• Home
  • International
  • Suicide attack on Gurdwara in Kabul, Afghanistan, death toll of 11; Security forces took over the front

અફઘાનિસ્તાન: કાબુલમાં ગુરુદ્વારા પર ફિદાયીન હુમલો, મરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 27; સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા

સુરક્ષાદળોએ મોરચો સંભાળીને ઘણા બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા
X

  • અફઘાનિસ્તાન સરકારે હુમલાની પૃષ્ઠિ કરી, આત્મઘાતી હુમલાખોર ગુરૂદ્વારામાં ઉપસ્થિત છે
  • માઇનોરિટી પર હુમલા વધી રહ્યા છે, 3 વર્ષમાં હજારો હિન્દુ-શીખ શ્રદ્ધાળુઓએ ભારતમાં શરણ માંગી

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 07:19 PM IST

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદીઓએ બુધવારે એક ગુરૂદ્વારાને નિશાન બનાવ્યું હતું. ફિદાયીન હુમલો સવારે 7.30 વાગ્યે થયો હતો. આ સમયે શીખ સમુદાયના બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રાર્થના માટે એકઠા થયા હતા. આ બ્લાસ્ટમાં 27 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 8 વ્યક્તિઓને ઈજા થઈ છે. હુમલા પછી સુરક્ષાદળોએ ગુરૂદ્વારાની ઘેરાબંધ કરીને વળતી કાર્યવાહી કરી હતી. જેમાં 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.16 વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 40થી વધારે શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. અત્યાર સુધી કોઇ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અફઘાનિસ્તાનમાં લગભગ 300 શીખ પરિવાર રહે છે. તેમની સંખ્યા કાબુલ અને જલાલાબાદમાં વધુ છે. આ બે શહરોમાં ગુરૂદ્વારા પણ છે.

કાયદાના જાણકાર નરિન્દ્રસિંહ ખાલસાએ જણાવ્યું કે તેમને ગુરૂદ્વારામાંથી ફોન આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે ગુરૂદ્વારામાં 150થી વધુ લોકો ઉપસ્થિત છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે ટ્વિટ કરીને કહ્યું કે આ હુમલામાં તેમના સંગઠનના કોઇ લેવાદેવા નથી. તેમણે હુમલો કરાવ્યો નથી. 

ગત વર્ષે ISISએ હુમલો કર્યો હતો
અવારનવાર અલ્પસંખ્યક શીખ અને હિન્દુઓના ધાર્મિક સ્થળો પર અફઘાનિસ્તાનમાં હુમલા થતા રહે છે. આ પહેલા 2018માં રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુલાકાત કરવા જઇ રહેલા હિન્દુઓ અને શીખ લોકો પર આત્મઘાતી હુમલો થયો હતો. તેમાં 19 શીખ અને હિન્દુના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. આ પ્રકારના હુમલાઓના કારણે હિન્દુઓ અને શીખોએ દેશ છોડવાનો નિર્ણય કર્યો છે. ત્રણ વર્ષોમાં ઘણા પીડિતોએ ભારતમાં શરણ માંગી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી