તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૉકિંગ:ફ્રાઈડ ચિકનમાંથી સર્જિકલ માસ્ક નીકળ્યા, શ્વાસ રૂંધાવાથી છ વર્ષની છોકરી મરતાં બચી

હેમ્પશાયરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારે કોરોનાથી બચવા માટે માસ્ક અનિવાર્ય થઈ પડ્યા છે. પરંતુ એકવાર ઉપયોગ કરી લીધા પછી તેનો યોગ્ય નિકાલ કરવો પણ અત્યંત જરૂરી છે. નહીંતર બ્રિટનના હેમ્પશાયર જેવી આઘાતજનક ઘટના બની શકે. થયું એવું કે ત્યાંની લૉરા આર્બર નામની મહિલાએ પોતાનાં બાળકો માટે મંગળવારે ત્યાંના મૅકડોનાલ્ડ્સની રેસ્ટોરાંમાંથી ચિકન નગેટ્સ તરીકે ઓળખાતી તળેલાં ચિકનની ડિશ ખરીદી હતી. એણે ભજિયાં જેવાં આવાં 20 ચિકન નગેટ્સ ખરીદ્યાં હતાં, તેમાંથી બે નગેટ્સમાંથી સર્જિકલ માસ્કના ટુકડા નીકળ્યા હતા.

32 વર્ષની લૉરાએ બ્રિટિશ મીડિયાને પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે એમની છ વર્ષની દીકરી મૅડીને અચાનક ખાતાં ખાતાં શ્વાસ રૂંધાવા લાગ્યો. લૉરાએ પોતાની દીકરીના મોંમાં આંગળીઓ નાખીને અંદરથી નગેટ બહાર કાઢ્યું. લૉરાના આઘાત વચ્ચે એણે દીકરીના મોંમાંથી બહાર કાઢેલા નગેટમાંથી બ્લ્યુ રંગનું કશુંક દેખાતું હતું. ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે એ તો ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્કનો ટુકડો હતો. આ રીતે એમનાં 20 નગેટ્સમાંથી બેમાં આવા માસ્કના ટુકડા નીકળ્યા.

માસ્કવાળું નગેટ ખાધા પછી છ વર્ષની મૅડીનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો
માસ્કવાળું નગેટ ખાધા પછી છ વર્ષની મૅડીનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો

ધૂંઆપૂંઆ થતી લૉરા રેસ્ટોરાંના મેનેજર પાસે પહોંચી. પરંતુ લૉરાના કહેવા પ્રમાણે મેનેજરે ન તો માફી માગી કે ન બીજા ગ્રાહકોને એ જ જથ્થામાં બનેલા નગેટ્સ પિરસવાનું બંધ કર્યું. એણે માત્ર એટલી જ વિગત આપી કે આ નગેટ્સ એમના રસોડામાં નથી બન્યાં, બલકે બીજેથી તૈયાર બનીને આવ્યાં છે અને એમણે માત્ર ગરમ જ કર્યાં છે.

જોકે સોશિયલ મીડિયામાં અને સ્થાનિક મીડિયામાં આ ઘટના ચર્ચાયા બાદ મૅકડોનલ્ડ્સે જાહેરમાં લૉરાને પડેલી તકલીફ બદલ માફી માગી હતી.

અન્ય સમાચારો પણ છે...