• Gujarati News
  • International
  • Strong Masses On Rajapaksa's Resignation, People Are Gathering Food For The Protesters; Lawyers Are Fighting The Case For Free

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજપક્ષેના રાજીનામા પર મક્કમ જનતા, લોકો પ્રદર્શનકારીઓ માટે ભોજન એકત્ર કરી રહ્યા છે; વકીલો મફતમાં કેસ લડી રહ્યા છે

એક મહિનો પહેલા

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના લોકો રાજપક્ષે પરિવાર સામે એક થયા છે. લગભગ છેલ્લા એક પખવાડિયાથી હજારો પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર 300મીટર દુર એકઠા થયા છે. રાષ્ટ્રપતિ ગોતબાયા અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. દેખાવકારોના હાથમાં ‘અમારા ચોરેલા પૈસા પાછા આપો’ લખેલાં બેનરો હતાં.'

લોકો પ્રદર્શનકારીમાટે ખોરાક અને પાણી એકત્રિત કરી રહ્યા છે
એક દેખાવકાર અને બે બાળકના પિતા 38 વર્ષીય શાંથા સિલ્વા કહે છે કે, ‘રાજપક્ષેએ પૈસા ઉધાર લેવા માટે ચીનને અનેક સંપત્તિ વેચી દીધી છે. અને હવે મુશ્કેલી અમે ભોગવીએ છીએ. અમે તેમને હટાવીને નવી સરકારના સમર્થનમાં અહીં આવ્યા છીએ. અહીં અનેક લોકો પોતાનાં વાહનો લઈને અહીં આવ્યા છે. લોકો સ્વેચ્છાએ દેખાવકારો માટે ભોજન-પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. દેખાવકારોમાં વિદ્યાર્થીઓની સાથે બૌદ્ધ ભિક્ષુઓ, મહિલાઓ અને નિવૃત્ત સૈનિકો પણ છે.

પ્રદર્શનકારીઓ માટે રાષ્ટ્રપતિ ભવનની બહાર ટેન્ટ લગાવીને લોકોએ ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે.
પ્રદર્શનકારીઓ માટે રાષ્ટ્રપતિ ભવનની બહાર ટેન્ટ લગાવીને લોકોએ ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે.

વકીલો મફતમાં કેસ લડી રહ્યા છે
રાષ્ટ્રપતિ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન નજીક 31 માર્ચે દેખાવો વખતે પોલીસે 53 લોકોની ધરપકડ કરી. આ મુદ્દે 300થી વધુ વકીલ સ્વેચ્છાએ તેમની જામીન માટે પોલીસ મથકે અને અદાલતમાં ગયા હતા. વકીલોનું કહેવું હતું કે અમે ફી લીધા વિના દેશવાસીઓ માટે લડીશું. બાદમાં 100થી વધુ વકીલોએ દેશના એટર્ની જનરલ વિભાગને ઘેરી લીધો અને સવાલ કર્યો કે રાજપક્ષેના અનેક સમર્થકો અને એસએલપીપીના સભ્યો પર એક જ વિભાગ દ્વારા દાખલ કેસ પાછા કેમ લઈ લીધા?

વિરોધીઓ માંગ કરી રહ્યા છે કે રાજપક્ષે પરિવાર સત્તામાંથી બહાર થઈ જાય.
વિરોધીઓ માંગ કરી રહ્યા છે કે રાજપક્ષે પરિવાર સત્તામાંથી બહાર થઈ જાય.

કોલંબોની એક સ્કૂલમાં 40 વર્ષીય શિક્ષક બાંદારા કહે છે કે, મારું માસિક વેતન હવે ફક્ત અડધા મહિનાની જરૂરિયાતો પૂરું કરવા સક્ષમ છે. હું સ્કૂલમાં શિક્ષણ સિવાય ટ્યૂશન પણ કરું છું, પરંતુ છતાં મારી પાસે પાંચ સભ્યોના પરિવાર માટે પૈસા નથી. આ બધું રાષ્ટ્રપતિના કારણે થયું, જે દેશની નીતિઓ વિશે કશું નથી જાણતો. તે ફક્ત સૈન્ય નિયમો વિશે જાણે છે.

