• Gujarati News
  • International
  • Kabul Airport Reopens, US Troops Take Over; Afghanistan's Security Forces Underground Out Of Fear Of The Taliban

તાલિબાની શાસન:તાલિબાને કહ્યું- અમે ઈસ્લામી કાયદા પ્રમાણે દેશ ચલાવીશું, અમારી જમીનનો અન્ય દેશો વિરુદ્ધ ઉપયોગ થવા દેવાશે નહીં

કાબુલ3 મહિનો પહેલા
  • ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા, પહેલીવાર દુનિયાની સામે આવ્યા તાલિબાની પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદ

અફઘાનિસ્તાન પર કબજો કર્યાં બાદ પ્રથમ વખત તાલિબાનનો પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદ મંગળવારે પ્રથમ વખત દુનિયા સામે આવ્યો. મુઝાહિદ તાલિબાનની સંસ્કૃતિ પરિષદનો પ્રમુખ પણ છે. ઝબીઉલ્લાહને વિશ્વએ પ્રથમ વખત જોયો છે, કારણ કે અત્યાર સુધી તેની કોઈ તસવીર મીડિયા પાસે આવી ન હતી. ઝબીઉલ્લાહએ આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

ઝબીઉલ્લાહ મુઝાહિદે કહ્યું કે અમે કોઈના પ્રત્યે નફરતની ભાવના ધરાવતા નથી. અમે બાહ્ય કે આંતરિક કોઈ જ પ્રકારના દુશ્મન ઈચ્છતા નથી. તાલિબાની નેતા ઝલાલાબાદમાં વિવિધ વ્યૂહરચના અંગે ચર્ચા કરી રહ્યા છે. બીજી બાજુ દોહામાં પણ બેઠક ચાલી રહી છે. તેમણે કહ્યું છે કે અમે અફઘાનિસ્તાનને સ્વતંત્રતા કરવવા બદલ ગર્વ અનુભવી છીએ.

અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુધ થવા દેવાશે નહીં
મુઝાહિદે કહ્યું કે અમારા નેતાના આદેશ પ્રમાણે અમે સૌને માફ કરી દીધા છે. અમે સૌની સુરક્ષાની ખાતરી આપી છીએ. તમામ દૂતાવાસ સુરક્ષિત છે. વર્તમાન પરિસ્થિતિમાં હું આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રને ખાતરી આપવા માગી છીએ કે અફઘાનિસ્તાનમાં બધુ જ સુરક્ષિત છે. અફઘાનિસ્તાનની જમીનનો કોઈ પણ દેશ વિરુદ્ધ ઉપયોગ થવા દેવાશે નહીં. અમે વિશ્વ સમુદાયને ખાતરી આપી છીએ કે અમારી જમીનથી તમને કોઈ જ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં.

અમારા નિયમો અને સિદ્ધાંતોથી કોઈને ચિંતા કરવાની જરૂર નથી
મુઝાહિદે કહ્યું કે અમે અફઘાનિસ્તાનને સ્વતંત્ર કરાવવા બદલ ગર્વ છે. અમે આંતરરાષ્ટ્રીય સીમાઓનું સન્માન કરી છીએ. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને મુશ્કેલી પડે તેવું કોઈ કામ કરશું નહીં. અમે ઘણુ બલિદાન આપ્યું ચે. અમારી પાસે અમારા ધર્મ પ્રમાણે આગળ વધવાનો અધિકાર છે. અન્ય દેશોમાં અલગ નીતિઓ છે, અલગ ધર્મ છે, અલગ વિદેશી નિયમો છે. અમે સૌના નિયમોનું સન્માન કરી છીએ. અમે પણ એવી જ અમારા મૂલ્યો પ્રમાણે અમારી નીતિઓ બનાવશું.

ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યાં
બીજી બાજુ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. તેમણે કહ્યુ છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશની બહાર છે. તેથી સંવિધાન અનુસાર હવે હું રાષ્ટ્રપતિ છું. હું દરેક પાસે સમર્થનની અપીલ કરુ છું.
તાલિબાને રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ બે દિવસ પહેલા દેશ છોડી દીધો હતો. ત્યારબાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ હતા. જોકે સાલેહ પંજશીરમાં હોવાનું કહેવાય છે જ્યાં તાલિબાન સામે વધુ વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.

કાબુલ એરપોર્ટ અને પંજશીરને સીવાય સમગ્ર અફઘાનિસ્તાન હવે તાલિબાનના કબજામાં છે. ઝબીઉલ્લાહને વિશ્વ પ્રથમ વખત જોશે, કારણ કે અત્યારસુધી તેમની કોઈ તસવીર બહાર આવી નથી. પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન એ જણાવશે કે તાલિબાની શાસન કેવું હશે, એટલે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સંસ્કૃતિ લાગુ કરવાનો રોડમેપ જણાવશે.

