યૌન શોષણનો આરોપ:બ્રિટિશ PM બોરિસના પિતા સ્ટેનલી પર બે મહિલાઓ સાથે છેડતીનો આરોપ, તેમાંથી એક સાંસદ

12 દિવસ પહેલા

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના પિતા સ્ટેનલી જોનસન પર બે મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી એક કંઝર્વેટિવ સાંસદ છે. બીજી મહિલા પત્રકાર છે. બંને ઘટનાઓ ઘણી જૂની છે પરંતુ હવે સામે આવી છે. સ્ટેનલી પહેલા પણ ચર્ચામાં રહ્યા છે. તેઓ પોતે પોલિટિશિયન છે અને વર્લ્ડ બેન્કથી પણ જોડાયેલ છે.

ઈન્ટર્વ્યૂમાં ખુલાસો
કેરોલિન નોક્સ કંઝર્વેટિવ પાર્ટીના સાંસદ છે અને હાલ, બ્રિટિશ સંસદની મહિલા સાથે જોડાયેલી એક કમિટીના સભ્ય છે. નોક્સે સ્કાય ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં બ્રિટિશ પ્રધાનમંત્રીના પિતા પર છેડછાડના ગંભીર આરોપ લગાવ્યાં. નોક્સનો આરોપ છે કે સ્ટેનલીએ તેને ખોટી રીતે સ્પર્શ કર્યુ. બાદમાં એક પત્રકારે પણ આ જ પ્રમાણેનો આરોપ લગાવ્યો.

નોક્સે કહ્યું કે મારા હિસાબે સ્ટેનલી એક પ્રસિદ્ધ વ્યક્તિ છે. જે સમયની આ ઘટના છે, તે સમયે સ્ટેનલી ડેવોન ક્ષેત્રથી કંઝર્વેટિવ કેન્ડિડેટ હતાં. તેમણે મને ખોટી રીતે સ્પર્શ કર્યો અને આવી વર્તણૂક કરીને તેઓ ત્યાથી જતા રહ્યા. તેમણે અશ્લીલ કમેન્ટ પણ કરી હતી.

નોક્સ પ્રમાણે- ઘટના પાર્ટીની વાર્ષિક બેઠક દરમિયાન 2003માં બની. તે સમયે અમે બંને સાંસદની ચૂંટણી લડવા જઈ રહ્યા હતાં. તે સમયે મારી ઉંમર આશરે 30 વર્ષ હતી અને હું મારા માટે શું સારુ અને શું ખરાબ તે સારી રીતે સમજી શકતી હતી.

કેરોલિન નોક્સ
કેરોલિન નોક્સ

હકીકત જણાવવી જરુરી
એક સવાલના જવાબમાં નોક્સે કહ્યું- આ પ્રમાણેની ઘટનાઓ વિશે વાત કરવાને હું મારી જવાબદારી સમજુ છું. તેનું કારણ એ છે કે જો કોઈના સાથે આવા બનાવ બને તો તે દુનિયા સામે લાવી શકે. તે સમયે હું પોતે આવું નહોતી કરી શકી, પરંતુ જો આજે ચૂપ રહી તો કાલે મારી દીકરીને પણ ચૂપ રહેવુ પડશે. તેથી આપણે જ નક્કી કરવું પડશે કે શું કરવું સારુ રહેશે, આપણે કઈ દિશામાં જવા ઈચ્છીએ છીએ.

મહિલા પત્રકાર એલીબેરે
મહિલા પત્રકાર એલીબેરે

પત્રકારે પણ અવાજ ઉઠાવ્યો
નોક્સના ગંભીર આરોપો બાદ ન્યૂ સ્ટેટ્સમેનની સીનિયર જર્નલિસ્ટ એલીબેરેએ પણ આ જ પ્રમાણેની ફરિયાદ કરી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની આ વાત રજૂ કરી. કહ્યું- 2019માં કંઝર્વેટિવ પાર્ટીની એક કોન્ફરન્સ થઈ હતી. તે દરમિયાન સ્ટેનલીએ મારા સાથે આ જ પ્રમાણેની ગેર વર્તૂણક કરી હતી. હું નોક્સની આભારી છું કે તેમણે મને હકીકત સામે લાવવામાં મદદ કરી અને મારી હિમ્મતમાં વધારો કર્યો. આપણે દરેક શક્તિશાળી વ્યક્તિ વિરુદ્ધ બોલવાનો હક છે, પછી તે વ્યક્તિ પ્રધાનમંત્રી પણ કેમ ન હોય.

નોક્સના આરોપો બાદ બોરિસના પિતા સ્ટેનલીએ કહ્યું- મને તો નોક્સના વિશે કશું યાદ નથી આવતું, પરંતુ બધુ આ જ પ્રમાણે ચાલતું હોય છે, તેથી હું કોઈ જવાબ આપવા નથી ઈચ્છતી.

અન્ય સમાચારો પણ છે...