ઊંઘ, ઇમોશનલ હેલ્થ પર રિસર્ચ:સ્કૂલ એક કલાક મોડી શરૂ કરવાથી કિશોરોમાં પ્રોડક્ટિવિટી વધે, તેઓ ચીડિયાં થતાં નથી

બ્રાઝીલિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સવારે સ્કૂલ માટે તૈયાર થતી વખતે અનેકવાર કિશોરોને ફરિયાદ હોય છે કે તેમની ઊંઘ પૂરી નથી થઈ. અનેકવાર તેઓ ચીડિયો વ્યવહાર કરવા લાગે છે. અનેકવાર સ્કૂલ ન જવાના બહાના કાઢે છે, પરંતુ હાલમાં બ્રાઝિલમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે સ્કૂલ એક કલાક મોડી શરૂ કરીને કિશોરોને ઊંઘ પૂરી કરવા દેવી જોઈએ. તેનાથી તેમની પ્રોડક્ટિવિટી વધશે, તેઓ ચિડકણા નહીં હોય અને એકેડેમિક પર્ફોમન્સમાં પણ સુધાર થશે.

મૂળે, બ્રાઝિલના કેટલાક વિશેષજ્ઞોએ ફેડરલ યુનિવર્સિટી ઓફ અમેરિકાના શિક્ષણવિદોના નેતૃત્વમાં આ સ્ટડી કરી છે. એક કલાક મોડેથી સ્કૂલ શરૂ થવાની સ્થિતિમાં કિશોરોની ઊંઘ અને ઇમનોશનલ હેલ્થનું મોનિટરિંગ કરવામાં આવ્યું. સ્ટડીમાં સામે આવ્યું કે બોડી ક્લોકમાં કિશોરાવસ્થામાં પરિવર્તન આવે છે. તેમને અનેકવાર 8થી 9 કલાક સુધીની ઊંઘ આવે છે. યુવાસ્થામાં આ સમય 9થી 10 કલાક થઈ જાય છે.

સવારે 7:30ને બદલે 8:30 વાગ્યે સ્કૂલ શરૂ કરાઈ
ટીમે ચારમાંથી બે ગ્રૂપની સ્કૂલ સાડા સાત વાગ્યે શરૂ કરી. બીજી તરફ, બે ગ્રુપની એક કલાક મોડી એટલે કે સાડા આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવી. જે 2 ગ્રુપની સ્કૂલ એક કલાક મોડી શરૂ કરવામાં આવી હતી તેમાં પોઝિટિવ ફેરફાર આવ્યા.

અન્ય સમાચારો પણ છે...