સ્ટુડન્ટ્સ વિઝા ડે સેલિબ્રેશન:યુએસ એમ્બેસીના કોન્સ્યુલર અને ઓફિસર્સે 2500 ભારતીય વિદ્યાર્થીના ઈન્ટરવ્યુ લીધા

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે દેશના 2,00,000 વિદ્યાર્થીઓ અમેરિકાના વિવિધ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહ્યાં છે

ભારતના યુએસ મિસને 7 જૂનના રોજ છઠ્ઠા વાર્ષિક સ્ટુડન્ટ વિઝા ડેની ઉજવણી કરી હતી. દિલ્હીની યુએસ એમ્બેસીના કોન્સ્યુલર ઓફિસર્સ અને દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈના કોન્સ્યુલેટ્સે 2500 જેટલા સ્ટુડન્ટ્સ વિઝા એપ્લિકન્ટ્સ ઈન્ટરવ્યુ લીધા હતા. આ પ્રસંગે ચાર્જ લેકીના અને કોન્સ્યુલર જનરલે વિઝા મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા.

યુએસ અને ભારતની હાયર એજ્યુકેશન ટાઈ્સના ભાગરૂપે સ્ટુડન્ટ વિઝા ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર ભારતના 2,00,000 જેટલા વિદ્યાર્થીઓ યુએસના વિવિધ ઈન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરી રહ્યાં છે. આ અંગે ડોન હેલફીને જણાવ્યું કે આ વર્ષે કોનસ્યુલર ઓફિસર્સ ગત વર્ષ કરતા વધુ વિદ્યાર્થીઓનો ઈન્ટરવ્યુ લેશે અને અગાઉના વર્ષોનો રેકોર્ડ તોડશે.

અન્ય સમાચારો પણ છે...