એમ કહેવાઈ રહ્યું છે કે ઝબીઉલ્લાહ મહિલાઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી શકે છે. જોકે તાલિબાને મહિલાઓને સરકારમાં સામેલ કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે તે મહિલાઓને પરેશાન કરવા માગતા નથી.

વાયુસેનાનું ગ્લોબમાસ્ટર C-17 એરક્રાફટ કાબુલમાંથી 150થી વધુ લોકોને લઈને લગભગ 11.15 વાગ્યે ગુજરાતના જામનગરમાં પહોંચ્યું હતું. ભારતીય રાજદૂત આ જ વિમાનમાં આવ્યા હતા. આ વિમાને કાબુલથી લગભગ 3 કલાક પહેલાં ઉડાન ભરી હતી.

ગૃહ મંત્રાલયે ઈમર્જન્સી વિઝા શરૂ કર્યા
આ દરમિયાન ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાથી ભારત આવનારા લોકો માટેના વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હાલની સ્થિતિને જોતાં ઈલેક્ટ્રોનિક વિઝાની એક નવી કેટેગરી e-Emergency X-Misc Visa શરૂ કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનથી ભારત આવનારા લોકોને ઝડપથી વિઝા મળી શકે, એના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

કાબુલ એરપોર્ટ ફરીથી ખોલવામાં આવ્યું, અમેરિકાના સૈનિકોએ સંભાળ્યો મોરચો
કાબુલ એરપોર્ટ પર સોમવારે અમેરિકાના પ્લેન પર લટકીને ભાગવા જતાં પડી જવાથી 7 લોકોનાં મૃત્યુ થયાં હતા. બીજી તરફ અમેરિકાના સૈનિકોએ કાબુલ એરપોર્ટ પર બે હથિયારધારી લોકોને ઠાર કર્યા છે. આ સ્થિતિને જોતાં તમામ સૈન્ય અને કોમર્શિયલ વિમાનોને રોકી દેવામાં આવ્યાં હતાં. જોકે 1000 અમેરિકાના સૈનિકો પહોંચી જતાં એરપોર્ટ ફરીથી ખોલી નાખવામાં આવ્યું છે. હવે અમેરિકાના સૈનિકો જ ઉડાનનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે.

એરપોર્ટ પર 6 હજાર સૈનિક ગોઠવશે અમેરિકા
અમેરિકાનું કહેવું છે કે એરપોર્ટ પર પોતાના 6 હજાર સૈનિક ગોઠવશે, જેથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી શકાય અત્યારે કાબુલ એરપોર્ટ પર ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળેલી. દેશ છોડવા માટે લોકો હજારોની સંખ્યામાં એકઠા થયા હતા.

ફોટો કાબુલ એરપોર્ટનો છે. અહીં અમેરિકાના એરફોર્સના વિમાનથી અફઘાનીઓને કતાર મોકલવામાં આવ્યા છે. લગભગ 100 લોકોની ક્ષમતા ધરાવતા આ વિમાનમાં 640 લોકો સવાર હતા.
ફોટો કાબુલ એરપોર્ટનો છે. અહીં અમેરિકાના એરફોર્સના વિમાનથી અફઘાનીઓને કતાર મોકલવામાં આવ્યા છે. લગભગ 100 લોકોની ક્ષમતા ધરાવતા આ વિમાનમાં 640 લોકો સવાર હતા.

અફઘાનિસ્તાનના કર્મચારી, સુરક્ષાદળોના ઘરે તપાસ કરી રહ્યા છે તાલિબાન
અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે કબજો કર્યા પછી ત્યાં તાલિબાનનો પાવર જોવા મળી રહ્યો છે. દેશ છોડવા માટે એરપોર્ટથી લઈને દરેક જગ્યાએ અફરાતફરી જોવા મળી રહી છે. તાલિબાનના ભયથી પોલીસ અને સુરક્ષાદળોએ તેમનો ડ્રેસ પણ ઉતારી દીધો છે. તે પોતાનું ઘર છોડીને અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે. તાલિબાને કર્મચારીઓ, પોલીસ અને અન્ય સૈન્ય અધિકારી, પત્રકારો અને વિદેશી NGO સાથે જોડાયેલા લોકોની શોધમાં ડોર-ટુ-ડોર સર્ચ શરૂ કર્યું છે.

તાલિબાની પોલીસની ગાડીઓ, ટેન્ક અને ખુલ્લી ગાડીઓમાં શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.
તાલિબાની પોલીસની ગાડીઓ, ટેન્ક અને ખુલ્લી ગાડીઓમાં શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આજે અફઘાનિસ્તાન પર થશે ચર્ચા
અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર આજે અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં પણ ચર્ચા થશે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર આ મીટિંગમાં સામેલ થશે. તેમણે કહ્યું હતું કે સુરક્ષા પરિષદની બેઠકમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓને લઈને ચર્ચાની આશા છે. આ બેઠક પહેલાં જયશંકરની અમેરિકાના વિદેશમંત્રી એન્ટની જે બ્લિંકન સાથે પણ વાત થઈ છે.

