• Gujarati News
  • International
  • Strict Implementation Of The Zero Kovid Policy In China, The Rules Are Also Being Tightened Continuously

ચીનમાં કડકાઈ:ચીનમાં ઝીરો કોવિડ નીતિનો ચુસ્ત અમલ, નિયમો પણ સતત કડક બનાવાઈ રહ્યા છે

બેઈજિંગ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાતોએ કહ્યું- અમે બીજાની જેમ માની નથી લીધું કે મહામારી નહીં જાય

ચીનની કોરોના સંક્રમણ રોકવા માટેની સરકારી સમિતિએ અર્થતંત્ર અને લોકોને સુરક્ષિત રાખવા માટે અનેક કડક નિયમો જાહેર કર્યા છે. આ ટીમનું નેતૃત્વ કરી રહેલા મહામારી નિષ્ણાત લિયાંગ વાનિયને કહ્યું છે કે ચીને અત્યાર સુધી અસરકારક રીતે સામુદાયિક કોવિડ કેસોને ઘણે અંશે કાબૂમાં લઈ લીધા છે અને ગંભીર સંક્રમણને સીમિત રાખ્યું છે.

કોરોના મુદ્દે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ બિલકુલ યોગ્ય છે. મહામારીને નિયંત્રિત કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ કડક પ્રતિબંધો જ છે. બીજા દેશોની જેમ અમે ક્યારેય એવું નથી માની લીધું કે આ બીમારી પેન્ડેમિકથી એન્ડેમિક બની જશે. એટલે કે કોરોના સંક્રમણ ખતમ જ નથી થાય એવું અમે નથી માનતા.

આ પ્રતિબંધો છતાં ચીનના અર્થતંત્રને નુકસાન નથી થયું. જોકે, કડકાઈનો અર્થ એ નથી કે, ચીન સંક્રમણના એક પણ કેસને સહન નહીં કરે, પરંતુ આ નીતિ વાઈરસ સામે ઝડપી કાર્યવાહી કરવા માટે છે.

સંક્રમિતના એક કિ.મી.ના દાયરામાં આવનારા લોકો ક્વોરેન્ટાઈન કરાશે
ચીનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી કોરોનાના 1,280 કેસ નોંધાયા. આ કેસ કુલ 21 રાજ્યમાં મળ્યા છે, જે બીજા દેશોની તુલનામાં ઘણા ઓછા છે. આમ છતાં, ચીને ઝીરો ટોલરન્સ નીતિનો અમલ શરૂ કર્યો છે. હવે નજીકના સંપર્કનો દાયરો એક કિ.મી. વધારી દેવાયો છે. તેનો અર્થ એ છે કે સંક્રમિત વ્યક્તિના એક કિ.મી.ના દાયરામાં આવનારા તમામ લોકોનું ટેસ્ટિંગ કરાશે અને પોઝિટિવ લોકોને ક્વોરેન્ટાઈન કરાશે.

ડાલિયાન શહેરમાં કોરોના ફેલાયા પછી હજારો વિદ્યાર્થી યુનિવર્સિટી કેમ્પસમાં કેદ
ચીનના ડાલિયાન શહેરમાં 4 નવેમ્બરથી રોજ 24 કેસ નોંધાયા. અહીં તંત્રએ જણાવ્યું કે, પૂર્વોત્તર ચીનનું આ શહેર હોટસ્પોટ બન્યા પછી ડાલિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં હજારો વિદ્યાર્થી કેમ્પસમાં બંધ છે. કોરોનાના પ્રકોપની ગતિ ધીમી પડી રહી છે અને મહામારી નિયંત્રણમાં છે. બૈજિંગમાં નેગેટિવ રિપોર્ટ વિના પ્રવેશ શક્ય નથી. રશિયા સાથે સરહદ વહેંચતા શહેર હીહેમાં પણ પ્રકોપ માટે જવાબદાર લોકોની માહિતી આપવા બદલ રૂ. 15 લાખનું ઈનામ જાહેર કરાયું છે.

માલિકને પૂછ્યા વિના સંક્રમણના ડરથી પાલતુ જાનવરોની પણ હત્યા
ચીનના શાંગરાવ શહેરમાં સ્થાનિક તંત્રએ એક મહિલાની ફરિયાદના જવાબમાં એક જાહેરાત કરી છે. આ મહિલાએ કહ્યું હતું કે મને લાગે છે કે, જ્યારે હું હોટલમાં ક્વોરેન્ટાઈ હતી ત્યારે મેં એક કૂતરાને મારી નાંખ્યું હતું. આ અંગે સરકારે કહ્યું છે કે, સમગ્ર વિસ્તારને કીટાણુરહિત કરનારા શ્રમિકો માલિકને જણાવ્યા વિના પાલતુ જાનવરોને મારી શકશે. ચીને સરહદી વિસ્તારોમાં પણ દેખરેખ વધારી દીધી છે. હાલ ચીને અન્ય દેશોની જેમ સરહદો ખોલી નથી.​​​​​​​


અન્ય સમાચારો પણ છે...