અફઘાનિસ્તાનની મુશ્કેલીઓ વધશે:દુષ્કાળ સામે ઝઝૂમી રહેલ આ દેશમાં સંઘર્ષ અને પલાયન તીવ્ર બનશે; લોકો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે

અફઘાનિસ્તાન3 મહિનો પહેલાલેખક: સોમિની સેનગુપ્તા
  • અફઘાનિસ્તાનની ત્રીજા-ચોથા ભાગની વસ્તી કૃષિ પર નિર્ભર છે
  • ચીને કહ્યું- અમેરિકા સહિત દુનિયાના દેશોએ તાલિબાનને સરકાર ચલાવવામાં મદદ કરવી જોઈએ

અફઘાનિસ્તાનમાં જળવાયુ સંકટ સંઘર્ષને વેગ આપી શકે છે. અહીં કેટલાક ભાગો વૈશ્વિક સરેરાશ કરતા બમણા ગરમ છે. અહીં બહુ ઓછો વરસાદ છે. ખેતી માટે યોગ્ય ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો 3 વર્ષમાં બીજી વખત દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. કાબુલ યુનિવર્સિટીમાં પ્રોફેસર નૂર અહમદ અખુંદઝાદા કહે છે, 'ત્રીજા-ચોથા ભાગની વસ્તી કૃષિ પર નિર્ભર છે અને કોઈપણ અણધાર્યું હવામાન આપત્તિ લાવી શકે છે, ખાસ કરીને એવા દેશમાં જ્યાં સ્થિર સરકાર નથી.' લગભગ ત્રીજા ભાગના લોકો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે.

દુષ્કાળથી ઘઉંનો 40% પાક નાશ પામ્યો, ભાવ 25% વધ્યા
આ યુદ્ધના કારણે ઘણા લોકો પાક વાવી શક્યા નથી. દુષ્કાળને કારણે પાકને નુકસાન થવાની ખાતરી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કહે છે કે 40% પાક નાશ પામ્યો છે અને ઘઉંનો ભાવમાં 25%નો વધારો થયો છે. વિશ્વના 25 દેશોમાંથી સૌથી વધુ જળવાયુ પરિવર્તનની ઝપેટમાં આ દેશ છે, જ્યાં સંઘર્ષ અને અશાંતિ છે.

અફઘાનિસ્તાનમાં 20 લાખ બાળકો કુપોષિત
ગરમી અને દુષ્કાળના કારણે અફઘાનિસ્તાન બાળકો માટે વિશ્વનો 15મો સૌથી જોખમી દેશ છે. અહીં 20 લાખ બાળકો કુપોષિત છે. જો કે અત્યારે તાલિબાન સમસ્યાઓ દૂર કરવાને બદલે હોર્ડિંગ્સમાંથી મહિલાઓને દૂર કરવા પર વધુ સક્રિય છે. વિશ્લેષકોનું કહેવું છે કે જળ વ્યવસ્થાપન અફઘાન નાગરિકો સાથે તાલિબાનની કાયદેસરતા માટે મહત્વનું રહેશે. પાણી હંમેશા અહીં એક મોટો મુદ્દો રહ્યો છે. તાલિબાન વારંવાર હેરાત શહેરમાં આવેલા ડેમ પર હુમલા કરી રહ્યા છે. 2018ના દુષ્કાળમાં 3.71 લાખ અફઘાનીઓએ પોતાનું ઘર છોડવું પડ્યું હતું.

અફઘાનીઓ તેમના નાણાં સુરક્ષિત રાખવા માટે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા
અફઘાનિસ્તાનમાં બેન્કિંગ સિસ્ટમ ભાંગી પડી છે. આ આર્થિક સંકટ વચ્ચે, કેટલાક અફઘાનીઓ પોતાના નાણાં સુરક્ષિત રાખવા માટે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. તેમાં તે વાતની ગેરંટી છે કે તેમના નાણાં સુરક્ષિત રહેશે. અફઘાનિસ્તાનમાં તેનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. 2021 ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સમાં અફઘાનિસ્તાન 154 દેશોમાંથી 20મા ક્રમે છે. રિપોર્ટ અનુસાર, દેશના પીયર-ટુ-પીયર એક્સચેન્જ ટ્રેડ વોલ્યુમને અલગ કરવા પર અફઘાનિસ્તાન 7મા સ્થાને પહોંચી ગયું છે. જો કે, કુલ વસ્તીમાંથી કેટલા લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે તે અંગે કોઈ ડેટા નથી.

અમેરિકા સહિત સમગ્ર દુનિયા તાલિબાનને સરકાર ચલાવવામાં મદદ કરે: ચીન
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તેમના સમકક્ષ અમેરિકી એન્ટોની બ્લિન્કેનને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં બદલાયેલા સંજોગોને જોતા તે જરૂરી બની ગયું છે કે વિશ્વના તમામ દેશો તાલિબાન સાથે સંપર્ક સ્થાપિત કરે. તેમણે તાલિબાનને સક્રિય રીતે માર્ગદર્શન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. જેથી નવા રાજકીય, આર્થિક, સામાજિક માળખાને સ્થિરતા આપી શકાય. વાંગ એ કહ્યું કે હકીકતો દર્શાવે છે કે યુદ્ધ દ્વારા ક્યારેય પણ અફઘાનિસ્તાનમાં આતંકવાદી શક્તિઓને ખતમ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે નહીં.

તાલિબાન અફીણની ખેતી દ્વારા ચીન-કતાર જેવી વિદેશી શક્તિઓ સાથેના સંબંધોને મજબૂત કરશે
આ દુષ્કાળ અફીણ-ખસખસની ખેતી બંધ કરવાના તાલિબાનના વચનને અઘરું બનાવે છે. તેમાં ઘઉં, તરબૂચ કરતાં ઓછું પાણી લાગે છે અને તે વધુ ફાયદાકારક છે. આ ખેતીમાંથી વાર્ષિક2928 કરોડ રૂપિયા મળે છે, જેણે તાલિબાનને સમૃદ્ધ બનાવ્યું છે.

વિશ્લેષકો માને છે કે તાલિબાન કતાર અને ચીન જેવી વિદેશી શક્તિઓ પાસેથી કાયદેસરતા મેળવવા માટે અફીણ અને ખસખસનો ઉપયોગ કરવા માગે છે. બ્રુકિંગ્સ સંસ્થાની વાન્ડા ફેલબાબ-બ્રાઉન કહે છે કે આ એક મોટો રાજકીય મુદ્દો બનવા જઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...