• Gujarati News
  • International
  • Suspected Death In A Road Accident Of A Cartoonist Who Made A ‘controversial’ Cartoon Of The Prophet; Al Qaeda Has Offered A Reward Of Up To 1 Million For Information Leading To The Capture Of The Cartoonist

સ્વીડિશ કાર્ટૂનિસ્ટનું મોત:પયગંબરનું 'વિવાદિત' કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટનું માર્ગ અકસ્માતમાં શંકાસ્પદ મોત; કાર્ટૂનિસ્ટના મોત પર અલકાયદાએ રાખ્યું હતુ 1 લાખ ડોલરનું ઈનામ

સ્ટોકહોમ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વીડિશ કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સનું માર્ગ અકસ્માતમાં શંકાસ્પદ મૃત્યુ થયું

પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટૂન બનાવીને ચર્ચામાં આવેલા સ્વીડિશ કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. રિપોર્ટ મુજબ પોલીસની ઔરક્ષામાં યાત્રા કરી રહેલા વિલ્ક્સની કાર રસ્તાની બીજી તરફ પલટી ગઈ હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર આગમાં બળીને ભડથું થઈ ગયો હતો, પરંતુ પોલીસ આ ઘટનાને શંકાસ્પદ માનીને તપાસ કરી રહી છે. આ અકસ્માત રવિવારે થયો હતો.

સતત મળી રહી હતી જાનથી મારી નાંખવાની ધમકી
પયગંબર મોહમ્મદ પર વર્ષ 2007માં વિવાદિત કાર્ટૂન બનાવ્યા બાદ 75 વર્ષીય લાર્સ વિલ્ક્સને સતત જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી હતી. સપ્ટેમ્બર 2007માં અલકાયદાએ તેમનું માથું લાવનારને 1 લાખ ડોલર ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. વર્ષ 2013ના જિહાદ જેન નામની મહિલાને 10 વર્ષની સજા સંભાળવવામાં આવી હતી. તે વિલ્ક્સને મારવાનું કાવતરું ઘડી રહી હતી.

તસવીર વર્ષ 2015માં કોપેહેગનના ક્રુડટોન્ડેન કાફેમાં લોકોને સંબોધન કરી રહેલા વિલ્ક્સ પર કરવામાં આવેલ ફાયરિંગની છે.
તસવીર વર્ષ 2015માં કોપેહેગનના ક્રુડટોન્ડેન કાફેમાં લોકોને સંબોધન કરી રહેલા વિલ્ક્સ પર કરવામાં આવેલ ફાયરિંગની છે.

સુરક્ષામા તહેનાત સુરક્ષાકર્મીઓનું પણ મોત
વિલ્ક્સને સતત મળી રહેલી ધમકી બાદ તેમની સુરક્ષા માટે 2 પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં તેમનું પણ મોત થયું હતું. સ્વીડનની સ્પેશિયલ પોલીસ ટીમ આ અકસ્માત મામલે તપાસ કરી રહી છે. પોલીસ તે બાબતની પણ તપાસ કરી રહી છે કે ક્યાંક આ ઘટનાને જાણીજોઈને તો અંજામ નથી આપવામાં આવ્યો.

ક્યારે-ક્યારે થયો જીવલેણ હુમલો

  • વર્ષ 2015મા લાર્સ વિલ્ક્સ ડેન્માર્કની રાજધાની કોપહેગનના ક્રુડટોંડેન કાફેમા લોકોને સંબોધન કરી રહ્યા હતા. તે સમયે ઉમર અલ-હુસેન નામનો બંદૂકધારી શખ્સે અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતુ, પરંતુ આ હુમલામાં વિલ્ક્સનો આબાદ બધાવ થયો હતો.
  • વર્ષ 2011મા પેન્સિલવેનિયામાં રહેતા 51 વર્ષીય કોલીન લોરોજે વિલ્ક્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. વર્ષ 2014માં લોરોજને આ ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...