તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Suddenly A 3 year old Girl Came Running On The Bumpy Road, The Van Driver Escaped By Hitting The Short Brake

ચીન:ધમધમતાં રોડ પર અચાનક 3 વર્ષની બાળકી દોડતી-દોડતી આવી, વૅનચાલકે શૉર્ટ બ્રેક મારતાં માંડ-માંડ બચી

2 મહિનો પહેલા

સાઉથ-વેસ્ટ ચીનના ચોંગકિંગ સિટીના શૉકિંગ CCTV સામે આવ્યા છે. આ CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ધમધમતાં રોડ પર અચાનક ઝેબ્રા ક્રોસિંગ પર 3 વર્ષની બાળકી દોડતી-દોડતી આવી જાય છે. આ જોઈ ફુલ સ્પીડમાં આવતો વૅનનો ડ્રાઇવર શૉર્ટ બ્રેક મારે છે અને વૅન રોડ પર જ ઢસડાઈ જાય છે. આ દરમિયાન બાળકી પણ વૅન સાથે અથડાતાં એક જ વેંત દૂર રહી જાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં બાળકીનો બચાવ થયો હતો. પોલીસે વૅનચાલક પાસે ફુલ સ્પીડમાં ડ્રાઇવિંગ કરવાનો દંડ પણ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...