• Gujarati News
  • International
  • Sunak Will Have 3 Former Prime Ministers In The British Parliament, With All Three Likely To Be At Loggerheads

PM બન્યા પછી મોટો પડકાર:બ્રિટિશ પાર્લામેન્ટમાં સુનક સાથે 3 ભૂતપૂર્વ વડાપ્રધાનો હશે, ત્રણેય સાથે મતભેદો વધવાની શક્યતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના 57મા વડાપ્રધાન બન્યા છે. PM બન્યા પછી તેમની પહેલી પબ્લિક સ્પીચમાં કહ્યું- આપણો માર્ગ મુશ્કેલીભર્યો છે, પરંતુ હવે આગળના માર્ગને પાર કરવાનો છે. તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ દ્વારા ભૂલો થઈ હતી, તેને સુધારવામાં આવશે.

મંગળવારે સવારે બ્રિટનના તમામ મોટા અખબારોમાં સુનકનું નિવેદન છપાયું હતું. સોમવારે સુનકે પોતાના સાંસદોને કહ્યું હતું - એક થઈ જાઓ, નહીં તો વિનાશ સર્જાશે
મંગળવારે સવારે બ્રિટનના તમામ મોટા અખબારોમાં સુનકનું નિવેદન છપાયું હતું. સોમવારે સુનકે પોતાના સાંસદોને કહ્યું હતું - એક થઈ જાઓ, નહીં તો વિનાશ સર્જાશે

હવે બ્રિટિશ સંસદ અને ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટી પર નજર રહેશે. જેના પાછળ કેટલાક કારણો છે. સુનકે સ્પીચમાં લિઝ ટ્રસની ભૂલોનો ઉલ્લેખ કર્યો હતો. ખાસ વાત એ છે કે સંસદમાં તેમની જ પાર્ટીના 3 પૂર્વ વડાપ્રધાનો સાથે હશે. તેથી જ આ પરિસ્થિતિઓ થોડી અલગ દેખાય છે.

શું આ ત્રણ નેતાઓ ભાર બની જશે?
થેરેસા મે, બોરિસ જોનસન અને લિઝ ટ્રસ. આ ત્રણ ભૂતપૂર્વ વડાપ્રધાનો એવા છે જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું. એવી આશંકા છે કે સંસદમાં ત્રણ ભૂતપૂર્વ PM હોવાને કારણે કન્ઝર્વેટિવ પાર્ટીના અંદરોઅંદર અણબનાવ વધી શકે છે. જોકે, આ બ્રિટિશ લોકશાહી અને શાસન વ્યવસ્થાનો એક ભાગ છે.

તેનાથી પણ મોટી વાત એ છે કે, ત્રણેય પૂર્વ વડાપ્રધાનોનું સમીકરણ સુનક માટે મુશ્કેલી બની શકે છે. ઉંમરની દ્રષ્ટિએ પણ નવા પીએમ એકદમ યુવાન છે. પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં ભાગ્યે જ જોવા મળે છે કે કાર્યકાળ સમાપ્ત થયા પછી ભૂતપૂર્વ વડાપ્રધાન સંસદમાં દેખાય. બીજી તરફ બ્રિટનમાં બીજા વિશ્વયુદ્ધ બાદ ઘણા પૂર્વ વડાપ્રધાનો સાંસદ તરીકે જોવા મળ્યા હતા.

શું મતભેદો ચાલુ રહેશે?

  • સુનક એ બોરિસ જોનસન કેબિનેટમાં ખૂબ જ સફળ નાણાં મંત્રી હતા. જ્યારે તેમણે જોનસનનો વિરોધ કરીને તેમણે કેબિનેટ છોડ્યું ત્યારે પરિણામ એ આવ્યું કે બોરિસને પણ થોડા મહિનામાં રાજીનામું આપવું પડ્યું. હવે જોનસન પણ સુનકના દરેક કાર્ય પર ચાંપતી નજર રાખશે. સાથે બે મહિલાઓ થેરેસા મે અને લિઝ ટ્રસ પણ હશે.
  • ઈતિહાસની વાત કરીએ તો, સંસદમાં ભૂતપૂર્વ વડાપ્રધાનોની સાંસદ તરીકે લાંબાગાળાની ઉપસ્થિતિનું ઐતિહાસિક ઉદાહરણ છે. એડવર્ડ હીથે 1974માં PM તરીકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડીને 2001 સુધી હાઉસ ઓફ કોમન્સમાં રહ્યા. જો કે, હાલમાં જ પદ છોડનારા ત્રણ વડાપ્રધાનો સંસદમાં એકસાથે ઉપસ્થિત રહેશે, આવું બ્રિટનના આધુનિક ઈતિહાસમાં જોવા મળ્યું નથી.
  • આ નેતાઓનો પરસ્પર દૃષ્ટિકોણ પણ અન્ય કરતા અલગ રહ્યા છે. ઉદાહરણ તરીકે, થેરેસા મેએ કોવિડ-19ના યુગમાં બોરિસ જોન્સનના વર્તનને ખુલ્લેઆમ અયોગ્ય ગણાવ્યો હતો. સુનકને પાર્ટીના નેતાના પદથી દૂર રાખવા માટે જોનસને સપ્ટેમ્બરમાં લિઝ ટ્રસને સમર્થન આપ્યું હશે, પરંતુ હકીકત એ છે કે, ત્યારબાદ લિઝની મદદ કરવા સંસદમાં આવ્યા ન હતા. હવે આ ત્રણેય પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકને કેટલી મદદ કરશે? એ તો સમય જ કહેશે.
તસવીર 2020ની છે. ત્યારબાદ દિવાળીના અવસર પર ઋષિ સુનક તેમના સત્તાવાર નિવાસસ્થાને દીવા પ્રગટાવતા જોવા મળ્યા હતા. ત્યારે તેઓ ચાન્સલર હતા.
તસવીર 2020ની છે. ત્યારબાદ દિવાળીના અવસર પર ઋષિ સુનક તેમના સત્તાવાર નિવાસસ્થાને દીવા પ્રગટાવતા જોવા મળ્યા હતા. ત્યારે તેઓ ચાન્સલર હતા.

