ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સુનક બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારે, ભારતીય પ્રવાસીઓ માટે માર્ગ ખોલે

લંડન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીએમ ઋષિ સુનકથી ત્યાંના ભારતીય મૂળના લોકોને આશા

બ્રિટન અને ભારત માટે ઐતિહાસિક તક છે. પહેલીવાર ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું છે. આશા અને પડકારોની લાંબી યાદી સુનક સામે છે. બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના લોકો માને છે કે સુનક સામે સૌથી મોટો પડકાર બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. બ્રિટનમાં લોકો મોંઘવારીથી અકળાયા છે.

ભારતીય મૂળના લોકો કહે છે કે સુનકે લિઝ ટ્રસ સાથેના પીએમ પદના મુકાબલા દરમિયાન જે પ્લાન રજૂ કર્યો હતો તેને લાગુ કરવામાં આવે. સાથે જ ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(એફટીએ) લાગુ કરવામાં આવે.બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં રેસ્ટોરાં ચલાવતા સિદ્ધાર્થ શર્મા સુનકની ઈમિગ્રેશન પોલિસીને સમર્થન નથી આપતા. સિદ્ધાર્થ કહે છે કે બ્રિટનમાં આવતા પરિવાર ઈમિગ્રેશન પોલિસીને કારણે આજે શ્રેષ્ઠ સ્થિતિમાં પહોંચી રહ્યા છે.

ભારતીયોના બ્રિટનમાં આગમનનો માર્ગ સરળ બનાવવો જોઇએ. સિદ્ધાર્થ અનુસાર સુનક બ્રિટનમાં રહેતા મોટાભાગના ભારતીય મૂળના લોકોથી વધારે સારા આર્થિક બેકગ્રાઉન્ડથી આવે છે. તે પ્રાડાના શૂઝ પહેરે છે અને ફ્રી માર્કેટનું સમર્થન કરે છે.

નવી દિલ્હીથી બ્રિટન ગયેલા એક આઈટી એક્સપર્ટ કહે છે કે જો સામાન્ય પ્રજાએ વોટિંગ કર્યું હોત તો સુનક બ્રિટનના વડાપ્રધાન ન બની શક્યા હોત. તેમણે રેડિયો ટૉક શૉ પર એક કોલરને એમ કહેતા સાંભળ્યું કે જ્યારે બ્રિટનમાં મોટાભાગના લોકો શ્વેત છે તો સુનક કેવી રીતે વડાપ્રધાન બની શકે છે. સાથે જ એવી પણ આશા વ્યક્ત કરે છે કે સુનક પ્રોપર્ટી માર્કેટ અને અર્થતંત્ર પર કામ કરશે. તે કહે છે કે સુનકના માર્ગમાં અનેક પડકારો છે. તેમને એમપીનો સાથ નહીં મળે તો કોઈ પણ પોલિસી પર કામ આગળ નહીં વધારી શકે.

પ.લંડનમાં રહેતી ભારતીય મૂળની એક બ્રિટિશ મહિલાએ કહ્યું કે સુનકના વડાપ્રધાન બનવાથી તેમને કોઈ ખાસ મહેસૂસ થતું નથી.તે બસ ઈચ્છે છે કે ઋષિ સુનક તમામ બ્રિટિશ નાગરિકો સાથે સમાન વર્તન કરે અને તેમના માટે સારું કામ કરે કેમ કે જો સુનક કોઈ પણ ભૂલ કરશે તો બ્રિટનમાં રહેતા ભારતીયોને કારણ વિના નિશાન બનાવાશે.

અમુક જાતિવાદી બ્રિટિશ લોકો સુનકના પીએમ બનવાથી ખુશી નથી. શ્વેત જાતિવાદી બ્રિટિશ લોકો સુનક દ્વારા કોઈ મોટી ભૂલ થવાની રાહ જોઈ રહ્યા છે. સુનક કોઈ પણ ભૂલ કરશે તો તેઓ ભારતીય મૂળના લોકો પર સરળતાથી નિશાન તાકી શકશે. ભારતીય મૂળના લોકો માને છે કે આમ તો સુનકનું વડાપ્રધાન બનવું બ્રિટનમાં ભારતની વધતી ધાકનું સ્પષ્ટ ઉદાહરણ છે.પણ ભારતીય સમુદાયના લોકો માને છે કે સુનક બ્રિટનમાં આવનારા એ પ્રવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે જેમણે સંઘર્ષને હકીકતમાં સહન કર્યા નથી.

જોનસન અને લિઝ ટ્રસના રાજકીય દાવપેચ પણ સુનક માટે પડકાર
સુનકે પૂર્વ વડાપ્રધાન બોરસ જોનસનની કેબિનેટમાં નાણામંત્રી તરીકે કામ કર્યું હતું. જોનસન વિરુદ્ધ રાજીનામાના સ્વરૂપમાં શરૂ કરાયેલા બળવામાં સુનક આગળ રહ્યા હતા. ત્યારે જોનસન કેમ્પે સુનકને બળવાખોર કહ્યા હતા. તેના પછી થોડા સમય માટે પીએમ રહેલા લિઝ ટ્રસે પણ પીએમની રેસમાં સુનકની અભિજાત્ય પૃષ્ઠભૂમિનો મુદ્દો ઉછાળ્યો હતો. હવે જોકે સુનક વડાપ્રધાન બની ગયા છે ત્યારે જોનસન અને ટ્રસ તરફથી સુનક વિરુદ્ધ રાજકીય દાવપેચ શરૂ કરાયા છે. તાજેતરમાં ઈજિપ્તમાં કોપ-27ની બેઠકમાં સુનકે જવાથી ઈનકાર કર્યો તો જોનસને તાત્કાલિક ત્યાં બ્રિટિશ પ્રતિનિધિ તરીકે જવાની હાં પાડી દીધી. ટ્રસ કેમ્પ તરફથી સુનકના મંત્રી ગેવિન વિલિયમસન વિરુદ્ધ મોરચો ખોલવાને કારણે ગેવિને રાજીનામુ આપવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...