બ્રાઝિલમાં US કેપિટલ જેવી હિંસા:પ્રેસિડેન્ટ બોલ્સોનારો હાર્યા તો સમર્થકોએ પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કર્યો, ગાડીઓ સળગાવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલમાં પોલીસ અને હાલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થકોની વચ્ચે ઝપાઝપી થઇ ગઇ. સમર્થક પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા. અહીં લૂલા ડા સિલ્વાની જીતનો વિરોધ કરી રહેલા બોલ્સોનારોના સમર્થકોએ કેટલીક ગાડીઓને આગના હવાલે કરી દીધી. પોલીસે પ્રદર્શનકારીઓને કંટ્રોલ કરવા ટીયરગેસના સેલ છોડ્યા.

હકીકતમાં ઓક્ટોબરમાં થયેલા પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં લૂલા ડી સાલ્વાએ હાલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને આશરે 21 લાખ 39 હજાર વોટોથી હરાવી દીધા. જાયર બોલ્સોનારો પહેલાં જ ચોખવટ કરી ચૂક્યા છે કે જો તેઓ ચૂંટણી હારી જશે તો અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો રસ્તો અપનાવશે અને પરિણામોને કબૂલ નહીં કરે.

ગાર્ડિયનના અહેવાલ મુજબ, વિરોધીઓ ઇચ્છતા નથી કે લુલા 1 જાન્યુઆરી, 2023 ના રોજ રાષ્ટ્રપતિ પદ સંભાળે.
ગાર્ડિયનના અહેવાલ મુજબ, વિરોધીઓ ઇચ્છતા નથી કે લુલા 1 જાન્યુઆરી, 2023 ના રોજ રાષ્ટ્રપતિ પદ સંભાળે.

સૌથી પહેલાં જાણો ક્યારે શરૂ થઈ હિંસા

  • બ્રાઝિલમાં 13 ઓક્ટોબરે પછી નાનાં -નાનાં પ્રદર્શનો થઇ રહ્યાં હતાં. સોમવાર 12 ડિસેમ્બરે બ્રાઝિલની ટોપ ઇલેક્ટ્રોરલ કોર્ટે લૂલાની જીતની ઓફિશિયલી જાહેરાત કરી. ત્યાર હાદ જાયર બોલ્સોનારોના સમર્થકો વિરોધ પ્રદર્શન કરવા લાગ્યાં. હિંસા વધતી જોઇ સુપ્રીમ કોર્ટે એક સમર્થક જોસ અકાસિઓ સેરેરે જવાન્તેની ધરપકડ કરવાના આદેશ આપ્યા, પરંતુ હિંસા ઓછી થવાના બદલે વધતી ગઇ.
  • મંગળવાર એટલે કે 13 ડિસેમ્બરે મોડી રાત્રે જાયર બોલ્સોનારોના સમર્થકો પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા. અહીં પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે ઝપાઝપી થઇ. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. કેટલીક બસો અને ગાડીઓમાં આગ લગાવી દીધી. પોલીસે પણ સ્થિતિ કાબૂમાં કરવા માટે પ્રોટેસ્ટર્સ પર લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડ્યા.

હવે હિંસાની તસવીરો જુઓ

રાજધાની બ્રાઝિલિયામાં પ્રદર્શન કરી રહેલા બોલ્સોનારોના સમર્થકોએ પેસેન્જર બસને આગ ચાંપી દીધી હતી.
રાજધાની બ્રાઝિલિયામાં પ્રદર્શન કરી રહેલા બોલ્સોનારોના સમર્થકોએ પેસેન્જર બસને આગ ચાંપી દીધી હતી.
આ તસવીર પોલીસ હેડક્વાર્ટરની બહારની છે. અહીં પ્રદર્શનકારીઓએ અનેક કારને આગ ચાંપી દીધી હતી.
આ તસવીર પોલીસ હેડક્વાર્ટરની બહારની છે. અહીં પ્રદર્શનકારીઓએ અનેક કારને આગ ચાંપી દીધી હતી.
પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલા મેકડોનાલ્ડના આઉટલેટમાં પણ વિરોધીઓએ તોડફોડ કરી હતી.
પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલા મેકડોનાલ્ડના આઉટલેટમાં પણ વિરોધીઓએ તોડફોડ કરી હતી.

વોરઝોન બની રાજધાની બ્રાઝિલિયા
સોશિયલ મીડિયા પર હિંસાના વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. જર્નાલિસ્ટ એલન રિયોસે એક વીડિયો શેર કરતા લખ્યું કે રાજધાની બ્રાઝિલિયા વોરઝોનની જેમ દેખાઇ રહ્યો છે. અહીં ગાડીઓમાં આગ લગાડવામાં આવી છે. કેટલીક બિલ્ડિંગોમાં તોડફોડ કરવામાં આવી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, પ્રદર્શનકારીઓએ પીળા રંગની ટી-શર્ટ પહેરેલી હતી. આને બોલ્સોનારોની પાર્ટીના સમર્થકના સિમ્બોલના રૂપે જોવામાં આવે છે.

ચાલતી બસમાં આગ લગાડી
કેટલાક લોકલ રિપોર્ટરે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોઇ શકાય છે કે પ્રદર્શનકારીઓએ એક ચાલતી બસમાં આગ લગાડી દીધી. જોકે આ વાતની જાણકારી નથી કે બસમાં કેટલા લોકો હાજર હતા અને કેટલા લોકો અત્યાર સુધીમાં ઘાયલ થયા છે.

બોલ્સોનારોના સમર્થકોએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. દેખાવકારોને કાબૂમાં લેવા માટે ટીયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બોલ્સોનારોના સમર્થકોએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. દેખાવકારોને કાબૂમાં લેવા માટે ટીયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી દેશમાં પ્રદર્શન થયાં હતાં
બોલ્સોનારોની હાર પછી દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન જાવા મળ્યાં હતાં. તેમના સમર્થકોએ સડક જામ કરી દીધી. ફેડરલ હાઇવે પોલીસ (PRF)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માર્કો ટોનિયો ટેરિટો ડી બૈરોસાએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓએ 267 સડકો બ્લોક કરી દીધા છે. દેશના સૌથી મોટા એરપોર્ટ જવાનો રસ્તો પણ બ્લોક હતો, આના લીધે કેટલીક ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી. લોકો ' લૂલા નો' લખેલાં બેનરો લઇને પ્રદર્શન કરી રહ્યા હતા.

જાન્યુઆરી 2021માં US કેપિટલ હિલમાં હિંસા થઇ હતી

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ના રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામને પલટાવી દેવા અરાજકતા અને ભ્રષ્ટાચારને રસ્તો પસંદ કર્યો હતો.
  • USમાં 6 જાન્યુઆરી 2021માં કેપિટલ હિલ્સ (અમેરિકન સંસદ) પર ટ્રમ્પના સમર્થકોએ હુમલો કર્યો હતો. કેપિટલ હિલ્સ હિંસામાં ઓછામાં ઓછા 138 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. જવાબી ફાયરિંગમાં 5થી વધુ ઉપદ્રવીઓનાં મોત થયાં હતાં.