ચીનમાં કોરોના ટેસ્ટિંગ માટે પણ બળજબરી:મહિલાને નીચે પાડીને, હાથ-પગ દબાવીને સેમ્પલ લીધું, ઘરમાં પણ પરાણે ઘૂસે છે

બીજિંગ22 દિવસ પહેલા
  • ઓમિક્રોન વાઇરસને કારણે સંક્રમણના કેસમાં ઘટાડો નથી જોવા મળ્યો
  • ઝિઝિંગયાન, ઝિલિન, શાંઘાઈ, બીજિંગ સહિત 8 પ્રાંતમાં લગભગ બે મહિનાથી સ્કૂલ બંધ છે
  • જિનપિંગ સરકારે આ પ્રાંતની સ્કૂલમાં ભણતાં પ્રાઈમરી બાળકોના કોરોનાના ટેસ્ટિંગના આદેશ આપ્યા છે

ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. 26 શહેરોમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. આબાદીનાં 21 કરોડ લોકો ઘરોમાં બંધ છે. ચીનના તમામ પ્રયાસ છતા કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે હવે હેલ્થ ડિપાર્ટમન્ટ પરાણે લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યાં છે.

લોકો કોરોના વાયરસથી વધુ લોકડાઉનથી ડરેલા છે. શાંઘાઈ અને અન્ય શહેરમાં એવા અનેક વીડિયો સામે આવ્યા છે, જે તેના પુરાવાઓ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોવિડ ટેસ્ટ માટે મહિલાને જમીન પર નીચે પછાડીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

સ્વાસ્થ્ય કર્મચારીએ એક મહિલાને જમીન પર પછાડીને તેનું સેમ્પલ લીધું.
સ્વાસ્થ્ય કર્મચારીએ એક મહિલાને જમીન પર પછાડીને તેનું સેમ્પલ લીધું.

પરાણે લઈ રહ્યા છે સ્વાબ સેમ્પલ
વીડિયોમાં મહિલા ટેસ્ટ સેન્ટરના ફર્શ પર પડેલી દેખાય છે. તે બુમો પાડી રહી છે અને પરાણે લેવામાં આવતા ટેસ્ટનો વિરોધ કરી રહી છે. તે સમયે જ એક માણસ તેના હાથોને પોતાના ઘુંટણ નીચે દબાવી દે છે અને તેને એકદમ ટાઈટ જકડી લે છે. જે બાદ પરાણે મહિલાનું મોઢું ખોલવામાં આવે છે અને PPE કિટ પહેરેલો સ્વાસ્થ્ય કર્મચારી તેના સ્વાબ સેમ્પલ લે છે.

આવા અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે
આ પ્રકારના અન્ય વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ચીનના સ્વાસ્થ્ય કર્મચારીઓ અનિવાર્ય કોવિડ ટેસ્ટ માટે જબરજસ્તી કરતા જોવા મળે છે. સ્વાસ્થ્યકર્મચારી એક વૃદ્ધ વ્યક્તિના ઘરમાં પરાણે ઘુસી જાય છે અને તેનો કોવિડ ટેસ્ટ લે છે.

ચીનનાં અનેક શહેરોમાં લોકોને પરાણે ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે, જેમાં તેમને પકડીને આઇસોલેશન સેન્ટરમાં ધકેલી દેવાય છે.
ચીનનાં અનેક શહેરોમાં લોકોને પરાણે ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે, જેમાં તેમને પકડીને આઇસોલેશન સેન્ટરમાં ધકેલી દેવાય છે.

લોકો બહાર ન નીકળે, તેથી દરવાજાઓ પર વેલ્ડિંગ
હોમ આઈસોલેશન માટે લોકોને ઘર પણ છીનવી લેવામાં આવી રહ્યાં છે. એક વીડિયોમાં PPE કિટ પહેરીને પોલીસ હાઉસિંગ કોમ્પ્લેક્સની બહાર લોકોને નવા નિયમ અંગે જાણ કરતા જોવા મળે છે. આ નિયમ સાંભળ્યા બાદ લોકો બુમો પાડતા દેખાય છે. પોલીસ લોકોને મારતા પણ આ વીડિયોમાં જોઈ શકાય છે. લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. તે માટે લોકોના ઘરના દરવાજાઓ વેલ્ડિંગ કરીને તેમને બંધ કરી દેવામાં આવે છે.

8 પ્રાંતમાં 2 મહિનાથી સ્કૂલ બંધ, પ્રાઈમરીનાં બાળકોના પણ ટેસ્ટિંગ
ઝિઝિંગયાન, ઝિલિન, શાંઘાઈ, બેઈજિંગ સહિત 8 પ્રાંતોમાં લગભગ બે મહિનાથી સ્કૂલ બંધ છે. અહીં ઓમિક્રોન વાયરસના કારણે સંક્રમણના કેસમાં ઘટાડો નથી જોવા મળતો. જિનપિંગ સરકારે આ પ્રાંતની સ્કૂલમાં ભણતા પ્રાઈમરી બાળકોના કોરોનાના ટેસ્ટિંગના આદેશ આપ્યા છે. બાળકોને ઘરોથી લાવીને તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...