• Gujarati News
  • International
  • Taliban Afghanistan Kabul Capture LIVE Update; US Military Withdrawal | Pakistan Imran Khan, Indian Evacuation Latest News

તાલિબાની શાસન LIVE:કંદહારમાં અફઘાની સેનાના 4 કમાન્ડરોની ખુલ્લેઆમ હત્યા, તાલિબાને પોતાના લડાકુના નખ ઉખાડી દેનારા પોલીસ ઓફિસરને પણ ઠાર કર્યો

3 મહિનો પહેલા
  • મુલ્લા બરાદર અખુંદ રાષ્ટ્રપતિ બને એવી સંભાવના
  • તાલિબાનનો દાવો- અફઘાનિસ્તાનની ભૂમિ પરથી કોઈના પર હુમલો નહીં થવા દઈએ
  • ભારતમાં આવવા માગતા શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ આશ્રય આપો- નરેન્દ્ર મોદી

તાલિબાન સરકાર અફઘાનિસ્તાનમાં પરત ફરી છે. તાલિબાનના સહસ્થાપક અને રાજકીય વડા મુલ્લા બરાદર દોહાથી કંદહાર પરત ફર્યા છે. તે તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બની શકે છે.

આ દરમિયાન તાલિબાનીઓએ અફઘાની સેનાના 4 કમાન્ડરોને કંદહારના એક સ્ટેડિયમમાં ભીડની સામે મોતને ઘાટ ઉતારી દીધા. સૂત્રો અનુસાર, ઘટના 15 ઓગસ્ટની છે. આજ દિવસે રાજધાની કાબુલ પર તાલિબાનીઓએ કબ્જો કર્યો હતો. સૂત્રો અનુસાર, આ કમાન્ડરોને 13 ઓગસ્ટે તાલિબાન સામે આત્મસમર્પણ કર્યુ હતું.

બીજીબાજુ તાલિબાન સમર્થકોએ કંદહારમાંજ શાહવલી કોટના પોલીસ પ્રમુખ પાચા ખાનને પણ ઠાર માર્યો છે તાલિબાન સમર્થકોનું કહેવું છે કે પાચા ખાન એક કમાંડર હતા જે તાલિબાન લડાકુઓના નખ ઉખાડી દેતા હતા. તાલિબાને તેમને માફીની ઘોષણા કરવાના પહેલા મારી નાખ્યા છે. તાલિબાને સામાન્ય માફીની જાહેરાત કરતા પહેલા તેમને મારી નાખ્યા છે. જોકે તાલિબાનના સૂત્રોએ કંદહાર સ્ટેડિયમમાં આવી કોઈ પણ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો છે. તાલિબાનના એક સૂત્રએ ભાસ્કરને જણાવ્યું હતું કે, આવું કશું બન્યું નથી.

ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારને UAEએ આશરો આપ્યો છે
સંયુક્ત આરબ અમીરાતે માનવીય આધારે અશરફ ગની અને તેમના પરિવારે પોતાના દેશમાં આશરો આપ્યો છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. તો એક મોટા ઘટનાક્રમમાં તજાકિસ્તાનમાં અફઘાન એમ્બેસીએ ઈન્ટરપોલની મદદથી ભાગેડ રાષ્ટ્રપતિ અશરફ ગની, હમદુલ્લા મોહિબ અને ફઝલુલ્લાહ મહમૂદ ફાઝલી વિરૂદ્ધ ઉચાપતના આરોપ લગાવી ધરપકડ કરવાના નિર્દેશ આપ્યા છે.

રશિયન મીડિયાએ દાવો કર્યો હતો કે 15 ઓગસ્ટે કાબુલમાં તાલિબાનના કબજા પહેલાં ગનીએ હેલિકોપ્ટરમાં પૈસા ભરીને દેશ છોડ્યો હતો. તે પોતાની સાથે ચાર કાર પણ લઈ ગયા છે. હેલિકોપ્ટરમાં જગ્યા ઓછી હોવાને કારણે તેઓએ કેટલીક બેગ રનવે પર જ છોડી દીધી હતી.

તજાકિસ્તાનમાં અફઘાન એમ્બેસીથી અશરફ ગનીની તસવીરની જગ્યાએ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહની તસવીર લગાવી દેવાઈ છે. સાલેહ એક દિવસ પહેલાં જ ગનીની ગેરહાજરીમાં પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકેની જાહેરાત કરી છે.