લોકો કહે છે કે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે થોડા દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે, પરંતુ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી.
લોકો કહે છે કે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે થોડા દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે, પરંતુ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી.

એક દુકાનદાર સંપત વીરસિંઘે કહે છે કે અમારે રાજપક્ષે અને તેમના નેતાઓના રાજીનામાં જોઈએ છે. આ સરકારે વિશ્વસનીયતા ખોઈ દીધી છે. તેમણે દરેક ચીજમાં હેરાફેરી જ કરી છે. તેઓ કહેતા કે રાંધણગેસ અને ઈંધણની અછત નહીં સર્જાય, પરંતુ એવું થયું . તેમણે કહ્યું કે, વીજકપાત નહીં થાય, પરંતુ એવું પણ થયું. હવે રાજપક્ષે પર વિશ્વાસ ના થાય. તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

ગોતબાયાના રાજીનામાથી ઓછું કંઈ મંજૂર નથી
શ્રીલંકામાં દેખાવકાર વિદ્યાર્થીઓએ બુધવારે રાષ્ટ્રપતિ ગોતબાયાની બેઠકના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. તેમની માંગ છે કે ગોટબાયા પહેલાં રાજીનામું આપે, ત્યાર પછી જ વાતચીત થઈ શકે. તેનાથી ઓછું અમને કશું મંજૂર નથી. આ ઉપરાંત શ્રીલંકાની સંસદના સભ્ય રાજપક્ષે પરિવારના તમામ સભ્યો પણ રાજીનામું આપે. બાદમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને લખેલા પત્રની નકલ પણ જાહેર કરી હતી.

વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે વિરોધ કરી રહેલા લોકોને વાતચીત માટે બોલાવ્યા હતા, પરંતુ લોકો રાજીનામાની માંગ પર મક્કમ છે.
વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે વિરોધ કરી રહેલા લોકોને વાતચીત માટે બોલાવ્યા હતા, પરંતુ લોકો રાજીનામાની માંગ પર મક્કમ છે.

વિરોધમાં બૌદ્ધ સાધુઓ પણ જોડાયા હતા
કોલંબોમાં રાજપક્ષે સરકારના વિરોધમાં સામાન્ય જનતાની સાથે સાથે બૌદ્ધ સાધુઓ પણ જોડાઈ રહ્યા છે. ગેલ્સા હિલ્સ પરના બૌદ્ધ સાધુઓએ પણ પ્રદર્શન કર્યું હતું.

શ્રીલંકાની વસ્તી લગભગ 22 મિલિયન છે, જેમાંથી 70% બૌદ્ધ છે.
શ્રીલંકાની વસ્તી લગભગ 22 મિલિયન છે, જેમાંથી 70% બૌદ્ધ છે.

અગાઉ રાજપક્ષે પરિવારનો દરજ્જો દેવતાઓ જેવો હતો
શ્રીલંકાના રાજકારણમાં આશરે 18 વર્ષથી રાજપક્ષે પરિવારનો દબદબો છે. આ પરિવારના સભ્યો એક સમયે દેવોની જેમ પૂજાતા હતા. મહિન્દાએ રાષ્ટ્રપતિ તરીકે 2004થી 1014 સુધી દેશને એલટીટીઈથી મુક્તિ અપાવી હતી. સિંહાલી બહુમતી ધરાવતા શ્રીલંકાના લોકો તેને મોટી સિદ્ધિ માને છે. હવે આ પહેલો પ્રસંગ છે, જ્યારે લોકો રાજપક્ષે પરિવાર વિરુદ્ધ એકજૂટ છે.

અન્ય સમાચારો પણ છે...