તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાની શાસન LIVE:પંજશીરમાં લડી રહેલા મસૂદે તાલિબાન સામે યુદ્ધનો અંત લાવવા પ્રસ્તાવ રજૂ કર્યો, મુલ્લા બરાદરે UNના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી

કાબુલ22 દિવસ પહેલા
મુલ્લા બરાદરે રવિવારે કાબુલમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી
  • અફઘાનિસ્તાનમાં પ્રેગ્નન્ટ મહિલા પોલિસ અધિકારીની નિર્દય હત્યા, દીકરાએ કહ્યું- માતાને તાલિબાને મારી નાંખી
  • બરાદરની હાલ પાકિસ્તાનમાં સારવાર ચાલી રહી હોવાનો દાવો
  • પંજશીર તાલિબાન અને અહમદ મસુદની આગેવાનીવાળી રેજિસ્ટેંસ ફોર્સની વચ્ચે યુદ્ધ ચાલુ

અફઘાનિસ્તાનના પંજશીરમાં રેજિસ્ટેન્સ ફોર્સ (અહેમદ મસૂદ જૂથ) અને તાલિબાન વચ્ચે અથડામણ ચાલી રહી છે. દરમિયાન રેજિસ્ટેન્સ ફોર્સ નબળી પડ્યાંની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહેમદ મસૂદે તાલિબાન સામે યુદ્ધનો અંત લાવવા પ્રસ્તાવ મુક્યો છે. આ અગાઉ તેમણે પંજશીર અને અંદરાબમાં તાલિબાની હુમલા અટકાવવાની શરત મુકી છે. એવી માહિતી મળી રહી છે કે તાલિબાન વર્તમાન સમયમાં મજબૂત સ્થિતિમાં છે. તાલિબાની લડાકૂ પંજશીરમાં લડાઈ જારી રાખવા ઈચ્છે છે. લડાઈ મસૂદ દ્વારા શરૂ કરવામાં આવી હતી, માટે તાલિબાની લડાકુઓમાં ભારે ગુસ્સો છે. તાલિબાનનું એક જૂથ રેજિસ્ટેન્સ ફોર્સને વિદ્રોહ કરવા બદલ સજા આપવા ઈચ્છે છે.

આ તસવીર પંજશીરના ટેંગ વિસ્તારની છે. અહેમદ મસૂદ અહીં ચેક પોઇન્ટનું નિરીક્ષણ કરવા આવ્યો હતો
આ તસવીર પંજશીરના ટેંગ વિસ્તારની છે. અહેમદ મસૂદ અહીં ચેક પોઇન્ટનું નિરીક્ષણ કરવા આવ્યો હતો

નિષ્ણાતોનું માનવું છે કે મસૂદ સંઘર્ષ વિરામના બહાને પોતાના લડાકુને એકજૂટ કરવાનો પ્રયત્ન કરી શકે છે. જો તાલિબાન શિયાળા અગાઉ પંજશીર પર કબ્જો કરી શકતા નથી તો ત્યારબાદ તેમને ત્યાં ઘુસવું અને ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. બીજી બાજુ મુલ્લા બરાદરે રવિવારે કાબુલમાં સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર બાબતના સચિવ માર્ટિન ગ્રિફિથ્સ સાથે મુલાકાત કરી હતી.

પ્રેગ્નન્ટ મહિલા અધિકારીની હત્યા
અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાનનો ક્રુર ચહેરો સામે આવ્યો છે. ગોર પ્રાંતના ફિરોજકોહમાં તાલિબાનોએ એક ભૂતપુર્વ પોલિસ અધિકારી બાનૂ નિગારની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખી છે. BBCના અહેવાલ પ્રમાણે મુતાબિક બાનૂ 8 મહિનાની પ્રેગ્નન્ટ હતી.

પરિવારે આપેલી માહિતી પ્રમાણે શનિવારે 3 બંદૂકધારી ઘરમાં ઘૂસી ગયા હતા. તેઓ એકબીજા સાથે અરબી ભાષામાં વાત કરી રહ્યા હતા. તેમણે ઘરમાં તપાસ કરી અને પરિવારની સામે જ બાનૂને ગોળી મારી દીધી હતી. બાનૂના દિકરાએ મીડિયાને આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાને તેની માતાની હત્યા કરી નાંખી છે. હત્યા બાદ તાલિબાનીઓએ બાનૂના માથા પર ચાકૂના અનેક ઘા માર્યા હતા. BBCના અહેવાલ પ્રમાણે તાલિબાને આ ઘટનાની જવાબદારી લીધી નથી. સ્થાનિક તાલિબાની નેતાનું કહેવું છે કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે.

