દુનિયાની પહેલી કોરોના વેક્સિન પર સવાલ:બ્રિટિશ મીડિયાનો દાવો- રશિયાના જાસૂસોએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની ફોર્મુલા ચોરીને સ્પુતનિક-v બનાવી હતી

17 દિવસ પહેલા

દુનિયાની પહેલી કોરોના વેક્સિન બનાવાનો દાવો કરનાર રશિયા સવાલોના ઘેરામાં છે. બ્રિટિશ મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાના જાસૂસોએ ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકાનો ફોર્મુલા ચોરીને સ્પુતનિક-v વેક્સિન તૈયાર કરી હતી. બ્રિટનના ગૃહ મંત્રાલયે આ બાબતની પુષ્ટિ તો નથી કરી પરંતુ ના પણ પાડી નથી.

બ્રિટિશ મીડિયા ડેઇલી મેઇલ અને ધ સનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્પુતનિક-વી વેક્સિન બનાવતી રશિયન કંપની ગેમાલેયા નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન બનાવવા માટે બ્રિટિશ ફોર્મુલાની ચોરી કરી છે.

રાષ્ટ્રપતિ પુતિન રશિયાને આગળ બતાવવા માગતા હતા
રિપોર્ટ્સ અનુસાર રશિયાએ ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકાનો ફાર્મુલા ચોરવા માટે પોતાના જાસૂસોનો ઉપયોગ કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દુનિયાભરમાં ફેલાયેલી આ ખતરનાક મહામારીનો મુકાબલો કરવાની રેસમાં મોસ્કોનું નામ સૌથી આગળ રહે.

બ્રિટિશ મીડિયા વધુમાં લખે છે: બ્રિટનમાં જ્યારે આખી દુનિયા મહામારીથી પીડાતી હતી ત્યારે પુતિનના જાસૂસો હાજર હતા. સુરક્ષા સૂત્રોને ટાંકીને સ્થાનિક મીડિયા લખે છે: "આ જાસૂસો ફાર્મા કંપનીની લેબમાંથી વેક્સિનની બ્લૂ પ્રિન્ટ ચોરવાના હતા કે પ્લાન્ટમાંથી તૈયાર દવા. તે કહેવું મુશ્કેલ છે.

બ્રિટિશ સરકારે ચોરીની બાબતને નકારી પણ નથી
યુકેના ગૃહ મંત્રાલયના ડેમિયન હિન્ડ્સે કહ્યું કે તેઓ આ મામલે કોઈ ટિપ્પણી કરી શકતા નથી પરંતુ તેને નકારી શકાય નહીં. "એ માનવું ઉચીત છે કે વિદેશી તાકાત ચોક્કસપણે સતત વ્યાપારી, સંવેદનશીલ, વૈજ્ઞાનિક રહસ્યો અને બૌદ્ધિક સંપત્તિને ચોરી કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

ઓક્સફોર્ડ યૂનિવર્સિટી પર રશિયન હેકર્સના હુમલાના પ્રયાસનો દાવો
બ્રિટિશ ગુપ્ત એજન્સી M15એ બ્રિટિશ પર રશિયન હેકર્સના હુમલાના પ્રયત્નનો ખુલાસો કર્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની જાહેરાતના આશરે એક મહિના પહેલા (માર્ચ 2020)માં રશિયન હેકર્સે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી પર સાઈબર હુમલાને અંજામ આપવાના વારંવાર પ્રયત્નો કર્યા હતાં.

એક મહિના બાદ રશિયાએ દુનિયાની પહેલી વેક્સિન બનાવાનો દાવો કર્યો
રિપોર્ટ્સ અનુસાર બ્રિટિશ વૈજ્ઞાનિકોની જાહેરાતના એક મહિના બાદ એટલે કે મે 2020માં જ રશિયાએ આ વાતની જાણકારી આપી કે તેમણે કોરોના મહામારીથી લડવા દુનિયાની પહેલી વેક્સિન તૈયાર કરી દીધી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ઓગસ્ટ 2020માં એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે દેશે દુનિયાની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરી દીધી છે.

એક જ પ્લેટફોર્મ પર કામ કરે છે બંને વેક્સિન
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટનાઓની ટાઈમલાઈન સૂચવે છે કે મોસ્કોએ યુકેમાં પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન તેના માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. અહેવાલ મુજબ, ત્યાર પછીના પરીક્ષણોમાં બહાર આવ્યું છે કે સ્પુતનિક-વી બ્રિટિશ વેક્સિનની જેમ કામ કરે છે. બંને વાઈરલ વેક્ટર વેક્સિન છે, એટલે કે, બંને રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરવા માટે નિષ્ક્રિય વાઈરસનો ઉપયોગ કરે છે. તે કોરોના વાઈરસને નષ્ટ કરે છે.

ધ લેસેન્ટમાં પ્રકાશિત થયા હતા ક્લિનિકલ ટ્રાયલના પરિણામો
ધ સનએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં માસ્કોમાં બે પ્રારંભિક ક્લિનિકલ પરીક્ષણોના પરિણામો બ્રિટનના પ્રતિષ્ઠિત જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત થયા હતા. તે સૂચવે છે કે રશિયન વેક્સિન સલામત અને અસરકારક છે. રશિયન વેક્સિન સ્પુતનિકમાં ઓક્સફર્ડની વેક્સિન જેવી જ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રશિયન સ્ટડીમાં માત્ર 76 લોકો સામેલ હતા, અને તેમાંથી માત્ર અડધા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...