• Gujarati News
  • International
  • St. Barth's Island ... Hollywood Superstars Like Nicole Kidman, Leonardo DiCaprio Also Rent A House Here

ભાસ્કર વિશેષ:સેન્ટ બાર્થ્સ ટાપુ... નિકોલ કિડમેન, લિયોનાર્ડો ડી કેપ્રિયો જેવા હોલિવૂડ સુપરસ્ટાર પણ આ સ્થળે ઘર ભાડે આપે છે

સેન્ટ બાર્થ્સ ટાપુ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિલાનું એક દિવસનું ભાડું 51 લાખ રૂ. સુધી, અબજપતિઓ રજાઓ માણે છે

યુરોપમાં ઉનાળાની સિઝનમાં એક નાનકડો સેન્ટ બાર્થ્સ ટાપુ મોટા અબજપતિઓ માટે પસંદગીનું સ્થાન બની ગયું છે. પ્યૂર્ટો રિકોથી 400 કિ.મી. પૂર્વમાં આવેલો 24 ચો.કિ.મીનો ઘેરાવો ધરાવતો આ ટાપુ ફ્રાન્સના ક્ષેત્રમાં છે. 14 જુલાઈએ આખો દિવસ અહીં બેસ્ટાઈલ ડે મનાવાય છે. એટલે કે દિવસભર બીચ પાર્ટી, રાતે આતશબાજી અને પછી સવાર સુધી નાઇટ પાર્ટી. ખાસ વાત એ છે કે અહીં એરપોર્ટ નથી. ફક્ત નાની એરસ્ટ્રીપ છે. જેની મદદથી રોજ 15 પ્રાઈવેટ જેટ પહોંચે છે. અહીં ન્યુયોર્કથી પણ ફક્ત 3 કલાકમાં પ્રાઇવેટ જેટથી અહીં પહોંચી શકાય છે. બીજો દરિયાઈ માર્ગ છે જેમાં ઘણો સમય લાગી જાય છે.

ટાપુ પર ફક્ત 30 હોટેલ છે જેમાં 600 રૂમ છે પણ મોટા અબજપતિઓ અહીં હોટલની જગ્યાએ વિલા પસંદ કરે છે. એટલા માટે અહીં હોટલથી 13 ગણા વધુ વિલા છે. આજકાલ અહીં વિલાનું 1 દિવસનું ભાડું 5 લાખ રૂ.થી શરૂ થાય છે જે 51 લાખ રૂ. સુધી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી પણ જો કોઈ ડ્રાઈવ પર જવા માગતું હોય તો પોર્શ જેવી કાર 14 લાખ રૂ. પ્રતિ દિવસના હિસાબે ભાડે મળી જાય છે. અહીં જમીન ખરીદતા પહેલાં અનેકવાર વિચારવું પડે છે કેમ કે કિંમત 2 લાખ રૂ. પ્રતિ ચો.ફૂટ છે.

જોકે તેની આજુબાજુના ટાપુઓ પર 2 હજાર રૂ. પ્રતિ ચો.ફૂટના હિસાબે જમીન મળી જાય છે. અહીં કુલ વસતી 9600 છે. ખાસ વાત એ છે કે રહેવાસીઓને ફેર નથી પડતો કે તમે જેફ બેઝોસ છો કે રિહાના. લિયોનાર્ડો ડી કેપ્રિયો, નિકોલ કિડમેન જેવા સ્ટાર્સના ઘર અહીં ભાડે અપાય છે. જેમ્સ બોન્ડના પિયર્સ બ્રોસનન, જેનિફર એનિસ્ટન, જેક નિકોલ્સન, ડસ્ટિન હોફમેન જેવા સુપરસ્ટાર અહીં શોર્ટ્સમાં લટાર મારતા દેખાય છે અને કોઈ તેમની સાથે સેલ્ફી પડાવવા પણ આવતું નથી.

ચાર લોકોના ડિનરનો સરેરાશ ખર્ચ 15 લાખ રૂ. સુધી
મુખ્ય શહેર ગુસ્તાવમાં પ્રાડા, ગુચ્ચી જેવી ટોપ-200 બ્રાન્ડ એક લાઈનમાં દેખાઇ જાય છે. ગણતરીની રેસ્ટોરાં છે જેમાં દરેક વ્યક્તિ પ્રવેશી શકતી નથી. કાયદેસર રીતે રજા માણવાનું સર્ટિફિકેટ બતાવવું પડે છે. બોનીટો નામની રેસ્ટોરાંમાં 1.5 લાખ રૂ. પ્રતિ વ્યક્તિનો બુકિંગ ચાર્જ છે જે એડવાન્સ ચૂકવવું પડે છે. ડ્રિંક્સ ચાર્જ અલગ છે. ચાર મિત્રોના ડિનરનો ખર્ચ સરેરાશ 15 લાખ રૂ.થી વધુ થઈ જાય છે. ટોપ લીડરશિપની બિઝનેસ મીટિંગ પણ અહીં સામાન્ય વાત છે. અહીં ફક્ત એક જ ડિસ્કો થેક છે જ્યાં ગ્રાહકો જાતે જ કેબરે કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...