નાટો સૈનિકો સાથે અફઘાનિસ્તાનના ચાર કમાન્ડર, તેમને ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા
નાટો સૈનિકો સાથે અફઘાનિસ્તાનના ચાર કમાન્ડર, તેમને ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા

નોર્ધર્ન અલાયન્સે તાલિબાન વિરુદ્ધ યુદ્ધ છેડ્યું
અફઘાનિસ્તાનને બચાવવા માટે રચાયેલા ફ્રન્ટ નોર્ધન એલાયન્સે તાલિબાન સામે યુદ્ધ છેડ્યું છે. તાલિબાનના શાસન વચ્ચે પંજશીર ખીણમાં નોર્ધન એલાયન્સનો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. 2001 પછી આ પહેલીવાર બન્યું છે. એવા અહેવાલો છે કે તાલિબાનથી બચવા માટે છુપાઈ ગયેલા અફઘાન સૈનિકો હવે પંજશીર આવી રહ્યા છે. અફઘાનિસ્તાનના દિવંગત રાજકારણી અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદની અપીલ પર સૈનિકો પંજશીરમાં એકઠા થઈ રહ્યા છે.

ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ધરપકડ થઈ શકે છે
એક મોટા ઘટનાક્રમમાં તઝાકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલ પ્રમાણે ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની, હમદુલ્લા મોહીબ અને ફઝલુલ્લાહ મહમૂદ ફાઝલીની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે. રશિયન મીડિયાએ દાવો કર્યો હતો કે તાલિબાને કાબુલ પર કબજો કર્યો તે પહેલાં ગની એ હેલિકોપ્ટરમાં પૈસા ભરી ૧૫ ઓગસ્ટે દેશ છોડી દીધો હતો. તેઓ તેમની સાથે ચાર કાર પણ લઈ ગયા છે. હેલિકોપ્ટરમાં જગ્યા ન હોવાના કારણે તેમણે રનવે પર કેટલીક રકમ છોડી દીધી હતી. તઝાકિસ્તાનમાં અફઘાન દૂતાવાસમાંથી અશરફ ગનીના ફોટોગ્રાફની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહની તસવીર લગાવામાં આવી છે. સાલેહે એક દિવસ પહેલા ગનીની ગેરહાજરીમાં પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા.

તઝાકિસ્તાનમાં અફઘાની દૂતાવાસમાં અમરુલ્લા સાલેહની તસવીર લગાવતા કર્મચારી
તઝાકિસ્તાનમાં અફઘાની દૂતાવાસમાં અમરુલ્લા સાલેહની તસવીર લગાવતા કર્મચારી

ઝલાલાબાદમાં લોકો અફઘાનિસ્તાનનો ઝંડો લઇને માર્ગ પર ઊતરી આવ્યા છે. તેઓ અફઘાનિસ્તાનના ઝંડાને જ રાષ્ટ્રીય ધ્વજ બનાવી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. આની પહેલાં મંગળવારે પાકિસ્તાનની સરહદ પાસે વસેલા લોકોએ પણ અફઘાની ઝંડા ફરકાવીને પ્રદર્શન કર્યું હતું.

આતંકી અનસ હક્કાનીની આગેવાનીમાં તાલિબાન નેતાઓએ હામિદ કરઝઈ સાથે મુલાકાત કરી
અફઘાનિસ્તાનમાં તાલિબાન, સરકાર રચવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ મુદ્દે તાલિબાની નેતાઓએ બુધવારે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ સાથે મુલાકાત કરી છે. કરઝઈ સિવાય મીટિંગમાં અફઘાનિસ્તાનની પૂર્વ સરકારના શાંતિદૂત અબ્દુલ્લાહે પણ હાજરી આપી હતી. તાલિબાન તરફથી આંતકી સંગઠન હક્કાની નેટવર્કના નેતા અનસ હક્કાનીએ આ બેઠકની આગેવાની કરી હતી. તેમનો સમાવેશ ટોપ-4 તાલિબાની નેતાઓમાં થાય છે.

તાલિબાની નેતાઓએ કાબુલમાં હામિદ કરઝાઈ સાથે મુલાકાત કરી, તેમાં અનસ હક્કાનીએ પણ હાજરી આપી હતી.
તાલિબાની નેતાઓએ કાબુલમાં હામિદ કરઝાઈ સાથે મુલાકાત કરી, તેમાં અનસ હક્કાનીએ પણ હાજરી આપી હતી.

કાબુલ પર કબજો હક્કાની નેટવર્કે જ કર્યો હતો. હક્કાની નેટવર્કનો અડ્ડો પાકિસ્તાની સરહદ પાસે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલામાં તેની સંડોવણી હોવાના આક્ષેપો પણ કરાયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડન પર નિશાન સાધ્યું
અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્ય પરત બોલાવવાના નિર્ણય મુદ્દે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા હતા. તેમણે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન પર નિશાન સાધતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી પરત ફરવું એ અમેરિકી ઈતિહાસની સૌથી શરમજનક ઘટના છે.