બ્રિટનમાં હિન્દુઓની ખરા અર્થમાં દિવાળી

  • બ્રિટનમાં મોટી સંખ્યામાં ભારતીયો છે. તેમાં પણ ઘણા હિન્દુઓ છે. સુનક પણ એક હિન્દુ છે અને તેમણે થોડા વર્ષો પહેલા ભગવદ ગીત પર હાથ રાખીને ચાન્સલર તરીકેની શપથ લીધા હતા. નોર્થ લંડનમાં સોમવારે બાળકો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. સુનકના વડાપ્રધાન બનવાથી તેઓ ખૂબ જ ખુશ છે. ઘણા લોકોએ તો ખાસ કરીને મીઠાઈઓ પણ વહેંચી છે.
  • 43 વર્ષીય હેમલ જોશી કહે છે- ભારતમાંથી ઘણા બધા મેસેજ આવી રહ્યા છે. અમને ઋષિ પાસેથી ઘણી આશાઓ છે. જોઈએ હવે તે શું કરે છે. ચાન્સલર તરીકે પણ તેઓ દિવાળીની ઉજવણી કરતા આવ્યા છે. પ્રિયા ગોહિલ કહે છે- અમને ભારતીય અને હિન્દુ હોવાનો ગર્વ છે. આજે મંદિરમાં ગયા ત્યારે ખૂબ જ ખુશી થઈ હતી.
  • 22 વર્ષીય શિવાની દાસાનીની પ્રતિક્રિયા થોડી જુદી છે. મંદિરમાંથી નીકળતી વખતે તેમણે કહ્યું કે- પહેલીવાર અશ્વેત વડાપ્રધાન બન્યા છે. અમે ખૂબ જ ખુશ છીએ. જોકે એ ન ભૂલવું જોઈએ કે ઋષિ સુનક ખૂબ જ અમીર છે અને ઉચ્ચ વર્ગમાંથી આવે છે. હવે જોવાનું એ છે કે તેઓ આપણા સમુદાય માટે શું કરે છે. ઉપરાંત, બ્રિટનમાં જાતિવાદ હજુ પણ જીવંત છે.
સોમવારે લંડનમાં શ્રી સનાતન હિન્દુ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવાળીના પ્રસંગે સુનકના વડાપ્રધાન બનવાના સમાચારથી લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો.
સોમવારે લંડનમાં શ્રી સનાતન હિન્દુ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવાળીના પ્રસંગે સુનકના વડાપ્રધાન બનવાના સમાચારથી લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો.

સામાન્ય નાગરિક માટે શું કરશે?
સેમ્યુઅલ શાન સુનકની સફળતાથી ખુશ છે, પરંતુ તે કહે છે કે- શું ઋષિ જાણે છે કે એક સામાન્ય નાગરિક કેવી રીતે જીવે છે? વર્કિંગ ક્લાસની સમસ્યાઓ શું છે? હવે જોવાનું એ છે કે તેઓ આપણા માટે શું કરે છે.

લંડનમાં શ્રી સનાતન હિન્દુ મંદિરના ચેરમેન નરેન્દ્ર ઠક્કરની ઘણી આશાઓ છે. તે કહે છે- હાલની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સુનક યોગ્ય વ્યક્તિ છે. કોઈપણ વર્ગ કે ધર્મ હોય, સુનક દરેક જગ્યાએ લોકપ્રિય છે. ચાન્સલર તરીકે તેમણે આ સાબિત કર્યું છે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન તરીકે પણ લોકોને ન્યાય મળશે. આ દિવાળી આપણા માટે ખૂબ જ ખાસ છે. તે એક સમર્પિત હિન્દુ છે અને તેમના સમુદાયને ખૂબ પ્રેમ કરે છે

અન્ય સમાચારો પણ છે...