તાલિબાનનું કહ્યું ન કરનારને થશે કડક સજા
કાબુલ પર તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનમાં ભારે તારાજી, મહિલાઓ પર નિયંત્રણોવાળો સમય ફરી એક વખત પરત આવી ગયો છે. તાલિબાને મહિલાઓ પર નિયંત્રણો મૂકવાની શરૂઆત કરી દીધી છે. છોકરીઓના વાંચવા-લખવા, સ્કૂલ-કોલેજ જવા અને મહિલાઓના ઓફિસ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પુરુષ વગર ઘરમાંથી નીકળવા પર પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યો છે. મહિલાઓ માટે બુરખો પહેરવો જરૂરી કરી દેવામાં આવ્યો છે. તાલિબાનનું ફરમાન ન માનવા પર કડી સજા પણ કરાઈ રહી છે.

કાબુલ એરપોર્ટ પર સોમવારે એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ભાસ્કરનાં સૂત્રોએ જણાવ્યું છે કે એરપોર્ટની નજીક ઘણી એવી મહિલાઓને ગોળી મારી દેવામાં આવી, જેમણે બુરખો પહેર્યો ન હતો. જોકે તાલિબાનના એક સૂત્રએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું હતું કે આ પ્રકારની અફવા તાલિબાનને બદનામ કરવા માટે ઉડાવાઈ રહી છે.

ફોટો કાબુલનો છે, અહીં મહિલાઓએ બુરખો પહેરવાનું શરૂ કરી દીધું છે.
ફોટો કાબુલનો છે, અહીં મહિલાઓએ બુરખો પહેરવાનું શરૂ કરી દીધું છે.

વિશ્વની સૌથી સ્ટાઈલિશ મહિલાઓ બુરખા પહેરવા મજબૂર થઈ
અફઘાનિસ્તાનની મહિલાઓ આઝાદી માગી રહી છે અને પોતાનું દુઃખ કહી રહી છે. અફઘાનિસ્તાનની ફેશન ફોટોગ્રાફર ફાતિમા કહે છે કે અફઘાની મહિલાઓને વિશ્વની સૌથી સ્ટાઈલિશ મહિલાઓમાંથી એક ગણવામાં આવે છે. જોકે તાલિબાનનું શાસન આવતાં તેમણે ફરીથી બુરખો પહેરવાનો વારો આવ્યો છે. 22 વર્ષની આયશા કાબુલ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ રિલેશન્સનો કોર્સ કરી રહી છે. તે કહે છે કે મારું ફાઈનલ સેમેસ્ટર પૂરું થવામાં માત્ર બે મહિના જ બાકી રહ્યા છે, જોકે હવે હું કદાચ ગ્રેજ્યુએટ થઈ શકીશ નહિ.

તાલિબાની શાસન કોઈપણ મહિલાઓને નોકરી કે બિઝનેસ કરવાની પરવાનગી આપતું નથી.
તાલિબાની શાસન કોઈપણ મહિલાઓને નોકરી કે બિઝનેસ કરવાની પરવાનગી આપતું નથી.

યુનિવર્સિટીમાં ભણતી 26 વર્ષની હબીબા કહે છે, તાલિબાને સ્કૂલ-કોલેજ બંધ કરાવી દીધા છે, જોકે બુરખાની દુકાનો ખૂલી રહી છે. એમાં પણ મોટું કપડું ધરાવતા બુરખાની માગ સૌથી વધુ છે, જે મહિલાઓને સંપૂર્ણ રીતે ઢાકી દે છે.

ભારતીય વાયુ સેનાનું એક વિમાન અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને લઈને પરત ફર્યું
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય વાયુ સેનાનું એક C-17 ગ્લોબમાસ્ટર પોતાના નાગરિકોને લઈને સોમવારે બપોરે જ કાબુલથી ભારત આવ્યું છે. હાલ બીજાં વિમાનો પણ ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરીને લાવી રહ્યાં છે.

કાબુલમાં તાલિબાનના ભયથી મહિલાઓએ કામ પર જવાનું બંધ કર્યું છે.
કાબુલમાં તાલિબાનના ભયથી મહિલાઓએ કામ પર જવાનું બંધ કર્યું છે.

પોતાના નાગરિકોની સુરક્ષા માટે દરેક પગલાં ઉઠાવશે ભારતઃ વિદેશ મંત્રાલય
અફઘાનિસ્તાની ઘટના પર વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. ભારતનું કહેવું છે કે અમે અફઘાનિસ્તાનની ઘટના પર નજર રાખી રહ્યા છે. અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે તમામ પગલાં ઉઠાવીશું. અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં કેટલાક ભારતીય નાગરિકો છે, જે પરત ફરવા માગે છે અને અમે તેમના સંપર્કમાં છે.

અમે દરેક ભારતીયોને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ભારત પરત ફરો. અમે શીખ, હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓના સતત સંપર્કમાં છીએ, જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગે છે તેમને ભારત લાવવાની સંપૂર્ણ સુવિધા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...