આની પહેલાં બાઇડને સોમવારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાલિબાન સાથે કરાયેલી ડીલ તેમને વારસામાં મળી છે. આ ડીલની વાસ્તવિકતા એ હતી કે 1 મે પછી અફઘાનિસ્તાનમાં સીઝફાયર અથવા અમેરિકી સેનાની સુરક્ષા માટે કોઈપણ પ્રકારના સમાધાનનો ઉલ્લેખ કરાયો નહોતો.

તાલીબાને તબાહી શરૂ કરી
તાલીબાને તબાહી શરૂ કરી

હઝારા સમુદાયના નેતાનું સ્ટેચ્યૂ વિસ્ફોટકોથી ઉડાવ્યું
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન શરૂ થયા પછી ત્યાં તબાહીનાં દૃશ્યો સામે આવવા લાગ્યાં છે. તાલિબાને બામિયાનમાં હઝારા સમુદાયના નેતા અબ્દુલ અલી મઝારીનું સ્ટેચ્યૂ વિસ્ફોટકોથી ઉડાવી દીધું છે. આ સમગ્ર ઘટના અંગે હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ સલીમ જાવેદે શેર કરી છે. તમને જણાવી દઇએ કે આ એ જ સ્થળ છે, જ્યાં તાલિબાને 20 વર્ષ પહેલાં બુદ્ધની પ્રતિમાઓને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી.

કોણ હતા અબ્દુલ અલી મઝારી
મઝારી હઝારા સુમદાયની હિઝ્બ-એ-વહદત પાર્ટીના નેતા હતા. તાલિબાને 1995માં તેમની હત્યા કરી હતી. છેલ્લાં ઘણાં વર્ષોથી તાલિબાનો હઝારા સમુદાયને નિશાન બનાવતા રહ્યા છે. અફઘાનિસ્તાનની કુલ 3.60 કરોડ વસતિનો 9% ભાગ હઝારા સમુદાયનો છે, પરંતુ આ અલ્પસંખ્યકોને રક્ષણ આપવાની જગ્યાએ ત્યાંના કેટલાંક અસામાજિક તત્ત્વો તેમને હેરાન કરતાં રહે છે. બામિયાનમાં મોટા ભાગે હઝારા શિયા મુસ્લિમ રહે છે, જેથી તે મુસ્લિમ કટ્ટરપંથીઓના નિશાન પર રહે છે.

મહિલા ન્યૂઝ એન્કર્સ પર પ્રતિબંધ
તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલા ન્યૂઝ એન્કર્સ પર પ્રતિબંધ લાદ્યો છે. મહત્ત્વપૂર્ણ વાત એ રહી કે છેલ્લા 24 કલાક પહેલાં એક બાજુ તાલિબાને મહિલાઓને સ્વતંત્રતા આપવાનો દાવો કર્યો હતો અને બીજી બાજુ, આ પ્રમાણે નિર્ણય લીધો છે. તાલિબાને મંગળવારે જ કહ્યું હતું કે તે મહિલાઓ પર દબાણ નહીં બનાવે, આની સાથે જ સરકારમાં સામેલ કરવાની અપીલ પણ કરી હતી.

સલીમા નઝારીએ તાલિબાન વિરુદ્ધ લડત આપવા 600 લોકોનું સૈન્ય તૈયાર કર્યું છે.
સલીમા નઝારીએ તાલિબાન વિરુદ્ધ લડત આપવા 600 લોકોનું સૈન્ય તૈયાર કર્યું છે.

અપડેટ્સ

  • ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના પ્રવક્તા સજ્જાદ નોમાનીનું તાલિબાન અંગે ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. નોમાનીએ તાલિબાનને અભિનંદન પાઠવ્યા હતા. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને યોગ્ય ગણાવતાં તેમણે કહ્યું હતું કે હિન્દી-મુસ્લિમ તાલિબાનને સલામ કરે છે.
  • અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્યને પરત બોલવવા મુદ્દે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાનથી પલાયન કરવું અમેરિકી ઈતિહાસની સૌથી શર્મનાક ઘટના છે.
  • બ્રિટને કહ્યું છે કે તે 20,000 અફઘાન શરણાર્થીઓના પુનર્વસનની વ્યવસ્થા કરશે, જેમાં ધાર્મિક આધાર પર મહિલાઓ અને લઘુમતીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે 24 ઓગસ્ટે એક ખાસ સેશનનું આયોજન કર્યું છે.

મુલ્લા બરાદર અખુંદ રાષ્ટ્રપતિ બને એવી સંભાવના
અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન સરકાર બનવાની તૈયારીમાં છે. આ ચરમપંથી સંગઠનના સહ-સંસ્થાપક અને રાજનૈતિક પ્રમુખ મુલ્લા બરાદર અખુંદ દોહાથી કંદહાર પરત ફર્યા છે. તાલિબાનના શાસનમાં તે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી શકે છે.

