તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Rocket Was Heard Again In Kabul, Although It Is Not Known Where It Was Targeted. The U.S. Carried Out An Air Strike Near The Airport Yesterday.

તાલિબાનનું શાસન LIVE:કાબુલમાં તાલિબાને લોકો પાસેથી હથિયારો છીનવ્યા, ઘરોમાંથી એટલી બંદૂકો મળી કે ગોદામ ભરાઈ ગયા

કાબુલ25 દિવસ પહેલા
  • રવિવારે કાબુલ એરપોર્ટની પાસે અમેરિકાએ એરસ્ટ્રાઇક કરી હતી
  • તેમાં 6 બાળક સહિત 9 લોકોનાં મૃત્યુ થયાં છે

અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાં બાદ તાલિબાન પાસે હથિયારોનો જથ્થો જમા થઈ રહ્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના સૈનિકોને અત્યાર સુધી જે પણ હથિયાર, દારૂગોળો, લડાકુ વિમાનો, હેલિકોપ્ટર અને અન્ય શસ્ત્રો આપ્યા હતા તે હવે સંપૂર્ણપણે તાલિબાનના કબ્જામાં આવી ગયા છે. તાલિબાને સામાન્ય નાગરિકો પાસેથી મોટી સંખ્યામાં શસ્ત્રો એકત્રિત કરી લીધા છે.

હકીકતમાં કેટલાક દિવસ અગાઉ તાલિબાને એક આદેશ આપ્યો હતો. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે કાબુલ શહેરમાં જેમની પાસે પણ સરકારી વાહન, હથિયારો તથા સરકારી સામાન છે તે સ્વૈચ્છીક રીતે એક સપ્તાહમાં સંબંધિત ઈસ્લમિક અમીરાતના અધિકારીઓને સોંપી દે. આ સાથે એવી પણ ચેતવણી આપી હતી કે આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ હજારોની સંખ્યામાં હથિયારો જમા થઈ ગયા હતા. તાલિબાનના લડાકુઓ પણ ઘરે ઘરે જઈ હથિયારો અંગે તપાસ કરી રહ્યા છે અને પોતાના કબ્જામાં લઈ રહ્યા છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પરત ફરે તેના એક દિવસ પહેલાં જ કાબુલ એરપોર્ટ પર 5 રોકેટ છોડવામાં આવ્યા. જો કે અમેરિકી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે તેને નષ્ટ કરી દીધા. માનવામાં આવે છે કે આ આતંકી સંગઠન ISIS-K તરફથી અમેરિકાનો જવાબ હતો, જેને છેલ્લાં ત્રણ દિવસમાં આ સંગઠન પર 2 હુમલાઓ કર્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ જ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે આ રોકેટ કોને છોડ્યા હતા.

કારની ડિક્કીમાં ફિટ કરવામાં આવ્યા હતા 6 રોકેટ લોન્ચર
ટોલો ન્યૂઝ મુજબ કાબુલના ખૈરખાના વિસ્તારમાંથી સોમવારે સવારે એક કારમાંથી 6 રોકેટ છોડવામાં આવ્યા હતા. જેમાંથી 5 કાબુલ એરપોર્ટ તરફ છોડવામાં આવ્યા હતા, જેને અમેરિકી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે રોકી લીધા. પ્રત્યક્ષદર્શી મુજબ છઠ્ઠું રોકેટ એક રહેણાંક વિસ્તાર સાથે અથડાયું હતું. હુમલામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવી માહિતી મળી નથી.