બાનૂ નિગારની શોધમાં શનિવારે રાત્રે 3 બંદૂકધારી તાલિબાન ઘરમાં ઘુસ્યા અને તેની હત્યા કરી નાંખી-ફાઈલ ફોટો
બાનૂ નિગારની શોધમાં શનિવારે રાત્રે 3 બંદૂકધારી તાલિબાન ઘરમાં ઘુસ્યા અને તેની હત્યા કરી નાંખી-ફાઈલ ફોટો

અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ પણ લગભગ 100થી 200 અમેરિકાનો પાસપોર્ટ ધરાવનારાઓ ત્યાં રહી ગયા છે. તાબિલાનીઓ આ અમેરિકીઓને શોધવા માટે ઘરે-ઘરે તલાસ કરી રહ્યાં છે કે જેથી તેઓને મોત ભેટમાં આપી શકાય. રેસ્ક્યૂ ઓપરેશન ખતમ થયા બાદ અફઘાનિસ્તાનમાં છૂટી ગયેલી એક અમેરિકી મહિલાએ આ વાત મીડિયા ગ્રુપ વોઈસ ઓફ અમેરિકાએ જણાવી છે.

25 વર્ષની નસિરા અમેરિકાના કેલિફોર્નિયાની રહેવાસી છે. તેની પાસે અમેરિકાનો પાસપોર્ટ છે. નસિરા જૂન 2020માં પરિવારને મળવા અને લગ્ન કરવા અફઘાનિસ્તાન આવી હતી. હાલ તે ગર્ભવતી છે.

નસિરાને સમજાતું નથી કે હવે તેની સાથે શું થશે? શું તે ક્યારેય કેલિફોર્નિયા જઈ શકશે કે તેને જીવનભર અફઘાનિસ્તાનમાં જ રહેવું પડશે. તેઓએ કહ્યું કે તે એ પણ નથી જાણતી કે તે ક્યાં સુધી જીવતી રહેશે?

અમેરિકાએ કહ્યું- અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ થઈ શકે છે

ફોટો કાબુલનો છે, જ્યાં તાલિબાની હથિયારોની સાથે બજારમાં જોવા મળે છે.
ફોટો કાબુલનો છે, જ્યાં તાલિબાની હથિયારોની સાથે બજારમાં જોવા મળે છે.

અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિને જોતા અમેરિકી સેનાના જનરલ માર્ક મિલ્લેએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળે તેવી પ્રબળ શક્યતા છે અને આતંકી સંગઠનો ફરીથી માથું ઉંચકી શકે છે. અલકાયદા ફરીથી સંગઠીત થઈ શકે છે, ISIS અને બીજા આતંકી સંગઠનોની પ્રવૃતિઓ પણ વધી શકે છે.

રેજિસ્ટેન્સ ફોર્સનો દાવો- 600 તાલીબાનીઓને ઠાર કર્યા
પંજશીરમાં તાલિબાની અને રેજિસ્ટેન્સ ફોર્સ વચ્ચે જંગ ચાલી રહી છે. આ વચ્ચે રેજિસ્ટેન્સ ફોર્સે દાવો કર્યો છે કે શનિવારે તેઓએ 600 તાલિબાનીઓને ઠાર કર્યા છે 1000 તાલિબાનીઓએ કાં તો સરેન્ડર કર્યું છે કે તેને પકડી લેવામાં આવ્યા છે. તો અલજજીરાના એક રિપોર્ટ મુજબ તાલિબાનનું કહેવું છે કે પંજશીરની રાજધાની બાઝારક અને પ્રાંતીય ગવર્નરના પરિસર તરફ જતા માર્ગો પર લેન્ડમાઈન હોવાને કારણે તેઓ આગળ વધી શકતા નથી.