બીજી બાજુ, ભારત અને અમેરિકા પોત-પોતાના લોકોને કાબુલથી બહાર કાઢવામાં કાર્યરત છે. એવામાં અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનથી મંગળવારે 13 ફ્લાઇટ્સ દ્વારા પોતાના 1100 લોકોને એરલિફ્ટ કર્યા હતા. આની સાથે જ અમેરિકાએ અત્યારસુધી કુલ 3200 લોકોને ત્યાંથી બહાર કાઢ્યા છે.

તાલિબાન કાબુલ એરપોર્ટ સિવાય સમગ્ર શહેર પર નિયંત્રણ ધરાવે છે. આ ફોટો ચેકપોસ્ટ પર બેઠેલા તાલિબાનોનો છે.
તાલિબાન કાબુલ એરપોર્ટ સિવાય સમગ્ર શહેર પર નિયંત્રણ ધરાવે છે. આ ફોટો ચેકપોસ્ટ પર બેઠેલા તાલિબાનોનો છે.

તાલિબાનનો દાવો - અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ નહીં થવા દઈએ
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન પ્રવક્તા અને તાલિબાન કલ્ચર કાઉન્સિલના વડા ઝબીઉલ્લાહ મુજાહિદ મંગળવારે પ્રથમ વખત વિશ્વ સમક્ષ હાજર થયા હતા. ઝબીઉલ્લાહે એક પત્રકાર પરિષદ યોજીને તાલિબાન શાસન માટેનો રોડમેપ રજૂ કર્યો અને કહ્યું, 'અમે કોઈ પ્રત્યે દ્વેષ નહીં રાખીએ. અમને બાહ્ય કે આંતરિક દુશ્મનો નથી જોઈતા. આની સાથે જ તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ કરાશે નહીં.

અમરુલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનનો રાષ્ટ્રપતિ જાહેર કર્યો
એક તરફ, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન પ્રસ્થાપિત થઈ રહ્યું છે. એવામાં ઉપ-રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. "રાષ્ટ્રપતિ અશરફ ગની દેશની બહાર છે, તેથી જ બંધારણ મુજબ હવે હું રાષ્ટ્રપતિ છું. હું દરેકને સમર્થન આપવા માટે અપીલ કરું છું.

તાલિબાનની રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ત્રણ દિવસ પહેલાં દેશ છોડી દીધો હતો. ત્યારે એવી અટકળો હતી કે ઉપ-રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ તેમની સાથે અફઘાનિસ્તાન છોડી ગયા હતા, પરંતુ સાલેહ અંગે કહેવાઈ રહ્યું છે કે તે હાલમાં પંજશીરમાં છે, જ્યાં તેઓ તાલિબાન સામે આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.

બેઠક દરમિયાન વડાપ્રધાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા અધિકારીઓને ભારતીયોને સુરક્ષિત પરત લાવવા અપીલ કરી.
બેઠક દરમિયાન વડાપ્રધાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા અધિકારીઓને ભારતીયોને સુરક્ષિત પરત લાવવા અપીલ કરી.

અફઘાનિસ્તાન મુદ્દે મોદીની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગે મંગળવારે સુરક્ષા મુદ્દે કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક યોજી હતી. આ સમિતિ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોનું ધ્યાન રાખતી સૌથી મોટી સરકારી સંસ્થા છે. બેઠક દરમિયાન વડાપ્રધાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા અધિકારીઓને આગામી દિવસોમાં ત્યાંથી ભારતીયોની સલામત પરત લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કહ્યું હતું કે ભારતે માત્ર તેના લોકોની રક્ષા કરવી જોઈએ, પણ આપણે ભારતમાં આવવા માગતા શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ આશ્રય આપવો જોઈએ. આપણે આપણાં અફઘાન ભાઈઓ અને બહેનોને પણ શક્ય તમામ મદદ આપવી જોઈએ, જેઓ ભારત પાસે અપેક્ષા રાખે છે.

કાબુલથી 150 ભારતીયો સ્વદેશ પરત ફર્યા
એરફોર્સ ગ્લોબમાસ્ટર મંગળવારે અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રુરેન્દ્ર ટંડન સહિત 150 લોકોને લઈને દિલ્હીના હિન્ડન એરબેઝ પર પહોંચ્યા હતા. અહીંથી લોકોને બસ અને અન્ય વાહનો દ્વારા તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. ત્યારે એરબેઝની બહાર હાજર લોકો ભાવુક થઈ જતાં તેમણે જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા.

ન્યૂઝ એજન્સી ANIનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં ફસાયેલા બાકીના ભારતીયો પણ સુરક્ષિત વિસ્તારમાં છે અને તેમને પણ એક-બે દિવસમાં એરલિફ્ટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...