અહીં જુઓ કાબુલ એરપોર્ટ પર રોકેટ લોન્ચિંગની તસ્વીર

અફઘાનિસ્તાન મીડિયાના જણાવ્યા મુજબ, આ કારની પાછળથી જ 5 રોક્ટ્સને કાબુલ એરપોર્ટ તરફ લોન્ચ કરવામાં આવ્યાં હતાં.
અફઘાનિસ્તાન મીડિયાના જણાવ્યા મુજબ, આ કારની પાછળથી જ 5 રોક્ટ્સને કાબુલ એરપોર્ટ તરફ લોન્ચ કરવામાં આવ્યાં હતાં.
આ રોકેટ્સને અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કર્યાં છે.
આ રોકેટ્સને અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કર્યાં છે.
હુમલા માટે ઉપયોગમાં લેવાયેલી કારની પાસે ઊભેલા અફઘાની નાગરિક.
હુમલા માટે ઉપયોગમાં લેવાયેલી કારની પાસે ઊભેલા અફઘાની નાગરિક.
કારની પાસે ઊભેલો એક તાલિબાનનો છોકરો. કાર પર થયેલા હુમલામાં હાલ કોઈ ક્ષતિના સમાચાર નથી.
કારની પાસે ઊભેલો એક તાલિબાનનો છોકરો. કાર પર થયેલા હુમલામાં હાલ કોઈ ક્ષતિના સમાચાર નથી.
રોકેટ ફાયર કરવામાં આવ્યાં પછી કારમાં આગ લાગી ગઈ.
રોકેટ ફાયર કરવામાં આવ્યાં પછી કારમાં આગ લાગી ગઈ.

વ્હાઈટ હાઉસે કરી હુમલાની પુષ્ટિ
કાબુલ એરપોર્ટ તરફ સોમવારે સવારે ફાયર કરાયેલાં 5 રોકેટને અમેરિકાની ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કર્યાં છે. આ હુમલાની પુષ્ટિ વ્હાઈટ હાઉસે કરી છે. પ્રેસ સેક્રેટરી જોન સાકીએ કહ્યું હતું કે નેશનલ સિક્યોરિટી એડવાઈઝર જેક સલીવન અને ચીફ ઓફ સ્ટાફ રોન ક્લેને રાષ્ટ્રપતિ જો બાઈડનને આ હુમલાની માહિતી આપી છે.

રાષ્ટ્રપતિને જણાવવામાં આવ્યું છે કે કાબુલ એરપોર્ટ પર ચાલી રહેલા અભિયાનને ચાલુ રાખવામાં આવશે. રાષ્ટ્રપતિએ પણ પોતાના આદેશમાં આ વાતનું પુનરાવર્તન કરતાં જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ પર હાજર અમેરિકાની સેનાની સુરક્ષા કરવા માટે જેપણ કાર્યવાહી જરૂરી છે એ કરવામાં આવે.

એરપોર્ટ પર સવારે છોડવામાં આવ્યાં હતાં 5 રોકેટ
અફઘાનિસ્તાન સરકારમાં કામ કરનારા પૂર્વ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે આ રોકેટ્સને ઉત્તરી કાબુલમાંથી એક ગાડીમાંથી છોડવામાં આવ્યાં હતાં. બીજી તરફ એરપોર્ટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો અવાજ સ્થાનિક નાગરિકોએ સાંભળ્યો. લોકોના જણાવ્યા અનુસાર, મિસાઈલમાંથી બોમ્બના ટુકડા પણ પડ્યા હતા. એની પરથી સમજી શકાય કે ઓછામાં ઓછા એક રોકેટને તો નષ્ટ કરવામાં આવ્યું છે. હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ જ્યાં આવેલું છે એની ઉત્તરમાં બનેલી ઈમારતોની ઉપર ધુમાડો દેખી શકાય છે. સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો પ્રકાશમાં આવી છે, પરંતુ એની પુષ્ટિ થઈ શકી નથી.

રવિવારે અમેરિકાએ કર્યો હતો કાબુલ એરપોર્ટની બહાર હુમલો
લગભગ 8 વાગ્યે સમાચાર આવ્યા હતા કે કાબુલની ઉપરથી રોકેટ ઊડવાનો અવાજ સંભળાયો છે. ત્યારે તેમને ટાર્ગેટની માહિતી નહોતી. રવિવારે પણ કાબુલ એરપોર્ટની પાસે અમેરિકાએ એરસ્ટ્રાઈક કરી હતી, એમાં 6 બાળક સહિત 9 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ISIS-Kનો એક સુસાઈડ બોમ્બર કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાનો હતો. આ પહેલાં ડ્રોનની મદદથી એરસ્ટ્રાઈક કરીને કારને ઉડાવી દેવામાં આવી. તાલિબાને પણ નિવેદન જાહેર કરીને ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે આ અંગે એમ પણ કહેવાઈ રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોર ગાડીમાં નહોતો.

