તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રિટનમાં બાળકોની ચાલાકી:સ્કૂલે ન જવું પડે તે માટે વિદ્યાર્થીઓ ઓરેન્જ જ્યૂસ, સૉસમાંથી કોરોનાનો નકલી પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો 14 દિવસની રજા મળે છે આથી અવનવા નુસખા

સામાન્ય રીતે બાળકો સ્કૂલે ન જવા પેટના દુખાવાનું કે તાવનું બહાનું કાઢે છે પણ બ્રિટનમાં સ્કૂલ સ્ટુડન્ટ્સ સ્કૂલે ન જવું પડે તે માટે સંતરાના જ્યૂસથી કોરોનાના ફેક પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. 6.70 કરોડની વસતીવાળા બ્રિટનમાં મહામારી વચ્ચે સ્કૂલો ખુલી રહી છે. બાળકો ભણવા પણ પહોંચી રહ્યા છે. આ દરમિયાન જો કોઇ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને 14 દિવસની રજા અપાઇ રહી છે. બાળકો પણ તેનો ફાયદો ઊઠાવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં ટીચર્સને જાણવા મળ્યું કે બાળકો કોરોનાના રેપિડ એન્ટીજન ટેસ્ટ દરમિયાન સ્વાબને બદલે ઓરેન્જ જ્યૂસનો ઉપયોગ કરે છે.

કોકાકોલાથી એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવે છે
વિવાદ વકરતા બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ જાતે લેબમાં તે અંગે તપાસ કરી, જેમાં માલૂમ પડ્યું કે ઓરેન્જ જ્યૂસમાં એસિડિક પદાર્થો હોવાથી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. તપાસમાં એમ પણ જણાયું કે અન્ય ડ્રિન્ક્સ, ટોમેટો સૉસ અને કોકા-કોલાના ઉપયોગથી પણ રેપિડ એન્ટીજન ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવે છે. યુનિવર્સિટી કોલેજ, લંડનનાં પ્રો. એન્ડ્રિયા સેલાએ કહ્યું કે કોઇ જાણીજોઇને પ્રોટોકોલ તોડે તો ચોક્કસપણે ખોટું પરિણામ મળે પણ અહીં ખરા અર્થમાં ‘ફૉલ્સ પોઝિટિવ’ નથી, કેમ કે પ્રોટોકોલનું બરાબર પાલન નથી કરાયું.

બફર સોલ્યૂશનથી નકલી રિપોર્ટ તૈયાર કરવો શક્ય
બ્રિટનની હલ યુનિ.ના પ્રો. માર્ક લોર્ચે કહ્યું કે બફર સોલ્યૂશનથી ધોઇને ‘નકલી’ પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરવો શક્ય છે પણ એકવાર પીએચ વેલ્યુ દેખાડ્યાની થોડી વાર બાદ કિટમાંથી લાઇન ગાયબ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...