• Gujarati News
  • International
  • Takemitsu Takizaki, Who Cannot Afford A College Education, Owns Rs 2,800 Billion; Engaged In The Business Of Electronic sensors

જાપાનની સૌથી શ્રીમંત વ્યક્તિ:કોલેજ સુધીનું શિક્ષણ નહીં મેળવી શકનારા તાકેમિત્સુ તાકીઝાકી છે રૂપિયા 2800 કરોડના માલિક; ઈલેક્ટ્રોનિક-સેન્સરના કારોબાર સાથે જોડાયેલા છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

ઈલેક્ટ્રોનિક-સેન્સર ઉત્પાદક કીન્સ કોર્પના સ્થાપક તાકેમિત્સુ તાકીઝાકી જાપાનના સૌથી સમૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. અગાઉ પ્રથમ સ્થાન પર રહેલા તાદાશી યાનાઈને પાછળ છોડીને આ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.બ્લૂમબર્ગ (Bloomberg)બિલિયોનર્સ ઇન્ડેક્સ ઈન્ડેક્સ પ્રમાણે તાકીઝાકીની સંપત્તિ 38.2 અબજ ડોલર (રૂપિયા 2800 કરોડથી વધારે) સંપત્તિ છે. કારણ કે આ કંપનીના શેર ગયા વર્ષની શરૂઆતની તુલનામાં સોમવારે લગભગ બે ગણી થઈ હતી. કીન્સ કોર્પમાં 21 ટકા માલિકી હિસ્સો ધરાવતા તાકીઝાકીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 5.9 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે અને હવે તેઓ એશિયામાં નવમાં સૌથી સમૃદ્ધ વ્યક્તિ બની ગયા છે.

જ્યારે રિટેઈલિંગના ક્ષેત્ર સાથે જોડાયેલા યાનાઈની કુલ સંપત્તિ 35.5 અબજ ડોલર નોંધાઈ છે. વર્ષ 2021માં તેમણે 9.7 અબજ ડોલર એટલે કે તેમની કુલ સંપત્તિ પૈકી 22 ટકા સંપત્તિ ગુમાવી છે. યુનિકલો ક્લોથિંગના શેરમાં 18 ટકા ઘટાડો થતા તેમની સંપત્તિમાં આ ધોવાણ જોવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પના સ્થાપક માસાયોશી સન જાપાનની ત્રીજા ક્રમના સૌથી સમૃદ્ધ છે, જેમની સંપત્તિ 26.90 અબજ ડોલર છે.

તાકેમિત્સુ તાકીઝાકી અંગે સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ ક્યારેય કોલેજ ગયા નથી. 76 વર્ષિય અબજપતિ તાકીજાકીએ ઈલેક્ટ્રોનિક્સ-સેન્સરના સંશોધનમાં વ્યાપક પ્રમાણમાં મદદ કરી છે. તેમણે વર્ષ 1974માં કીન્સ કોર્પની સ્થાપના કરી હતી અને ઔદ્યોગિક સંચાલન માટે સેન્સર, માપણીને લગતા ઉપકરણો, મશીન-વિઝન સિસ્ટમ તથા અન્ય ઉપકરણોના ઉત્પાદક સ્વરૂપમાં ઉત્પાદન કર્યું. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી કાર્સ અને ટોયોટામાં ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ 2015માં કીન્સ કોર્પના પદ પરથી હટાવ્યા બાદ હવે કંપનીના માનદ અધ્યક્ષ તરીકે છે. જાપાનના શેરબજારમાં કીન્સના શેરોમાં 96 ટકાનો ઉછાળો આવ્યો હતો. જેને પગલે કંપનીને આશરે 167 અબજ ડોલરનું બજાર મૂલ્ય મળ્યું હતું. આ દ્રષ્ટિએ ઓટો ક્ષેત્રની અગ્રણી ટોયોટા મોટર્સ કોર્પ બાદ જાપાનની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. કીન્સ કોર્પની 40 ટકા કરતાં વધારે આવક હજું પણ જાપાનમાંથી આવી રહી છે.