તાલિબાનનો દાવો છે કે તેઓએ પંજશીરમાં પોતાનું અભિયાન લગભગ પૂરું કરી દીધું છે. હાલ એક જિલ્લો અને પંજશીરની રાજધાની જ તેમના કંટ્રોલની બહાર છે. તાલિબાને પંજશીરના કેટલાંક પ્રમુખ કમાન્ડર્સને માર્યા હોવાનો દાવો પણ કર્યો છે.

અમરૂલ્લાહ સાલેહએ કહ્યું તાબિલાનને ISIS ચલાવે છે
બીજી તરફ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને રેજિસ્ટેન્સ ફોર્સની આગેવાની કરી રહેલા અમરૂલ્લાહ સાલેહે પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો છે. બ્રિટિશ અખબાર ડેઈલ મેલ માટે લખેલા આર્ટિકલમાં સાલેહએ કહ્યું કે તાલિબાનને પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISI ચલાવે છે અને તાલિબાની પ્રવક્તાને પાકિસ્તાની એમ્બેસી દર કલાકે નિર્દેશ આપે છે.

સાલેહે એમ પણ લખ્યું કે પંજશીરમાં તાલિબાનનો સામનો કરવા માટે નિર્ણય લેતી વખતે તેઓએ પોતાના સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે જો તાલિબાન સામેની લડાઈમાં ઘાયલ થઈ જાઉં તો મારા માથામાં બે વખત ગોળી મારી દેજો, હું તાલિબાનીઓની સામે સરેન્ડર નહીં કરું.

અફઘાનિસ્તાનમાં સત્તા માટે સંઘર્ષ, મુલ્લા બરાદરને ગોળી વાગી
અફઘાનિસ્તામાં સત્તાને લઈને તાલિબાન અને હક્કાની નેટવર્કની વચ્ચે લડાઈ ચાલુ છે. અફઘાનિસ્તાનના ન્યુઝપેપર પંજશીર ઓબ્ઝર્વરના રિપોર્ટ મુજબ હકાની નેટવર્કની ફાયરિંગમાં તાલિબાનના કો-ફાઉન્ડર મુલ્લા બરાદર ઘાયલ થયા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બરાદરની હાલ પાકિસ્તાનમાં સારવાર ચાલી રહી છે. જોકે તેની પુષ્ટિ થઈ શકી નથી.

તાલિબાનનો કો-ફાઉન્ડર છે મુલ્લા બરાદર
તાલિબાનનો કો-ફાઉન્ડર છે મુલ્લા બરાદર

તાલિબાની સરકારની કમાન આતંકીઓને સોંપવા માંગે છે પાકિસ્તાન
અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારની જાહેરાત પહેલા પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના ચીફ લેફ્ટિનન્ટ જનરલ ફૈજ હામિદના કાબુલ પહોંચવાને લઈને ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યાં છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ મરિયમ સોલાઈમનખિલેે કહ્યું છે કે ISI ચીફ કાબુલ પહોંચ્યા છે, જેથી આતંકી સંગઠન હક્કાની નેટવર્કના નેતાને તાલિબાની સરકારના પ્રમુખ બનાવી શકાય અને મુલ્લા અબ્દુલ ગની બરાદરને પ્રમુખ બનવાથી રોકી શકાય.

મરિયમે એમ પણ કહ્યું છે કે તાલિબાની ગ્રુપો અને મુલ્લા બરાદરની વચ્ચે ઘણા મુદ્દે અસહમતિ છે અને બરાદરે પોતાના લોકોને પંજશીરમાં ચાલી રહેલા યુદ્ધમાંથી દુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે મરિયમના નિવેદન પહેલા એવી અટકળો હતી કે મુલ્લા બરાદર જ તાલિબાની સરકારના પ્રમુખ હશે.

પંજશીરમાં 600 તાલિબાની માર્યા ગયા
પંજશીર તાલિબાન અને અહમદ મસુદની આગેવાનીવાળી રેજિસ્ટેંસ ફોર્સની વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન રેજિસ્ટેંસ ફોર્સે દાવો કર્યો છે કે શનિવાર તેણે 600 તાલિબાનીઓને ઠાર કર્યા અને 1000 તાબિલાનીઓએ ક્યાં તો સરન્ડર કર્યું અથવા તો પકડી લેવામાં આવ્યા. જ્યારે અલ ઝઝીરાના એક રિપોર્ટ મુજબ તાલિબાનીનું કહેવું છે કે પંજશીરની રાજધાની બાજારક અને પ્રાંતીય ગવર્નરના પરિસર તરફ જતા માર્ગો પર લેન્ડમાઈન હોવાને કારણે તે આગળ વધી શકતા નથી.

કાબુલમાં દેખાવો કરી રહેલી મહિલાઓ પર તાલિબાનના હુમલા
અફઘાનિસ્તાનમાં તાલિબાની વિરુદ્ધ મહિલાઓનું વિરોધ-પ્રદર્શન શનિવારે હિંસક થઈ ગયું. કાબુલમાં મહિલાઓના અધિકારોનો અવાજ ઉઠાવી રહેલી એક્ટિવિસ્ટ્સને તાલિબાનીઓએ ટિયર ગેસ છોડીને રોકવાની કોશિશ કરી હતી. બે દિવસથી દેખાવો કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે નવી સરકારમાં તેમની ભાગીદારી હોવી જોઈએ અને મહત્ત્વની ભૂમિકા પણ મળવી જોઈએ.

કાબુલમાં મહિલાઓના દેખાવો દરમિયાન તાલિબાને દેખાવો કરનારી મહિલાઓ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. મહિલા કાર્યકર્તા નરગિસ સદ્દાતે આરોપ લગાવ્યો કે શનિવારે મહિલા અધિકારી કાર્યકર્તાઓન નેતૃત્વમાં એક વિરોધ-પ્રદર્શન દરમિયાન તાલિબાને તેમની સાથે મારપીટ કરી હતી. તેમના ચેહરા પર ઈજાના નિશાન પણ છે.

નરગિસે જણાવ્યું કે તાલિબાને તેમના ચહેરા પર બંદૂકથી હુમલો કર્યો. તે પછી તેમના ચહેરામાંથી લોહી વહેવા લાગ્યું. ટોલો ન્યુઝના જણાવ્યા મુજબ તાલિબાને માર્ચ કાઢી રહેલી મહિલાઓને રાષ્ટ્રપતિ ભવન તરફ જતા રોકી હતી અને તેમની પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ઘણા પત્રકારોએ ભીડ પર ફાયરિંગનો પણ આરોપ લગાવ્યો છે.

તાલિબાન આગામી સપ્તાહે નવી સરકારની જાહેરાત કરશે
તાલિબાની નેતા શુક્રવારે જ સરકાર બનાવવાની તૈયારીમાં હતા, જોકે પંજશીરમાં વિદ્રોહી ગ્રુપની સાથે ચાલી રહેલી ભીષણ લડાઈ પછી શનિવારે સરકાર બનાવવાની વાત કહેવામાં આવી. પછીથી તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે શનિવારે કહ્યું કે અમારા નેતા આંતરરાષ્ટ્રીય સમુદાયને એક સ્થિર અને વ્યાપક બ્લૂ પ્રિન્ટ આપવા તૈયાર કરી રહ્યાં છે. આ કારણે સરકારની રચના પર હવે આગામી સપ્તાહમાં નિર્ણય કરવામાં આવશે.

ભારતે કહ્યું- તાલિબાનને પાળનાર પાકિસ્તાન પર નજર રાખવી પડશે
અફઘાનિસ્તાનના મુદ્દે ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધના શ્રૃંગલાએ વોશિંગ્ટનમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમેરિકા અને ભારત નજર રાખી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાનના પાડોશી પાકિસ્તાને તાલિબાનનું સમર્થન કર્યું છે અને તે તાલિબાનને પાળતુ રહ્યું છે. એવી ઘણી વાત છે જેનાથી સાબિત થાય છે કે પાકિસ્તાને તાલિબાનની મદદ કરી છે, તેમણે વાતોને ધ્યાનમાં રાખતા કહ્યું કે પાકિસ્તાનની ભૂમિકા પર નજર રાખવી પડશે. શ્રૃંગલાએ એમ પણ કહ્યું કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનની અફઘાનિસ્તાનમાં ભૂમિકા ચિંતાજનક છે. અમે સતર્કતાથી આ મુદ્દે નજર રાખીશું.

અન્ય સમાચારો પણ છે...