• Home
  • International
  • Strict execution of quarantine in China, look at the suspect with a QR code

કોરોનાવાઈરસ / ચીનમાં ક્વોરન્ટાઈનનો કડક અમલ, શંકાસ્પદ પર ક્યુઆર કોડથી નજર

ક્યુઆર કોડથી દર્દીઓના સ્વાસ્થ્ય પર નજર રખાઇ.
ક્યુઆર કોડથી દર્દીઓના સ્વાસ્થ્ય પર નજર રખાઇ.
X
ક્યુઆર કોડથી દર્દીઓના સ્વાસ્થ્ય પર નજર રખાઇ.ક્યુઆર કોડથી દર્દીઓના સ્વાસ્થ્ય પર નજર રખાઇ.

  • શાંઘાઈ સ્ટાર્ટઅપ બૂમીના સંસ્થાપક ઈમ્યાનુલ ડીને જણાવી કોરોના સામે લડવાની કથા

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 07:05 AM IST
શાંઘાઇ: અમેરિકા અને ઇટાલી સહિત વિશ્વના તમામ દેશો કોરોના વાઇરસના ચક્રવ્યૂહમાં ખરાબ રીતે ફસાઇ ચૂક્યા છે પણ આ વાઇરસથી સૌથી પહેલાં ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલા ચીને ત્રણ મહિનામાં જ મૃત્યુઆંક પર કાબૂ મેળવી લેવા ઉપરાંત ચેપ પણ ફેલાતો અટકાવી લીધો. ચીને ખૂબ કડકાઇ સાથે દેખરેખ અને પ્રવાસ નિયંત્રણોનો અમલ કરીને આ સિદ્ધિ મેળવી. આ દરમિયાન બહારથી આવેલા લોકો પર ક્વોરેન્ટાઇનના નિયમો કડકાઇથી લાગુ કરાયા તેમ જ ક્યુઆર કોડથી તેમના સ્વાસ્થ્ય પર પણ સતત નજર રખાઇ. કોઇ પણ સ્થળે શરીરનું તાપમાન માપ્યા પછી જ પ્રવેશની મંજૂરી અપાઇ. શાંઘાઇના એક સ્ટાર્ટઅપના સંસ્થાપક ઇમેનુઅલ ડીને ચીનના આ કડક નિયમોનો અનુભવ ખાસ કરીને ભાસ્કર સાથે શૅર કર્યો. 
રોજના 1500થી 2000 દર્દી ઉમેરાતા હતા
વાંચો તેમના જ શબ્દોમાં... મારી ઓફિસ શાંઘાઈમાં છે. ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાનો પ્રકોપ શરૂ થવાની માહિતી સોશિયલ મીડિયા થકી અમને મળી હતી. જોકે, અનેક ચાઈનીઝે વિચાર્યું પણ ન હતું, તે આટલો ગંભીર છે. એટલે બધું સામાન્ય રીતે ચાલતું. હું 25 જાન્યુઆરીએ ઈન્ડોનેશિયા ઈન્ડોનેશિયામાં મારા વતન સુરબાયા ગયો હતો. 10 ફેબ્રુઆરીએ પાછા આવવાની મારી યોજના હતી. ત્યાં સંક્રમણના સમાચારો પર પણ મારી નજર હતી. રોજના 1500થી 2000 દર્દી ઉમેરાતા હતા. એટલે હું 10 ફેબ્રુઆરીએ ચીન ના ગયો. ચીન સરકારે પણ શાંઘાઈમાં વિદેશથી આવનારા પર કાર્યવાહી શરૂ કરી હતી. 15 માર્ચે જાહેરાત થઈ કે, બીજા દેશથી બેજિંગ આવનારાને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રખાશે. એટલે હું 20 માર્ચે શાંઘાઈ ફ્લાઈટમાં બેસી ગયો, જે સુરબાયાથી સિંગાપોર અને ત્યાંથી શાંઘાઈ ગઈ. સુરબાયાથી વિમાન ખાલી હતું, પરંતુ સિંગાપોરમાં ભરાઈ ગયું. અનેક લોકોએ માસ્ક પહેર્યા હતા. એરપોર્ટ પર વધુ સંક્રમિત દેશોમાંથી આવેલા લોકોને જુદા કરાયા. હું બે મહિના સુરબાયામાં રહ્યો હતો, જેથી મારા પાસપોર્ટ પર પીળું સ્ટીકર ચોંટાડાયું. અમને જુદા રૂમમાં રખાયા. આવા 200-300 લોકો હતા. મને ખબર પડી કે, એક ન્યુક્લિયર ટેસ્ટ પણ પાસ કરવાનો છે. તેના પરિણામ આવ્યા પછી જ ઘરે જવા મળશે. અમને 25 દિવસ આઈસોલેશનમાં રહેવાનું હતું. ત્યાર પછી મારા શરીરનું તાપમાન કેટલીવાર માપ્યું એ મને યાદ નથી. દરેક જગ્યાએ તાપમાન માપ્યા પછી જ પ્રવેશ મળતો. જોકે, હવે અહીં 50% કામ શરૂ થઈને બધું સામાન્ય થઈ ગયું છે.  ઘણા લોકો ઓફિસમાં આવી ચૂક્યાં છે. 50 ટકા કામ શરૂ થઈ ગયું છે. જો કે ઘણા નાના વેપારીઓએ ધંધો બંધ કરવો પડ્યો છે. હું 25 માર્ચે ઓફિસ ગયો હતો પરંતુ મને પરત મોકલી દેવાયો. હું 14 દિવસ પૂરા થયા પછી 4 એપ્રિલે પાછો જઈ શકીશ. ચીની સરકારના પ્રયાસ પ્રશંસનીય છે. કોરોના ચરમસીમાએ હતું ત્યારે 80 હજારથી વધુ કેસો હતા. - ઇમ્યાનુલ ડીન, સંસ્થાપક, બૂમી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી