સ્વિસ ખાતેદારોની ત્રીજી યાદી:કાળા ધન વિરૂદ્ધ મળી સફળતા, સ્વિસ બેંકે આપી ભારતીય ખાતાધારકોની ત્રીજી યાદી

5 દિવસ પહેલા

કાળા ધન વિરૂદ્ધની જંગમાં કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે. કાળા ધનને લઈને સ્વિટ્ઝરલેન્ડ સરકારની સાથે થયેલી સંધિ અંતર્ગત તેઓએ ભારતીયોના સ્વિસ બેંક ખાતાની ત્રીજી સૂચી ભારત સરકારને આપી છે. સ્વિટ્ઝરલેન્ડ સરકારે કહ્યું કે તેઓએ 96 દેશોની સાથે 33 લાખ નાણાકીય ખાતાઓની જાણકારીને જાહેર કરી છે.

ઓક્ટોબર-2020માં આપી હતી બીજી યાદી
ભારત તે 96 દેશોમાં સામેલ છે જેમની સાથે સ્વિટ્ઝરલેન્ડના FTA દ્વારા આ વર્ષે સુચનાના સ્વતઃ આદાન-પ્રદાન પર વૈશ્વિક ધોરણો અંતર્ગત નાણકીય ખાતાઓની જાણકારી આપી છે. આ પહેલાં ઓક્ટોબર 2020માં તેઓએ 86 દેશોની સાથે 31 લાખ નાણાકીય ખાતાઓની જાણકારી જાહેર કરી હતી. તો તે પહેલાં સપ્ટેમ્બર 2019માં સ્વિટ્ઝરલેન્ડે ભારત સહિત 75 દેશોની સાથે આ પ્રકારની જાણકારી જાહેર કરી હતી.

આ વર્ષે 10 નવા દેશને આપી જાણકારી
FTAએ આ સંદર્ભે સોમવારે કહ્યું કે આ વર્ષે વધુ 10 દેશોને માહિતી આપવામાં આવી છે. જેમાં એન્ટીગુઆ અને બર્બુડા, અઝરબૈજાન, ડોમિનિકા, ઘાના, લેબનોન, મકાઉ, પાકિસ્તાન, કતાર, સમોઆ જેવાં દેશો સામેલ છે.

જો કે FTAએ તમામ 96 દેશોના નામો અને વધુ માહિતીઓનો ખુલાસો નથી કર્યો. અધિકારીઓએ કહ્યું કે ભારતને સતત ત્રીજા વર્,ે સુચના મળી છે અને ભારતીય અધિકારીઓની સાથે શેર કરવામાં આવેલી માહિતી સ્વિસ નાણાકીય સંસ્થામાં મોટી સંખ્યામાં વ્યક્તિઓ અને કંપનીઓના ખાતા સાથે સંબંધિત છે.

26 દેશોને ન આપવામાં કોઈ જાણકારી
26 દેશોએ સ્વિટ્ઝરલેન્ડની સાથે જાણકારી તો શેર કરી છે પરંતુ તેના બદલમાં સ્વિસ સરકારે પોતાના તરફથી કોઈ જ જાણકારી તેમને નથી આપી. માનવામાં આવે છે કે ડેટા સિક્યોરિટીના કારણે 14 દેશોને સ્વિટ્ઝરેલન્ડે જાણકારી શેર કરવાનો ઈનકાર કરી દીધો છે. તો 12 દેશોએ જાણી જોઈને જાણકારી ન પ્રાપ્ત કરવા અંગે સહમતિ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...