યુક્રેનમાં ભારતીયો પર અત્યાચાર:ખાર્કિવમાં વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ,'યુક્રેનની આર્મીએ અમને કહ્યું- જો ટ્રેનમાં ચઢશો તો ગોળી મારી દઈશું, યુવતીઓ સાથે પણ ગેરવર્તન

5 મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર
  • યુક્રેનની સેના અને પોલીસ ભારતીયોને ટોર્ચર કરી રહી હતી
  • માત્ર યુક્રેનના નાગરિકોને જ સલામત રીતે જવા દેતા હતા, ભારતીયોને નહીં

ખાર્કિવ, પૂર્વ યુક્રેનનું એક શહેર, જે રશિયન સરહદથી માત્ર 40 કિમી દૂર છે. 2જી માર્ચે સાંજે લગભગ 1000 હજાર ભારતીય વિદ્યાર્થીઓ વોકજાલ, ખાર્કિવ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ખાર્કિવને કોઈપણ સ્થિતિમાં છોડવાનું હતું, તેમને ગમે તે ટ્રેન મળે, જે પણ બસ મળે એમાં તેમણે ચઢવાનું જ હતું. પરંતુ વિસ્ફોટો વચ્ચે સ્ટેશનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે યુક્રેનની પોલીસે ક્રૂરતાભર્યું વર્તન કર્યું હતું. તેમણે માત્ર જાનથી મારી નાખવાની ધમકી આપી ન હતી, પરંતુ ભારતીયોને ડરાવવા માટે ગોળીબાર પણ કર્યો હતો અને વિદ્યાર્થીઓ પર ત્રાસ પણ ગુજાર્યો હતો.

યુક્રેનની પોલીસ અને સેના સ્ટેશન પર પોતાના દેશના લોકોને જ પ્રાથમિકતા આપી રહી છે. તેઓ અન્ય દેશોના લોકોને અને ખાસ કરીને ભારતીયોને માર મારી રહ્યા છે. છોકરીઓને પણ પોલીસકર્મીઓ છોડી રહ્યા નથી. છોકરાઓને યુક્રેનની સેના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જો તેઓ ટ્રેનમાં ચઢશે તો સીધી જ ગોળી મારી દેશે. અમને ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે 6 વાગ્યા સુધીમાં ખાર્કિવ છોડી દો. એક તરફ અમને અમારી હોસ્ટેલમાં પાછા જવાની પરવાનગી આપવામાં આવી રહી નથી, તો બીજી તરફ અમને ટ્રેનમાં ચઢવા દેવાતા નહોતા. અમને સમજાતું નહોતુ કે શું કરવું. બહાર નીકળીશું તો ક્રોસ ફાયરિંગમાં માર્યા જવાનો ડર છે. અમે અહીં ફોન બહાર કાઢીને ફોટા પણ નથી લઈ શકતા, યુક્રેન પોલીસે ગોળી મારી દેવાની ધમકી આપી હતી.

ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દિવ્યાંશ દીક્ષિતે અમને આ વાત ત્યારે કહી, જ્યારે તે ખાર્કિવ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. દિવ્યાંશ ઉત્તરપ્રદેશના બરેલીનો રહેવાસી છે. દિવ્યાંશની સાથે સ્ટેશન પર સિદ્ધાંત, અંશુલ, ઉજ્જવલ, પ્રિયા જેવા લગભગ 1000 હજાર વિદ્યાર્થીઓ હાજર હતા. વાસ્તવમાં આ સ્થિતિ એટલા માટે સર્જાઈ હતી, કારણ કે 2જી માર્ચે સાંજે 4.47 કલાકે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક તાકીદની એડવાઈઝરી જારી કરીને ખાર્કિવમાં હાજર તમામ ભારતીયોને તાત્કાલિક અસરથી શહેર છોડી દેવા જણાવ્યું હતું. ભારતીય ખાર્કિવને અડીને આવેલા પશ્ચિમ વિસ્તારો, જેમ કે પેસોચીન, બાબાયે અને બેજલયુદોવકા તરફ આગળ વધ્યા. બરાબર એક કલાક પછી ફરીથી એડવાઈઝરી જારી કરીને ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ભારતીયો "તાત્કાલિક અસરથી" ખાર્કિવ છોડીને બહાર નીકળી જાય.

ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી દિવ્યાંશ દીક્ષિત 1000 સાથીઓની સાથે ખાર્કિવ રેલવે સ્ટેશન પર.
ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી દિવ્યાંશ દીક્ષિત 1000 સાથીઓની સાથે ખાર્કિવ રેલવે સ્ટેશન પર.

'યુક્રેનની સેનાએ યુવતીઓ સાથે ગેરવર્તન કર્યું'
ખાર્કિવમાં રશિયન હુમલાનો ખતરો વધી રહ્યો હતો. 2 માર્ચના રોજ સવારે 6 વાગે દિવ્યાંશ તેના સાથીદારો સાથે ખાર્કિવના વક્જાલ રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. લગભગ 10 કિમી ચાલીને જ્યારે તેઓ રેલવે સ્ટેશન પર પહોંચ્યા તો ત્યાંની સ્થિતિ જોઈને તેઓ પરેશાનન થઈ ગયા હતા. પીઠ પર સામાન લઈને થાકેલા વિદ્યાર્થીઓને ટેકો આપવાને બદલે યુક્રેનની સેના અને પોલીસ ટોર્ચર કરી રહી હતી. આ વિદ્યાર્થીઓ સવારે 8થી 2 વાગ્યા સુધી રાહ જોતા હતા. વિદ્યાર્થીઓએ યુક્રેનિયન પોલીસને ટ્રેનમાં ચઢવા વિનંતી કરી, પરંતુ કોઈ અસર થઈ નહીં. તેમને અંદર ચઢવા દેવાયા નહિ, ઊલટું ગેરવર્તન કર્યું. દિવ્યાંશ કહે છે કે યુક્રેનિયન આર્મીના જવાને ભારતીય વિદ્યાર્થીઓને ડરાવવા માટે હવામાં ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું, આવું ઘણી વખત બન્યું. આ જોઈને બધા ચોંકી ગયા. કેટલીક યુવતીઓ સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી અને તેમને ઈજા થઈ હતી.

ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતા અનેક વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતા અનેક વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.

'અલગ-અલગ રીતે ત્રાસ આપવામાં આવ્યો'
હજારો લોકોમાં હાજર રહેલા અન્ય એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે 'યુક્રેન પોલીસ માત્ર તેમના દેશના લોકોને જ જવા દે છે. અમે હાથ-પગ જોડ્યા ત્યારે તેમણે પહેલા માત્ર ભારતીય છોકરીઓને જ જવા દીધી, ત્યાર બાદ પોલીસ આવી અને છોકરાઓને માર માર્યો. છોકરાઓને અલગ-અલગ રીતે ત્રાસ આપવામાં આવતો હતો. અમારા એક મિત્રને અસ્થમાની સમસ્યા હતી, તે તેને પણ એટલી હદે ત્રાસ આપ્યો કે તેના શ્વાસ અધ્ધર થવા લાગ્યા હતા. આ પછી અલગ-અલગ રીતે ત્રાસ ગુજારવામાં આવતો હતો.

વધુ એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે યુક્રેન પોલીસ માત્ર યુક્રેનના નાગરિકોને જ સલામત રીતે જવા દેવાની મંજૂરી આપી રહી છે. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓને કોઈ કારણ વિનાની સજા આપવામાં આવી રહી છે.

બે ઈમારત પર એરસ્ટ્રાઈક, પછી અમે શેલ્ટર તરફ ભાગ્યા હતા
દિવ્યાંશે જણાવ્યું હતું કે અમે લોકો આ ગેરવર્તન બાદ પાછળ હટી ગયા હતા. અમે અમારા સાથીઓને ભેગા કર્યા હતા. એ જ સમયે અમારાથી બે ઈમારત દૂર જ એરસ્ટ્રાઈક થઈ હતી. માટે અમે શેલ્ટરમાં ચાલ્યા ગયા હતા. જ્યારે અમને ટ્રેનમાં ચઢવા ન દેવાયા ત્યારે 1000માંથી લગભગ 700-800 વિદ્યાર્થીઓએ નક્કી કર્યું હતુ કે ખાર્કિવથી લગભગ 15 કિમી પશ્ચિમની તરફ પેસોચીન તરફ પગપાળા જ નીકળી જઈએ. અમે વિચાર્યું કે એક્ઝિટ રૂટની રાહ જોવા કરતાં સારું છે કે અમે પગપાળા જ ખાર્કિવની બહાર જતા રહીએ. એક બાજુ આવો પણ ડર હતો કે ક્રોસ ફાયરિંગમાં ફસાઈ ના જઈએ.

યુદ્ધના સાતમા દિવસે યુક્રેનનાં ઘણાં શહેરો પર ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.
યુદ્ધના સાતમા દિવસે યુક્રેનનાં ઘણાં શહેરો પર ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.

અમારી નજીકમાં જ એક બોમ્બ પડ્યો, ઘાયલ થતાં થતાં બચ્યા
એેક વિદ્યાર્થી કહે છે, અમારે જે રસ્તેથી જવાનું હતું, એમાં અમારે યુક્રેનનો મુખ્ય મિલિટરી વિસ્તારને પાર કરવાનો હતો. બીજી બાજુ, એવો પણ ડર હતો કે ક્યાંક રશિયાની સેના અમારી પર હુમલો ન કરે. જ્યારે અમે રસ્તેથી જઈ રહ્યા હતા ત્યારે માત્ર 100 મીટરનાં અંતરે જ બોમ્બ પડ્યો હતો. મારો એક મિત્ર ઈજાગ્રસ્ત થતાં થતાં બચી ગયો હતો. બાદમાં અમે ત્યાંથી ભાગતા-દોડતા ત્રણ કલાક ચાલ્યા અને પેસોચીન પહોંચ્યા હતા. અહીં અમે 2જી માર્ચની રાત્રે પહોંચ્યા હતા અને ભારતીય એમ્બેસીએ અહીં યુક્રેનિયન સ્કૂલમાં અમારા માટે રહેવાની વ્યવસ્થા કરી છે.

છેલ્લા 6 દિવસથી બંકરમાં જ છુપાઈને સમય વિતાવી રહ્યા હતા
દિવ્યાંશ અને તેના મિત્રો યુદ્ધના સાતમા દિવસે ખાર્કિવ છોડીને નીકળ્યા હતા. આ પહેલાં 6 દિવસ તેઓ બંકરમાં જ છુપાઈને રહ્યા હતા. સતત બોમ્બમારા વચ્ચે થોડા સમય માટે બહાર નીકળ્યા હતા. આ સમય દરમિયાન જ તેમને વોશરૂમ જવાનું કે પોતાના માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવી પડતી હતી. ત્યાં લોકોને બંકરમાં જ રહેવાની કડક ચેતવણી અપાઈ હતી. બંકરમાં પણ હાલત ખરાબ બની રહી હતી અને માસનિક સ્ટ્રેસ વધી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...