નોબેલ પ્રાઈઝ 2021:સ્યુકોરો મનાબે, ક્લોસ હેસલમેન અને જ્યોર્જિયો પરિસિને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ મળ્યો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો- સોશિયલ મીડિયા - Divya Bhaskar
ફોટો- સોશિયલ મીડિયા

રોયલ સ્વીડિશ અકેડમી ઓફ સાઈન્સીઝે ભૌતિક વિજ્ઞાન માટે વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર સ્યુકોરો મનાબે, ક્લોસ હેસલમેન અને જ્યોર્જિયો પરિસીને આપવાનું એલાન કર્યું છે. તેમને જટિલ ભૌતિક પ્રણાલિયોને સમજવામાં ઉલ્લેખનીય યોગદાન માટે નોબેલ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યૂરીએ નામોની જાહેરાત કરતા જણાવ્યું કે સ્યુકોરો મનાબેએ પ્રદર્શિત કર્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના વધતા સ્તરથી પૃથ્વીના તાપમાનમાં સતત વૃદ્ધિ થાય છે. તેમની શોધથી વર્તમાન જલવાયુ મોડલના વિકાસના પાયા નાખ્યાં.

આ લોકોને ગયા વર્ષે પુરસ્કાર મળ્યો હતો
ગયા વર્ષે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અમેરિકન વૈજ્ઞાનિક એન્ડ્રેયા ઘેઝ, બ્રિટનના રોજર પેનરોઝ અને જર્મનીના રિનાર્ડ ગેનઝેલને મળ્યો હતો. ત્રણેયને બ્લેક હોલ્સ પર સંશોધન માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પુરસ્કાર વિજેતાઓને ગોલ્ડ મેડલ સાથે 1.14 મિલિયન ડોલરનું રોકડ ઇનામ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...