જોકે જેવા એ સમાચાર ફેલાયા કે એક પત્રકાર મસ્જિદમાં છે, તાલિબાની આતંકી અહીં પહોંચી ગયા. તપાસમાં જાણવા મળ્યું કે તાલિબાને દાનિશની હાજરીને કારણે જ મસ્જિદ પર હુમલો કર્યો હતો.

દાનિશ સિદ્દીકીના મૃત્યુ પછી તેમની યાદમાં ભારતમાં ઘણી જગ્યાએ કાર્યક્રમ થયા હતા.
દાનિશ સિદ્દીકીના મૃત્યુ પછી તેમની યાદમાં ભારતમાં ઘણી જગ્યાએ કાર્યક્રમ થયા હતા.

દાનિશને તાલિબાને જીવતો પકડ્યો હતો
મેગેઝિનમાં દાવો કરવામાં આવ્યો છે કે દાનિશને તાલિબાને જીવતો પકડ્યો હતો. ​​​​​આતંકીઓએ દાનિશની ઓળખની પુષ્ટિ કરી અને પછીથી તેમને અને તેમની સાથેના લોકોને મારી નાખ્યા હતા. રિપોર્ટ લખનાર માઈકલ રબિનના જણાવ્યા મુજબ દાનિશના સર્ક્યુલેટ કરવામાં આવેલા ફોટામાં તેમનો ચહેરો ઓળખી શકાય છે. માઈકલ અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટમાં સિનિયર ફેલો પણ છે.

તેમણે ભારત સરકારના એક સૂત્ર પાસેથી મળેલા બીજા ફોટા અને એક વીડિયોને જોયા.એમાં જાણવા મળ્યું છે કે તાલિબાની આતંકીઓએ દાનિશના માથાના ભાગ પર ઘણી ઈજા કરી અને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા હતા.

અફઘાન સેનાને જીતનો ભરોસો હતો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દાનિશ ખૂબ જ જોખમ ભર્યું કામ કરી રહ્યા હતા. અફઘાન સેનાએ તેમને સ્પિન બોલ્ડકની પાસે લડાઈને કવર કરવાની પરવાનગી આપી હતી, કારણ કે તેઓ એવું માનતા હતા કે તેઓ જીતશે.

તાલિબાને દાનિશની હત્યા કરીને તેમના શબની સ્થિતિ ખરાબ કરી હતી. આ વાત પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ યુદ્ધાના નિયમોનું સન્માન કરતા નથી.

તેમણે કહ્યું હતું તાલિબાન હમેશાં ક્રૂર હોય છે, જોકે એવું પણ બની શકે કે દાનિશ ભારતીય હોવાના કારણે તેમણે વધુ ક્રૂરતા બતાવી હોય. તેઓ એ પણ સંકેત આપવા માગે છે કે પશ્ચિમી પત્રકારોનું તેમના કબજાવાળા વિસ્તારમાં આવવાનું યોગ્ય નથી. તેઓ એવી આશા રાખે છે કે તાલિબાનની કહેલી વાતને જ સત્ય તરીકે સ્વીકારવામાં આવે.

તાલિબાને દાનિશના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું
તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દાનિશના મૃત્યુનું અમને દુઃખ છે. અમે એ વાતથી હેરાન છીએ કે પત્રકાર અમને કહ્યા વગર યુદ્ધના વિસ્તારમાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમને એ વાતનો ખ્યાલ નથી કે કોઈના ગોળીબારમાં પત્રકારનું મૃત્યુ થયું. યુદ્ધના વિસ્તારમાં આવનાર કોઈપણ પત્રકારે અમને આ અંગેની માહિતી આપવી જોઈએ. અમે તેની સંપૂર્ણ દેખરેખ રાખીશું.

અન્ય સમાચારો પણ છે...