તાલિબાને લગાવ્યો અમેરિકા પર આરોપ
અમેરિકાએ આ પહેલાં શુક્રવારે પણ અફઘાનિસ્તાનના નંગરહારમાં હુમલો કર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે આ હુમલો કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ કરનાર ISIS-Kનાં ઠેકાણાં પર કરવામાં આવ્યો છે. જોકે આ અંગે તાલિબાનનો અભિપ્રાય અલગ છે.

તાલિબાનના રાજકીય કાર્યાલયના સભ્ય અબ્દુલ્લાહ વાસીકે કહ્યું હતું કે અમેરિકા અફઘાનિસ્તાનમાં ISISની હાજરીને વધારીને કહી રહ્યું છે. અમેરિકાને અફઘાનિસ્તાનમાં હુમલો કરવાનો કોઈ અધિકાર નથી. આ દોહા એગ્રીમેન્ટનું ઉલ્લંઘન છે.

તાલિબાન અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં શાંતિ જાળવી રાખવા માટે 29 ફેબ્રુઆરી 2020ના રોજ દોહા એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. અમેરિકાએ શુક્રવારે કરેલા હુમલા પછી વસીકે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે વિશ્વએ ISISને અગ્રણી બનાવ્યું છે, તે અફઘાનિસ્તાનમાં ટકશે નહિ.

ISIS-Kની વિરુદ્ધ હુમલો ચાલુ રાખશે અમેરિકા
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની આર્મીને પરત ફરવામાં માત્ર બે દિવસ બાકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સલીવને જાહેરાત કરી છે કે તાલિબાને અમને વાયદો કર્યો છે અને અમે એ સ્થિતિમાં છીએ કે તેણે એ વાયદાને પૂરો કરવો પડશે.

જોકે એ પણ નક્કી થઈ ગયું છે કે સપ્ટેમ્બરથી અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાં રહેશે નહિ, જોકે અમેરિકા કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ કરનાર આતંકી સમૂહ ISIS-Kની વિરુદ્ધ સ્ટાઈક અને બીજા અભિયાન ચાલુ રાખશે.

કાબુલ એરપોર્ટ પર ગુરુવારે ISIS-Kએ હુમલો કર્યો હતો. એમાં તબક્કાવાર ત્રણ બ્લાસ્ટ થયા હતા.
કાબુલ એરપોર્ટ પર ગુરુવારે ISIS-Kએ હુમલો કર્યો હતો. એમાં તબક્કાવાર ત્રણ બ્લાસ્ટ થયા હતા.

અફઘાનિસ્તાનમાં 300 અમેરિકન
સલીવને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હવે માત્ર 300 અમેરિકન જ બચ્યા છે. તેઓ અફઘાનિસ્તાન છોડવા માગે છે. અમે ઝડપથી કામ કરી રહ્યા છે, જેથી તેમને એરપોર્ટ સુધી લાવી શકાય, પ્લેનમાં બેસાડી શકાય અને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી શકાય.

અફઘાનિસ્તાન બોર્ડર પર ફાયરિંગ, 2 પાકિસ્તાની સૈનિકનાં મૃત્યુ
પાકિસ્તાન-અફઘાનિસ્તાનની બોર્ડર પર રવિવારે રાતે થયેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 2 સૈનિકનાં મૃત્યુ થયાં છે. એન્કાઉન્ટર ખૈબર પુખ્તૂનખા બાજૌર જિલ્લામાં થયું. બજૌરમાં સ્થિતિ પાકિસ્તાનની મિલિટરી પોસ્ટ અફઘાનિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું હતું.