UK સરકારે 6 મહિનામાં મંત્રી બદલ્યા:સુનકના સમર્થક હન્ટ બ્રિટનના નાણાંપ્રધાન

લંડન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રિટનમાં આર્થિક પડકારોનો સામનો કરી રહેલાં મહિલા પ્રધાનમંત્રી લિઝ ટ્રસ દ્ધારા શુક્રવારે જ નાણામંત્રી બન્યાના છ સપ્તાહમાં ક્વાસી ક્વાર્ટેંગને હટાવી દેવામાં આવ્યા છે.

લિઝ ટ્રસે પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકના અનુયાયી જેરેમી હન્ટને નવા નાણામંત્રી બનાવ્યા છે. બોરિસ જ્હોન્સન સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનક લિઝ ટ્રસથી વડાપ્રધાનની ચૂંટણીમાં હારી ગયાં હતાં અને તેઓ ટ્રસની કેબિનેટમાં પણ જોડાયા નહોતા.

હન્ટે પ્રધાનમંત્રીની ચૂંટણીમાં સુનકને સમર્થન આપ્યું હતું. ક્વાસી ક્વાર્ટેંગે ગયા મહિને ટેક્સમાં કપાતની જાહેરાત કરતાં પાઉન્ડના વિનિમય દરમાં ભારે ઘટાડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...