તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકવાદ:સોમાલિયાની રાજધાનીમાં આત્મઘાતી બોમ્બરે રેસ્ટોરન્ટ પર હુમલો કર્યા, 5 લોકોના મોત

મોગાદિશુ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોગાદિશુનો એરિયલ વ્યૂ- ફાઇલ ફોટો - Divya Bhaskar
મોગાદિશુનો એરિયલ વ્યૂ- ફાઇલ ફોટો

સોમાલિયાની રાજધાનીમાં આત્મઘાતી બોમ્બરે રેસ્ટોરન્ટ પર હુમલો કર્યા છે. જેમા 5 લોકોના મોત થયા છે. એક પોલીસ કર્મી અને એક સાક્ષીએ જણાવ્યું હતું કે, સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં મંગળવારે 5 લોકોના મોત નીપજ્યાં, જ્યારે એક આત્મઘાતી બોમ્બરે પોલીસ એકેડેમીની નજીકના રેસ્ટોરન્ટમાં પોતાને ઉડાવી દીધો હતો. આ હુમલા પાછળ કોનો હાથ છે, તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.

પોલીસ અધિકારી સાદિક અલીએ બ્લાસ્ટ થયાની થોડી વાર પછી વોટ્સએપ મેસેજ ગ્રુપમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "સ્કૂલ પોલિસીયો (પોલીસ એકેડેમી) નજીક એક રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો." સાદિકે તે પછી રોઇટર્સને જણાવ્યું હતું કે, બ્લાસ્ટમાં ગુનેગાર સહિત 5 લોકોનાં મોત નીપજ્યાં હતા. ઘટના પાસેના એક દુકાનદાર મોહમદ અલીએ, રોઇટર્સને જણાવ્યું હતું કે બ્લાસ્ટ થયા પછી પોલીસે ફાયરિંગ કર્યું હતું. ઘણી બધી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અલ કાયદા સાથે જોડાયેલા ઇસ્લામવાદી જૂથ અલ શબાબ કેન્દ્ર સરકારને હટાવવા માટેના તેના અભિયાનના ભાગ રૂપે મોગાદિશુ અને સોમાલિયામાં અન્યત્ર બોમ્બ વિસ્ફોટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો